नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
મહારાષ્ટ્ર
ભીષણ આગની જ્વાળાઓ અને ચારેબાજુ બચાવો બચાવોની ચિત્કાર. જ્યાં જુઓ ત્યાં બસ ગુંગળાવતો ધુમાડો અને વરસતા આગના અંગારાઓ. મૃત્યુના આ તાંડવની વચ્ચે ફસાયેલા માનવજીવનો ચિત્કાર કરતા લાચાર દેખાઇ રહ્યા હતા. દરેક વીતી રહેલી પળે આગ વધુ ગતિમાન અને વિકરાળ રૂપ લઇ રહી હતી, જાણે આજુબાજુનો રહેણાક વિસ્તારને રાખમાં ફેરવવા સિવાય તેને કશુંય સ્વીકાર્ય નહોતુ. સાતમી ડીસેમ્બર 2014ની બપોર મુંબઇના કાંદિવલી વિસ્તારની દામૂનગર વસાહત પર મહા આપત્તિ બની આગ તૂટી પડી. ગેસ સિલિન્ડરમાં લાગેલી આગ જોતજોતામાં આખી વસાહતને પોતાની ગોદમાં લઇ લીધી.
આવી ભયાનક ક્ષણોમાં જ્યારે લાગી રહ્યું હતું કે બધું નષ્ટ થવા પર છે, ત્યારે સ્વયંસેવકોએ એવું કરી દેખાડ્યું જે માનવ સાહસની પરાકાષ્ટા હતી. ઘટનાના સમયે દામૂનગરની નજીકની શાળામાં સંઘના સ્વયંસેવકો દ્વારા સંચાલિત જનકલ્યાણ સમિતિના સ્વયંસેવક શશિભૂષણ શર્મા કેટલાક અન્ય સ્વયંસેવકોની સાથે ઉપસ્થિત હતા. ત્યાં ભયાનક ધડાકાનો અવાજ સંભળાયો કે તરત જ ઉમેશ દામલે, પ્રદીપ શર્મા, ચાંદ રૈના, સંજય ખેતાન અને મનોજ જેવા કેટલાય સ્વયંસેવકો તે અવાજની દિશામાં દોટ મૂકી. નજીકની દામૂનગર વસાહતથી તેમને આગની ભભકતી જ્વાળાઓ દેખાઇ. તેમણે ફાયર બ્રીગેડને સૂચના કરી અને એકપણ ક્ષણ બગાડ્યા વગર બધાએ તે વસાહતની અંદર ધસી ગયાં.
વસાહતમાં બધી બાજુ માત્ર આગ જ આગ હતી. બેબાકળા લોકો પોતાને બચાવવા આમ-તેમ દોડી રહ્યાં હતાં. ત્યારે શશિભૂષણજીએ આગ પકડી ચૂકેલો સિલિન્ડર જોયો, જીવને મૂઠ્ઠીમાં બાંધી સિલિન્ડર તરફ ધસી જઇ તેને લોકોથી દૂર નાખ્યો. એક ક્ષણનો પણ વિલંબ શશિજી સાથે કેટલાય લોકોની બલી લઇ લેત. તરત જ તેમણે જોયું, કે આ ભાગંભાગમાં એક અપંગ વૃદ્ધા માતાને કચડીને લોકો ભાગી રહ્યા હતા. શશિભૂષણજીએ તે જોઇ તે માતાને પોતાની ભુજાઓમાં ઉઠાવી હેમખેમ બહાર લઇ આવ્યા. સમિતિના સંગઠનમંત્રી અને પૂર્ણકાલીકના સહદેવજીના કહેવા પ્રમાણે આ દુર્ઘટનાના એક જ કલાકમાં દહિસરથી માંડી જોગેશ્વરી સુધીના 350 જેટલા સ્વયંસેવકો ઘટના સ્થળ પર પહોંચી ગયાં. આંધાધુંધીમાં 70 જેટલા બાળકો ખોવાઇ ગયાં હતાં જેમને શોધી તેમના માતા-પિતા સુધી પહોંચાડવાનું કામ સ્વયંસેવકોએ કામ કર્યું.
આ અગ્નિકાંડમાં 2 વ્યક્તિઓના મરણ થયાં અને 1200 પરિવારો વિખરાઇ ગયા હતાં. આગ ઓલવાઇ જતાં પીડિતોની રહેવાની વ્યવસ્થા લોખંડવાલા મેદાનમાં તંબુઓ તાણી કરવામાં આવી. પરંતુ લોકો પોતાના રાખ બની ગયેલા ખોરડાંઓથી અળગા થવા તૈયાર નહોતા કારણકે તંત્ર દ્વારા મળતા વળતરની યાદીમાંથી તેઓ ચુકી ન જાય તેની ચિંતા હતી. સંઘે પાંચ દિવસો સુધી વ્યાપક રાહતકાર્ય કર્યું. કુલ 35 લાખનું ધનસંગ્રહ સ્વયંસેવકોના પ્રયત્નોથી થયું. પીડિતોને ભોજન ઉપરાંત ઘરગથ્થુ વસ્તુની કીટોનું વિતરણ થયું. તત્કાલિન ત્યાંના નગર મેજિસટ્રેટના પદાસિન પ્રશાંતિ માનેએ જણાવ્યું કે સ્વયંસેવકોનું સાહસ અદમ્ય હતું. પ્રશાસને મૃતકોના સ્વજનો સુધી વળતર પહોંચાડવા માટે સ્વયંસેવકોની મદદ લીધી હતી.
શશિભૂષજી બતાવે છે કે માત્ર વસાહત અને આજુબાજુના લોકોનો જ નહીં પણ આખા મુંબઇથી સ્વયંસેવકોને આર્થિક સહયોગ મળ્યો હતો. એક ગરીબ વૃદ્ધા માતાએ તો પોતાની ફાટેલી પોટલીમાંથી બચેલા છેલ્લા ચોખા પણ આ પીડિતો માટે આપી દીધા જે સૌથી અદભુત દાન હતું.
- સાચે જ દામૂનગરમાં લાગેલી આગ પ્રચંડ હતી પરંતુ સ્વયંસેવકોના સેવા સમર્પણની સામે તેની પ્રચંડતા પણ હારી ગઇ અને હજ્જરો લોકોના જીવનની રક્ષા થઇ શકી.
સંપર્ક – સહદેવ સોનવણે
9967897850
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।