सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

દક્ષિણના સેનાપતિ-યાદવરાવ જોશી

કર્ણાટક

parivartan-img

ઠીંગણા કદના સાધારણ દેખાતા ધુનના પાકા એક મરાઠી યુવકે પોતાના જીવનના 50 વર્ષ દક્ષિણ ભારતની આપ્યો અને ઇતિહાસ રચ્યો. કર્ણાટકમાં પ્રચારક બની આવતા પહેલા યાદવરાવ જોશીએ કદાચ ક્યારેય કન્નડ સાંભળી નહોતી છતાં તેમણે સંપૂર્ણ જીવનભર કન્નડ ભાષીઓના હૃદય પર રાજ કર્યું. તેમણે પોતાના અનુયાયી બનાવનાનો ક્યારેય પ્રયાસ નહીં કરી  બધાની સેવા માટે હાથ આગળ કર્યો અને લોકો પાછળ જોડાતા ગયા. યાદવરાવજીની પ્રેરણાથી શરુ થયેલ રાષ્ટ્રોત્થાન પરિષદ એક તરફ જરુરતમંદ રોગીઓ માટે બંગ્લુરુમાં સૌથી મોટી બ્લડબેંક ચલાવે છે, જેના દ્વારા ગરીબ રોગીઓને સૌથી ઓછા પૈસામાં લોહીની વ્યવસ્થા થાય છે તો બીજી બાજુ ઝુંપડપટ્ટીના બાળકો માટે કોચિંગ સેન્ટર ચલાવે છે. કેરલમાં નાના બાળ્કોને બાલગોકુલમના માધ્યમથી ભારતની સંસ્કૃતિથી જોડવા માટે યાદવરાવજી પ્રેરક હતા. 


નાગપુરમાં 3 સપ્ટેમ્બર 1914ની અનંતચતુર્દશીના દિવસે વેદપાઠી પરિવારમાં જન્મેલા યાદવરાવજીનું બાળપણ ગરીબી અને અભાવોમાં વીત્યુ અને કઠીનાઇ દૂર કરવા માટે ધન કમાવવાનો સમય આવ્યો ત્યારે એમ.એ અને લો કર્યા બાદ પ્રચારક નીકળ્યા. આ દિવસોમાં આટલું ભણેલા ખુબ ઓછા લોકો મળતા. યાદવરાવજીએ તેમને પ્રતિષ્ઠા આપતી દરેક વસ્તુઓનો ત્યાગ કર્યો. બાલભાસ્કરના નામથી જાણીતા યાદવરાવજીની પ્રતિભાને ભીમસેન જોશી પણ  માનતા હતા. પરંતુ સંઘકાર્ય માટે તેમણે સંગીતથી પણ  સંન્યાસ લઇ લીધો. સંઘ પ્રાર્થના नमस्ते सदा वत्सले ને પહેલી વાર ગાવવાવાળા યાદવરાવજી પર ગાંધી હત્યા માટે ગોડસેને ભડકાવવાનો આરોપ લાગ્યો ત્યારે અને 1975માં આમ બન્ને વારના સંઘ પરના પ્રતિબંધના સમયે જેલમાં ગયા અને દરેક વખતે બમણી ઊર્જાથી સંઘકાર્યમાં લાગી ગયા.


દક્ષિણ સેનાપતિ તરીકે જાણીતા યાદવરાવજીએ તામિલનાડુ, કેરલ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સંઘકાર્યનો પાયો નાખ્યો અને સેવાને સંઘકાર્ય સાથે જોડી.

સેવાવ્રતી ને તાલિમબદ્ધ કરવા માટેના યાદવરાવજીના વિચારે બંગ્લુરુમાં હિન્દુ સેવા પ્રતિષ્ઠાનને જન્મ આપ્યો. પ્રતિષ્ઠાને યુવા-યુવતીને સામાજિક સેવાનું પ્રશિક્ષણ આપી અંતરિયાળ ગામોમાં સેવા કરવા મોકલ્યા. અત્યાર સુધી 5000થી વધુ સેવાવ્રતી પ્રશિક્ષિત કરવામાં આવ્યા. પોતે જીવનભર અત્યંત સાદગી ભર્યુ જીવન જીવી અંતિમ શ્વાસ સુધી દેશ અને સમાજ માટે કામ કરવાવાળા યાદવરાવજી પહેલા અઘોષિત અખિલભારતીય સેવાપ્રમુખ હતા  જેમણે સેવાવિભાગની રચના થતા પહેલા સંઘને સેવા સાથે જોડ્યો.

1540 Views
अगली कहानी