नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
ગોવા
બધાની નજર ટીવી સ્ક્રીન પરા હતી. 1000 મીટર રોલર સ્કેટીંગ સ્પર્ધાનું પરિણામ જાહેર થવાનું હતું. વર્લ્ડ સમર ગેમ્સ 2015, લૉસ એન્જેલસમાં જેવું કુશલ રેશમનું નામ સુવર્ણ ચંદ્રક વિજેતા તરીકે ઘોષિત થયું કે કેશવ સાધનામાં બધાં જ લોકો ખુશીથી ઉછળી પડ્યાં. ગોવાના ડિચોલીમાં મનોરુગ્ણ બાળકો માટે સંઘના સહયોગથી ચાલતી આ વિશિષ્ટ શાળાના સેવાભાવી કાર્યકર્તાઓ માટે કુશલને સુવર્ણ ચંદ્રક એક આકરી લડાઇનો હાશકારા વાળો અંત હતો.
સંસ્થાના સચિવ અને સંઘના વિભાગ સંઘચાલક નાનાજી બેહરેના કહેવા પ્રમાણે જ્યારે બાળકો અહીં આવ્યાં ત્યારે તેમના માતા-પિતા તેમને વાગે નહીં તે માટે રમવા દેવા તૈયાર નહોતા. સ્કેટીંગ જેવી ભયજનક સ્પર્ધા માટે પ્રશિક્ષક પાસે તાલિમ અપાવવી અને વળી રમવા વિદેશ મોકલવા માટે તેમને મનાવવા ખૂબ જ કપરું હતું.
કુશલની જીતની યત્રા અહીં જ નથી રોકાતી, આ પ્રતિભાશાળી બાળકે તેના પછી આ જ સમર ગેમ્સમાં 200 × 2 મીટર (રીલે)માં પણ સુવર્ણ અને 300 મીટરમાં કાંસ્ય જીત્યો. આ જ શાળાની 13 વર્ષીય રિયાગાવડેએ 1000 મીટર અને 300 મીટરની રિંક અને રિલે રેસમાં રજત, 100×2 મીટરમાં કાંસ્ય પદક મેળવ્યો તેની સાથે સાથે શાળાની એક બીજી બાલિકા ઉર્મિલા પરબેએ 300 મીટર રોલર સ્કેટીંગમાં કાંસ્ય પદક મેળવ્યું. આ જીત અને તેના પછીની ખુશી પર જેટલો અધિકાર બાળકોના માતા-પિતાનો હતો તેટલો જ તેમના પ્રશિક્ષક પ્રેમાનંદ નાઈક અને સંસ્થાના આ સમર્પિત કાર્યકર્તાઓનો હતો જેમણે આ બાળકોનું મનોબળ વધારવાનું અને તેઓમાં આત્મવિશ્વાસ જગાડવા દિવસ-રાત મહેનત કરી હતી.
સંસ્થાએ ગોવામાં સેવાકાર્યોની શરુઆત અતિ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ બાળકોને છાત્રાલયમાં રાખી ભણાવવાથી કરી. પરંતુ એક સર્વેક્ષણથી તેમને ધ્યાનમાં આવ્યું કે, માત્ર ડિચોલીમાં 300 મનોરુગ્ણ બાળકો છે, જેમના માટે કોઇ શાળા જ નથી. ત્યારે તેમના માતા-પિતાના અનુરોધથી વર્ષ 2004માં અહીં અને 2011માં વાલ્પોઈમાં વિશિષ્ટ શાળાની સ્થાપના કરવામાં આવી.
આજે આ બન્ને શાળામાં 160 જેટલા બાળકો ભણે છે. ભણતર અને રમતની સાથે આ બાળકોને રાખડી બનાવવી, દીવા શણગારવા, પેપર આર્ટ જેવી વસ્તુઓ બનાવતા શીખવાડવામાં આવે છે. આવી જ અનેક પ્રવૃત્તિઓમાં કુશળ બાલિકા વિભા અજિત કાણેકરને વર્ષ 2010માં બાલશ્રી પુરસ્કાર મળ્યો મળ્યો છે. કેશવ સધનામાં વર્ષોથી આ બાળકોના ફિજિયોથેરેપીસ્ટ સુ.શ્રી ડૉક્ટર લૉરેન સલડાના માને છે જે લોકો આ બાળકોને અશક્ત માને છે કદાચ તેમને તેમની યોગ્યતાઓની સમજ નથી. તેણી કહે છે કે આ બધાં બાળકોમાં અસીમિત શક્યતાઓ ભરેલી છે. માત્ર તેમને માર્ગ બતાવવાની જરૂરત છે, જે કાર્ય કેશવ સાધના સમિતિ – ગોવાકરે જ છે. આ બાળકો માટે આ પંક્તિઓ એકદમ યોગ્ય બેસે છે
“આ કાતર આપણને ઉડતા અટકાવશે, શું આપણે આપણા આત્માઓ સાથે ઉડતા નથી”
સંપર્ક – લક્ષ્મણ બહેરે (નાનાજી)
મો. નં 09422443165
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।