सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

અંધકારમાં ડૂબેલા લોકોને આપી ઉજાસની મશાલ (ઓરિસ્સા)

ડૉ. જનક દવે | ઓરિસ્સા

parivartan-img

ફેનીનો ઈટાલીયન ભાષામાં અર્થ થાય છે મુક્ત. 200 કિ.મી પ્રતિ કલાકથી વધુ ગતિથી અનિયંત્રિત હવાઓએ ઓરિસ્સામાં જે ત્રાસદી વરસાવી છે તે કલ્પનાતિત હતું. કટક, ભુવનેશ્વર, ખુર્દા, પુરી સાથે પાંચ જીલ્લામાં મોટેભાગનો વિસ્તાર અંધારામાં ડૂબી ગયો હતો. એક લાખ છપ્પન હજાર વિજળીના થાંભલા ઉખડી ગયાં હતા. દોઢ કરોડથી વધુ નારિયળ ના વૃક્ષો તેજ પવનના કારણે ધરાશયી થઇ ગયાં હતાં. ગામોના ગરીબ ખેડૂતો પાસે નહોતી જમીન વધી કે નહોતા ઘર બચ્યાં. 64 લોકો અને  અને 65000 ઢોર આ ભયંકર વાવાઝોડામાં ગરકાવ થઇ ગયાં હતાં. મકાનો છાપરાં વગરના થઇ ગયાં હતાં તેવાં લોકોને આશરો આપવા સૌથી પહેલા સંઘના સ્વયંસેવકો પહોંચ્યા.

ઓરિસ્સામાં સંઘના સ્વંસેવકો દ્વારા ચલાવવામાં આવતી ઉત્કલ વિપન્ન સહાયતા સમિતિના 1500થી વધુ સ્વયંસેવકોએ 5મી મે 2019 થી છેલ્લે સુધી પીડિતોને મદદ માટે દિન રાત એક કરી દીધાં હતાં. સમિતિ દ્વારા ચાલી રહેલા રાહત શિબિરોમાં 96000થી  વધુ  લોકોને ભોજન કરાવ્યું. 1.2 લાખ તાડપત્રી કામચલાઉ છત માટે આપી આ પરિવારોને જૂન મહિનાના વરસાદથી બચાવવાનો પ્રયાસ કર્યો.


સમિતિના સદસ્ય બિજાય સ્વાઈનના જણાવ્યા પ્રમાણે જરૂરતો ઘણી હતી પરંતુ સંસાધન ઓછા હતાં. રોગચાળાથી બચવા 4,00,000 મચ્છરદાની વહેંચવા છતાં 4% લોકોને જ મદદ પહોંચાડી શક્યા. અંતરિયાળ ગામ હોય કે પુરી, કટક કે ભુવનેશ્વરની ઝુંપડપટ્ટીઓ હોય, ત્યાં સુધી સોલાર લેમ્પ પહોંચાડ્યાં. 

ભુવનેશ્વરથી 25 કિલોમીટર દૂર આવેલા નાનકડા ગામનું જ ઉદાહરણ જોઇએ, તો આ ક્ષેત્રનો રોકડિયો પાક પાન સંપૂર્ણ નાશ પામ્યો. આ મુસ્લિમ બહુસંખ્યક ગામના લોકોની પરિસ્થિતિ પણ ખરાબ હતી. આવાજ એક સૈફુદ્દિન નામના ખેડૂતને ત્યાં તાડપત્રી અને મચ્છરદાની આપવા ગયાં ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયાં. આ ગરીબ ખેડૂતે રડતા રડતા કહ્યું કે અત્યાર સુધી હું સંઘવાળાઓને દુશ્મન સમજતો હતો, તેઓ જ સૌથી પહેલા અમારી મદદ માટે પહોંચ્યાં. 


આ આપત્તિથી પહોંચેલી ક્ષતિની ભરપાઇ રાહત સામગ્રીથી આપવાથી થવાની નથી. પીડિતોનું પુનર્વસન કરવું પડશે. સંઘના પૂર્વ ક્ષેત્રના ક્ષેત્ર સેવાપ્રમુખ જગદીશજીએ આગામી યોજના પર પ્રકાશ પાડતાં કહ્યું કે, અમે રોજગાર પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છીએ. આ પરિવારો નારિયેળ, સોપારી અને કાજુના વૃક્ષો લગાવીશું, જે ઘરની આવકનો સ્રોત બને. સરકારી (ગોચર કે ખરાબાની) જમીન પર ચંદનના વૃક્ષો લગાવીશું.

વરસાદ આવતા પહેલાં પ્લાસ્ટિકના છાપરાં આપવામાં આવશે. વાવાઝોડાએ સમુદ્ર કિનારાના ઉંચા વૃક્ષો જેને અમે ઝૂમ જંગલ કહીએ છીએ ધરાશયી કરી દીધાં છે, જેના કારણે મોસમી પવનો સીધાં નગરોમાં પ્રવેશી શકે છે, આ જંગલોનો વિકાસ ફરીથી કરવાની યોજના સંઘે બનાવી છે. 


આજીવિકા માટે 50 પરિવારોને હોડી આપવામાં આવી છે અને વધુ હોડીની યોજના પણ બની છે. પાન(રોકડિયા પાક)ની ખેતી પર આધારિત 600 પરિવારોના પુનર્વસનના પ્રયાસો પણ થયાં છે. 14 એમ્બ્યુલંસની સાથે 24 કલાક ઉત્કલ વિપન્ન સહાયતા સમિતિથી જોડાયેલા ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની ટુકડીઓએ આ ક્ષેત્રને રોગચાળો ફેલાવાથી તો બચાવી લીધો પરંતુ નિરંતર પ્રાથમિક સારવાર કેન્દ્રોનો નથી જેમનો વિકાસ કરવાના પ્રયાસો ચાલે છે.  

સંપર્ક : સુદર્શનજી 

9439194221

850 Views
अगली कहानी