सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

મહાવિનાશમાં સર્જન કેદાર ઘાટીમાં દેવદૂત

નિર્મલાબેન સોની | ઉત્તરાખંડ

parivartan-img

કેદાર ઘાટીમાં જે જળપ્રલય આવ્યો હતો તે ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે. આપણે બધાએ જીવન આપનાર પાણીને આપત્તિ બને, લાશોની દુર્ગંધ વચ્ચે માનવતા કણશે, અલકનંદાએ યાત્રાળુઓની લાચારી પર મૌન આંસુ વહાવે, આપણે બધાએ આપણા ઘરોમાં ટીવી ચેનલો પર આ બધું જોયું. પરંતુ આપણામાંથી કોઈએ માનવતાનું તે સ્વરૂપ જોયું નથી જે આ મુશ્કેલ ક્ષણોમાં પ્રવાસીઓનો સૌથી મોટો સહારો બન્યો છે. દુર્ઘટનાની ઘડીમાં, વરસાદી પાણીમાં, ભંગાર બની ગયેલા રસ્તાઓ પર, સંઘના સ્વયંસેવકો જીવલેણ  રસ્તાઓમાંથી પસાર થઇ, રાત-દિવસ સેવાકાર્યમાં રોકાયેલા હતા. કેદારઘાટીમાં પ્રથમ હેલીપેડ બનાવવાથી માંડી  દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોની વ્યવસ્થા સંઘ આજે પણ લાગેલો છે.


તમારામાંથી કોઈએ યોગેન્દ્ર અને બ્રિજમોહન બિષ્ટના નામ સાંભળ્યા નહિ  હોય, સંઘના આ બે સ્વયંસેવકોએ આર્મી અને એરફોર્સના આગમન પહેલા જ ખાનગી હેલિકોપ્ટર દ્વારા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. 16 અને 17 જૂનના ભારે વરસાદથી બધું જ નાશ પામ્યું હતું, તેથી હેલિકોપ્ટર ઉતારવા માટે હેલીપેડ ક્યાંથી મળે, પછી પોતાના જીવનની પરવા કર્યા વગર આ હિંમતવાન યુવાનોએ પેરાશૂટ દ્વારા કૂદીને પ્રથમ હેલિપેડ બનાવ્યુંબાદમાં રામબાડા, કેદારનાથમાં  પણ  સેનાની ટીમની મદદથી મંદિરની પાછળ અને જંગલની ઘાટીમાં હેલિપેડ બનાવ્યાં. એટલું જ નહીં, તાત્કાલિક રામબાડા, ઘોડાપાડવ અને ગૌરીકુંડમાંથી હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ પણ શરૂ કર્યું. કેટલાક સ્થળોએ તેમને દોરડા દ્વારા 50 ફૂટની ઊંચાઈ  પરથી નીચે આવીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા.


એટલે કે, યોગેન્દ્ર અને બ્રિજમોહને લોકોને બચાવવામાં એવુ કામ કર્યું  જે કામ   સેનાના પ્રશિક્ષિત સૈનિકો સખત તાલીમ પછી કરી શકે. પિનેકલ એવિએશન કંપનીના કર્મચારીઓ એવા આ યુવા સ્વયંસેવકોએ લોકોના જીવ બચાવવા માટે  તેમની નોકરીઓ પણ દાવ પર લગાવી, કંપનીની ના હોવા છતાં પણ આ કાર્ય ચાલુ  રાખ્યું. હવે વાત કરીએ ગણેશ અગોડાની, જેણે  હૃદયના વૃદ્ધ દર્દીનુ જીવ બચાવવા  ,તેને ખભા પર બેસાડીને મજગામથી મનેરી 6 કીલોમીટર સુધી પગપાળા ગયા. આવી કેટલીયે વાતો ઘાટીમાં બની, જેમાં ઘણી વાતો ભુલાઈ ગઈ છે.

મુશ્કેલીની આ ઘડીમાં કયારેક સેવક, તો કયારેક પાલક (વાલી) બનીને સ્વયંસેવકો  મુસાફરોનો સાથ આપતા હતા, મનેરી સેવાશ્રમ, ચંબાના દિખોલ ગામથી ઊખીમઠ નજીક વસેલા  ભ્યોંડાંડ સુધી રાહત શિબિરો દ્વારા ખોરાક, કપડાં, વાસણો તેમજ દરેક જરૂરી વસ્તુઓનું  68 ગામોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. મનેરીમાં જ 10,000 યાત્રાળુઓ માટે ભોજન બનાવ્યું હતું. દિખોલમાં 20,000 લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચામોલીનું સરસ્વતી શિશુ મંદિર હોય કે મનેરીનું સેવાશ્રમ, બંને સ્થળોએ ઘણા દિવસો સુધી રાહત છાવણીઓ રહી, પ્રવાસીઓથી લઈને સેનાના સૈનિકો સુધી, દરેક અહીં જમતા.


દુર્ઘટના પછી સમાન્ય પરિસ્થિતિ થતાં જ, જ્યાં બાકીના સંગઠનોએ કાર્યવાહી પુરી કરી, કામ સમેટી લીધું .અને સરકારી મદદની ઝડપ પણ ધીમી પડી, ઉત્તરાખંડ દૈવી આપત્તિ સમિતિ દ્વારા સંઘનું કાર્ય ચાલુ રહ્યું. ગૌરીકુંડ, રામબારા, સોનારચટ્ટી અને સોનપ્રયાગ સહિત સમગ્ર કેદારખીણ નષ્ટપ્રાય: થઈ ગઇ હતી. સ્થાનિક લોકોએ તેમના ઘરો સાથે રોજગાર પણ ગુમાવ્યો હતો. જીવવાનો કોઈ રસ્તો નહોતો. પછી સમિતિએ પુનર્વસવાટનું કામ શરૂ કર્યું અને આજ સુધી કરી રહી છે. સંસ્થાના સંગઠનમંત્રી રાજેશ થપલિયાલનું કહેવું છે કે 6 થી 12 વર્ષનાં 200 બાળકો જે પૂરમાં અનાથ થયાં હતાં તેમના  માટે  નૈઠવાડ, લક્ષેશ્વર, કોટિકૉલોની અને ગુપ્તકાશીમાં ચાર હોસ્ટેલ ચાલે છે. હજુ પણ કેટલાક ગામોમાં વીજળી  આવી નથી, આ ગામોમાં સોલર લેમ્પ વિતરણ કરવામાં આવ્યા છે, અસરગ્રસ્ત ગામોના 100 ગરીબ બાળકોને અભ્યાસ ચાલુ રાખવા માટે દર મહિને 1000 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવી રહી છે.


ઉષાડા, સ્યાનટ્ટી સહિત આઠ ગામોમાં તબીબી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. વિનાશગ્રસ્ત ગામોની વિધવાઓ અને બેરોજગાર યુવાનો માટે સીવણ અને કોમ્પ્યુટર કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, બાળકોને ભણાવવા માટે પ્રાથમિક સ્તર 4 શિશુમંદિર,અને 8 બાલ સંસ્કાર કેન્દ્ર પણ ઘાટીમાં ચલાવવામાં આવી રહ્યા છે. નારાયણ કોટીમાં 30 પલંગની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે જ્યાં આપત્તિના ભોગ બનેલા પરિવારોની  સારવાર લગભગ મફત છે. ચાર વર્ષમાં દરેક આ ભૂકંપને ભૂલી ગયા છે, પરંતુ સ્વયંસેવકો હજુ પણ સમિતિ દ્વારા પુનર્વસન કાર્યમાં રોકાયેલા છે.

સંપર્ક- રાજેશ થપલીયાલ

9410196581

1482 Views
अगली कहानी