सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

આસ્થાના પુષ્પ

નીરજ પટેલ | રાજસ્થાન

parivartan-img

ચમકતી રેતના ટેકરીઓ કેટલી સુંદર દેખાય છે, પરંતુ આ જ વિશાળકાય ટેકરીઓ પાણીના વહેણમાં વહીને જો ઘરોમાં પેસી જાય, તો બધું જ ક્ષણવારમાં બધું જ અસ્ત વ્યસ્ત થઇ જાય છે.  14 ઑગસ્ટ 2020ની સવાર 10 કલાકે જયપુરની ગણેશપુરી નામની ઝુંપડપટ્ટીમાં અતિવૃષ્ટિએ એવી તબાહીની એવી કથા લખાણી કે તણખલાં જોડી બનાવેલા ખોરડાં થોડીક જ મિનિટોમાં ટનોબંધ માટીની નીચે દબાઇ ગયાં. સ્થિતિ એવી સર્જાઈ કે કપડાં, વાસણ, ચૂલા, શાળાના દફતર, ઘરની સામે ઉભી રહેલી ઈ રિક્શા, બીજા વાહનો વગેઇ બધુંજ માટીની નીચે દબાઇ ગયું. ચારે બાજુથી કારમી ચીસો સંભળાઇ રહી હતી. તળેટીમાં વસેલી આ ત્રણ ઝુંપડપટ્ટીમાં દોઢસો પરિવારની દુનિયા ક્ષણવારમાં નષ્ટ થઇ ગઇ.


ઘરોમાં પેસેલી છ ફુટ માટીના કારણે કાળા ડિબાંગ અંધારામાં નિરાધાર બેઠેલા ભૂખ્યા તરસ્યા રડતા તરફડતા લોકો માટે દેવદૂતની જેમ સંઘના સ્વયંસેવક પ્રગટ થયા. ઘરોનું અનાજ, વાસણો અને સર્વસ્વ માટીમાં દબાઇ જવાના કારણે તેમની પહેલી આવશ્યકતા ભોજનની હતી. સૌથી પહેલાં લોકોને સમજાવી કરીને સુરક્ષિત બહાર કાઢ્યાં અને જમાડવામાં આવ્યાં. જયપુર નગરની પ્રૌઢ શાખાના કાર્યવાહ અને આ રાહત કાર્યની વ્યવસ્થા સંભાળતા શ્રી રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું કે બપોર 3.30 કલાકે વિનાશની સૂચના મળી  અને રાત્રે 8 કલાક સુધી નગરના સંઘ પરિવારોમાંથી 2800 ભોજન પેકેટની વ્યવસ્થા કરવામાં આવી. નિરાધાર પરિવારોની રડી રડીને થાકી ગયેલી આંખોને ટોર્ચના અજવાળામાં ભોજન વહેંચતા સ્વયંસેવકો જોઇને તેમનું ખિન્ન થઇ ગયું. વસ્તીથી બે કિલોમીટર દૂર આવેલા કોમ્યુનિટી હૉલ માં વસ્તીવાસીઓની સૂવાની વ્યવસ્થા કરીને મોડી રાતે ભારીખમ મન ઘરે પરત ફરેલા સ્વયંસેવકોએ આ લોકોને દરેક કષ્ટોમાંથી બહાર કાઢવાનો સંકલ્પ કર્યો.


આ વિનાશલીલાની શરૂઆત 14 ઑગષ્ટ 2020 સવારે શરૂઆત થઇ. ગુલાબીનગરી જયપુરમાં ઈન્દ્ર દેવ એટલાં વરસ્યાં કે આખું શહેર તળાવમાં પરિવર્તિત થઇ ગયું. વાહનો રમકડાંની જેમ તરવા માંડ્યા. નીચાણવાળાં વિસ્તારોમાં આવેલી વસ્તીઓમાં સૌથી વધુ પ્રભાવ પડ્યો. તળેટીમાં વસેલી ગણેશપુરીની પાછળ આવેલા નાના બાંધની દિવાલ પાણીનું દબાણ ઝીલી ન શકવાના કારણે તેની પાસેની માટીની બે વિશાળકાય ટેકરીઓનું ધોવાણ થયું અને પાણી માટી સાથે આ ત્રણ વસ્તીઓમાં પ્રવેશી ગયું. પ્રશાસને જેસીબીથી માટી કાઢીને જ પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું. પરંતુ સંઘના સ્વયંસેવકો આઠ દિવસ સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી લાગ્યાં રહ્યાં. નજીકમાં જ લાલ ડુંગરી ગણેશ મંદિરમાં અસ્થાયી રસોડું બનાવી, વસ્તી ના લોકો માટે ભોજન વ્યવસ્થા કરી.


સંઘ દૃષ્ટિથી ઋષિ ગાલવ નગર ના સામાજિક સમરસતા સહપ્રમુખ શ્રી મનોજ જૈન આ કામ પર પ્રકાશ પાડતાં કહ્યું "સ્વયંસેવકો આટલાથી જ ન અટકતાં, કેટલાક કોદાળી અને પાવડા લઈને વસ્તીના લોકોના ઘરની સફાઇ કરી અને કપડાં તેમજ વાસણ સુકવવાનું કાર્ય પણ શરુ કર્યું. કપડાં ખૂબ ખરાબ થવાના કારણે, નગરમાંથી ઉઘરાવી ગણેશપુરીમાં પહોંચાડવામાં આવ્યાં. ઉપરાંત કેટલાંક જરુરી વાસણો આપવામાં આવ્યાં. એટલુંજ નહીં, પરંતુ આગલા દસ દિવસ ચાલે  તેટલાં સીધા-સામાનની 150 કીટ વહેંચવામાં આવી.

આઠ દિવસની આ મહેનતના કારણે દરેક ઘરમાંથી માટી નીકળી ચુકી હતી, દરેક ભીંજાયેલો સઃમાન સુકાઈ ગયો હતો. લોકોનું જીવન ઠરીઠામ થઇ ગયું હતું. ત્યારે જઇ તેમની ખબર અંતર લેવા રાજકારણી લોકો પહોંચ્યા કે જ્યારે બધું કાર્ય પૂર્ણ થઇ ગયું હતું. તેઓ ભોજન પેકેટ આપવા માંડ્યા ત્યારે લોકોએ તેનો અસ્વીકાર કરી સ્પષ્ટ શબ્દોમાં કહ્યુકે, "તમે દેખાડો ન કરશો. જ્યારે વધુ જરૂરિયાત હતી  ત્યારે આ ખાખી ચડ્ડીવાળા લોકો એ અમારા દરેક કષ્ટ દૂર કર્યા" 

પ્રકૃતિ અને માનવ વચ્ચે સંઘર્ષ આજે પણ ચાલુ છે. જ્યાં પણ પ્રકૃતિ પ્રકોપ વરસાવે છે, ત્યાં વિનાશના આ ભૂતાવળોમાં માનવતા આસ્થાના ફુલ ઉગાડે છે. આ જ કામ આખા દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો કરે છે.

1502 Views
अगली कहानी