सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

ચલે નિરંતર સાધના-કાત્રે ગુરુજી

ડૉ. જનક દવે | છત્તીસગઢ

parivartan-img

કુષ્ઠ રોગ સાંભળવા માત્રથી રુંવાડા ઉભા થઇ જાય, ઓગળી ગયેલા હાથ પગ, ઘામાંથી ઝરતું પરુ, આસપાસ બણબણતી માખીઓ, સમાજથી બહિષ્કૃત ઘૃણાને પાત્ર અને નરક જેવું જીવન જીવતા રોગી. આજથી 50 વર્ષ પહેલા જ્યારે તેમના પોતિકાઓએ તેમને અભિશાપ માની છોડી દીધા હતા ત્યારે કોઇએ પોતાના સ્નેહનો પાલવ ફેલાવી તેમના બધા કષ્ટો લઇ લીધા. તેમના જખમો પર આત્મીયતાનો મલમ લગાવી તેમને સક્ષમ અને સમર્થ બનાવી સ્વાભિમાનની કેડી બતાવી. પોતે કુષ્ઠના રોગી હોવા છતાં ચાપા (મધ્યપ્રદેશ)માં સૌથી મોટું લેપ્રસી સેન્ટરનો પાયો નાખનાર સદાશિવ ગોવિંદરાવ કાત્રેને આપણે બધા કાત્રે ગુરુજીના નામથી જાણીએ છીએ. પોતાના વાંકા ચુંકા હાથ પગથી કલાકો સુધી સાયકલ ચલાવી ગામે ગામ ભટકી કુષ્ઠ રોગીઓ માટે એક એક મુઠ્ઠી અનાજ ભેગુ કરી આ સેવાકાર્યનો પ્રારંભ કર્યો. ગોલવલકર ગુરુજીની પ્રેરણાથી એક અભિશપ્ત કુષ્ઠ રોગીનું જીવન સેવાનો એવો દીપક બન્યો કે જેના પ્રકાશમાં અનેક પેઢીઓ પ્રકાશશે.


આજે ચાપાનું કુષ્ઠ નિવારણ સંઘ કુષ્ઠ રોગીઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે, જ્યાં રોગીઓની સારવારની સાથે સાથે આત્મીય સ્નેહ અને સંસ્કારી રસભર્યું વાતાવરણ મળે છે. મીણબત્તી બનાવવી, શેતરંજી વણવી, દોરડું બનાવવું, ચૉક બનાવવા જેવા કામો કરી તે સ્વાભિમાનથી જીવે છે. આ 300 રોગીઓના બાળકોના ભણતર માટે જ્યાં સુશીલ વિદ્યાલય અને છાત્રાલય પણ છે. મધ્યપ્રદેશના ગુના જીલ્લાના અરોન કસ્બામાં રહેવાવાળા ગોવિન્દ કાત્રે અને રાધાબાઇની સંતાન સદાશિવ ત્રણ બહેનોના એકમાત્ર ભાઇ હતા. માત્ર 8 વર્ષની આયુમાં પિતા ગુમાવ્યા બાદ સદાશિવનું આખું જીવન સંઘર્ષ કરતા વીત્યું. માધ્યમિક શિક્ષણ પછી રેલ્વેની નોકરી કરતી વખતે સંઘથી જોડાયા અને 1948માં સંઘ પર લાગેલા પ્રતિબંધના સમયે 6 મહિના જેલમાં પણ ગયા.


જીવનમાં તેમને કેટલીય કઠીન પરીક્ષાઓ આપવી પડી. પત્ની બાયોતાઈનું નાની વયમાં અવસાન થયું. બહેને પણ થાપણ રૂપમાં મુકેલા ઘરેણા પાછા ન આપ્યાં. કુષ્ઠ રોગથી શરીર જર્જરીત થઇ ગયું હતું. પાસે કોઇ ધન નહોતું અને કોઇ પોતિકું નહોતું. જે ખ્રિસ્તી મીશનરી હોસ્પીટલમાં પોતાની સારવાર થતી હતી, ત્યાં સેવાની આડમાં ધર્માંતરણનો વિરોધ કરવાના કારણે તેમને નિષ્કાસિત કરવામાં આવ્યાં. જ્યારે બધાં રસ્તા બંધ થઇ ગયા, ત્યારે તેમને શ્રી ગુરુજીને મળવાનું થયું. તેમની જ પ્રેરણાથી તેમણે સમાજમાં બહિષ્કૃત અને જીવતા જીવ  નરકની પીડાથી પીડાતા રોગીઓનું જીવન સુધારવાનો તેમણે સંકલ્પ લીધો. સોંઠીની પાસે ઘોગરનાળા કુષ્ઠ વસ્તીમાં નાનકડી ઝુંપડીમાં 2 રોગીઓની મલમપટ્ટી અને ભોજનની વ્યવસ્થાથી કાત્રેજીએ પોતાનું સેવાકાર્ય શરું કર્યું.


પગમાં જખમ હોવાના કારણે તેઓ પગપાળા ન શકવાના કારણે 60 વર્ષની વયમાં સાયકલ ચલાવવાનું શીખ્યા, ચબુતરાનો સહારો લઇ સાયકલ પરા ચઢી ચાપાના નજીકના અફરી, લર્ખુરી, બિર્રા જેવા ગામોમાં 20-20 કિલોમીટર સાયકલ ચલાવી રોગીઓ માટે અન્ન સંગ્રહ કરતા અને પાછા આવી પોતે રસોઇ બનાવી તેમને ભોજન કરાવવાની સાથે મલમ પટ્ટી પણ કરતા હતા. જ્યાં પણ જતા માત્ર અપમાન અને ઘૃણા મળતી. તેમને કોઇ પણ એક ગ્લાસ પાણીનું પૂછતા નહીં પરંતુ તેમણે હાર ન માની. રોગીઓની સંખ્યા વધી, તો સદાશિવના પ્રયાસોથી કેટલાક સહયોગી પણ જોડાઇ ગયા. ચાપામાં જ્યારે આશ્રમ માટે જમીન દાનમાં મળી તો રેલ્વેની નોકરી છોડવાથી મળેલા પૈસાથી તેમણે ત્યાં ચાર ઓરડા બનાવડાવ્યા.


ધીરે ધીરે  આશ્રમમાં રહેવાની વ્યવસ્થા અને નાનકડી ગૌશાળા પણ તૈયાર થઇ ગઇ છે. આજે 85 એકર ભૂમિમાં ફેલાયેલું ભારતીય કુષ્ઠ નિવારક સંઘ  ચાપામાં 300થી વધુ રોગી સજીવ ખેતી કરે છે. આ એક સ્વનિર્ભર સેવાકેન્દ્ર છે જ્યાં 150 ગોબર ગેસ સંયંત્ર છે અને ખેતીના દ્વારા લગભગ 1000 બોરી દાળ, ચોખા સાથે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. પરિસરમાં આવેલા માધવ સાગર તળાવથી સિંચાઇ પણ કરવામાં આવે છે. પરિસરમાં લાગેલી કાત્રેજીની પ્રતિમાને નમન કરી અહીંના મુખ્ય વ્યવસ્થાપક દામોદર બાપટજીના કહેવા પ્રમાણે જે પિતાની એક્માત્ર પુત્રીને સાસરાથી અપમાનિત કરી કાઢી મુકવામાં આવી તેણે સેંકડો રોગીઓના સન્માનની રક્ષા કરી અને તેમના જીવનને જીવવા યોગ્ય બનાવ્યું. વર્તમાનમાં કાત્રેજી આપણી વચ્ચે નથી, પરંતુ ચાપાથી તેમણે પ્રગટાવેલી સેવાની મશાલ કેટલાય અંધકારમય જીવન જીવતા લોકોનું જીવન અજવાળશે.

1452 Views
अगली कहानी