सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

હમ રહે ના રહે, ભારત યે રહના ચાહિએ

ડૉ. જનક દવે | મધ્યપ્રદેશ

Play podcast
parivartan-img

ક્યારેક સાચે જ મનુષ્ય  પર દુ:ખોનો પહાડ તૂટી પડે છે.  ભોપાલમાં અરેરા કૉલોનીના પૉશ વિસ્તારમાં ભાડાનું  એક ઓરડોમ લઇ રહેવાવાળી કલ્પના વિશ્વકર્માની કથા  કાંઇક આ જ પ્રકારનઈ પીડા બતાવી રહી છે. એક પગમાં ગેંગરીનના કારણે લગભગ અપંગ થઇ ચૂકેલી ગર્ભવતી કલ્પના માટે કોરોના કાળ પારાવાર કષ્ટો લઇને આવ્યો. એક બાજુ તેના સસરા દ્વારકાપ્રસાદ વિશ્વકર્મા કોરોનાથી સંક્રમિત થયા પછી જીવન અને મૂત્યુની જંગ લડી રહ્યા હતા  તો બીજી તરફ રીક્ષાચાલક પતિ સોનુની રોજગારી લૉકડાઉનના કારણે છીનવાઇ ગઇ હતી. પેટમાં નાનકડો જીવ લઇ કલ્પના માટે સસરાની સારવારનો ખર્ચ ઉઠાવવો કઠીન હતો, તેમાં વળી પોતાને પણ ખાવાના સાંસા હતા. તેની આ વ્યથા ભોપાલના સેવા ભારતીના મહાનગર સંયોજિકા આભાદીદી સુધી પહોંચી જાણે કલ્પના માટે સેવા ભારતીના સ્વરૂપે સાક્ષાત ઇશ્વરના દ્વાર ખુલી ગયા.

સેવા માટે સંકલ્પબદ્ધ સેવા ભારતીના કાર્યકર્તાઓએ કલ્પનાના પરિવારની બધી જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી. સૌથી પહેલા તેના સસરાની સારવારના પ્રયાસો કર્યા, પરંતુ તેઓ  રહ્યા નહી. તેમના અંતિમ સંસ્કારથી માંડી તેમની ઉત્તરક્રિયા સુધીના બધાં કર્તવ્યો નિભાવવામાં આવ્યાં. એટલું જ નહીં પરંતુ લૉકડાઉન પુરું થાય ત્યાં સ્ય્ધી કરિયાણું અને ગર્ભવતી કલ્પનાને પોષક આહારની વ્યવસ્થા કરવામાં આવી.


આ કરુણ કથાઓમાં એક કથા જ્યોતિની પણ છે. તેની 8 વર્ષની દીકરી મનીષા કેન્સરથી લડી રહી હતી. ઇંદોરની બાઢ કૉલોનીમાં રહેતી જ્યોતિ ઘર ઘર વાસણ અને સફાઇનું કામ કરી પોતાનું ઘર ચલાવતી હતી. તેનો પતિ રીક્ષા ચાલક હતો. લૉકડાઉને બન્નેના કમાણી છીનવી લીધી હતી. કેન્સર જેવી ભયંકર રોગથી લડતી દીકરી અન્નના દાણા માટે તડપતી હતી, ત્યારે જ્યોતિએ ઇંદોર સેવા ભારતીની હેલ્પ લાઇન પર  પ્રાન્ત સંયોજિકા સુનીતા દીદીને કરિયાણાની જરુરિયાત બતાવી. સુનીતા દીદી કહે છે, કે  આજે પણ તે ફોન પર સાંભળેલા જ્યોતિના આક્રંદને ભુલી શક્યા નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ આખા લૉકડાઉનમાં આ પરિવારને માત્ર કરિયાણું જ નહી પરંતુ દરેક પ્રકારની મદદ કરી.

“મારે ન રહેવું જોઈએ, ભારત રહેવું જોઈએ" મણિકર્ણિકા ફિલ્મના પ્રસિદ્ધ ગીતની પંક્તિઓ સંઘના સ્વયંસેવકો માટે જ જાણે લખાઇ હશે. સીધી જીલ્લાના જીલ્લા સેવા પ્રમુખ આશીષજીની કહાની સાંભળીને તો આવું જ લાગે. 

કોરોના કાળમાં નિરંતર જ સેવાના કામમાં લાગેલા આશીષજી જ્યારે કોરોના પોજીટીવ થયા તે પછી કુશાભાઉ ઠાકરે હોસ્પીટલ-રીવામાં જીવન માટે લડી રહ્યા હતા ત્યારે તેમને એક નર્સ દ્વારા જાણકારી મળી કે એક ગંભીર રીતે બીમાર એક રોગીને થોડાક કલાક માટે ઑક્સિજન સીલીડરની આવશ્યક્તા છે, ત્યારે પોતાનો જીવ જોખમમાં મુકી 3 કલાક માટે પોતાનો ઑક્સિજન સીલીડર તે રોગીને આપી પોતે કપૂરના સહારે કૃત્રિમ શ્વાસ લેતા રહ્યા. આજે પણ આશીષજી અને જે બહેન માટે પોતાના જીવની બાજી લગાવી તે સકુશળ છે. 


મધ્યક્ષેત્રના ક્ષેત્ર કાર્યવાહ અશોક અગ્રવાલજી કહે છે કે, સંપૂર્ણ ક્ષેત્રમાં દરેક મોર્ચે સ્વયંસેવક સમાજની સાથે ઉભા રહ્યા છે.  589 હેલ્પ સેન્ટર્સ, 123 આઇસોલેશન કેન્દ્ર, 17 કોવીડ કેર સેન્ટર્સની સાથે 649 સ્થાનો પર 40,624 ભોજન પેકેટ વહેંચવા જેવા કામોમાં 11077 કાર્યકર્તાઓએ પૂરા મનોયોગથી પોતાનું યોગદાન આપ્યું 

રતલામના પંચેડ ગામમાં સો ટકા રસીકરણ કરાવી સ્વયંસેવકોએ ઇતિહાસ બનાવયો. જ્યારે ગામમાં કોરોનાના કારણે મરણાંક 30થી વધુ થયો ત્યારે ત્યાં ચાલતી શાખાના તરુણ સ્વયંસેવકોએ પ્રણ લીધો કે પોતાના ગામને કોરોનાથી બચાવવા શક્ય પ્રત્યેક પ્રયત્ન કરશે. પહેલા પોતાના ગામમાં દરેક પ્રકારનું યાતાયાત રોકી કોરોના સંક્રમણનો દર શૂન્ય પર લઇ ગયા. પછી ગામમાં ઘર ઘર જઇ રસીકરણને યોગ્ય બધાને રસીકરણ કેમ્પોમાં લઇ જઇ રસીકરણ કરાવ્યું.

કોરોનાની આ વખતની લહેર ગાઢ વનોમાં પણ પહોંચી ગઇ હતી. મધ્યપ્રદેશના ખંડવા જીલ્લામાં રોગચાળાને નાથવા એક નવીન પ્રયોગ કર્યો. ખંડવાના વિભાગ સેવાપ્રમુખ અતુલ શાહજી ના કહેવા પ્રમાણે વનવાસી બહુલ વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ હોસ્પીટલમાં જવા કે તપાસ કરાવવા તૈયાર નહતો. શરદી, ખાંસી અને તાવના કારણે સેંકડો મરતા હતા. એવામાં ઇંદોરની જાણીતી હોસ્પીટલ ગોકુલદાસના સીનીયર ડોક્ટરોએ ગ્રામીણ ડોક્ટરોને ઑનલાઇન પ્રશિક્ષણ આપ્યું, જેથી તેઓ ગામમાં જ તપાસ કરી શકે અને સંગઠન દ્વારા તેમને પ્રાથમિક સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવી. આ ગ્રામીણ ડોક્ટરોના માધ્યમથી ગુડી, સિંગોટ, બોરગાંવ, ગુલાઇમાલ, રોશની, પટાજન, ઝિંઝરી, ગોલખેડા, ઝુમ્મરખલી અને આસપાસના બીજા ગામોમાં 14 ઓ.પી.ડી વનવાસી વિસ્તારોમાં સતત તપાસ અને પ્રાથમિક સારવાર દ્વારા હજારો વનવાસીઓના જીવ બચાવ્યાં.

1567 Views
अगली कहानी