सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

મૃત્યુના મુખેથી બચી ગયેલા માસુમ

નિર્મલાબેન સોની | મધ્યપ્રદેશ

parivartan-img

જ્યારે અગ્નિ પ્રચંડ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માણસ લાચાર બની જાય છે. પરંતુ ક્યારેક માણસની હિંમત સમક્ષ અગ્નિ પણ શરણે થઈ જાય છે.  23 નવેમ્બર 2017 આ દિવસ ઈન્દોર (મધ્યપ્રદેશ)ના ઈતિહાસમાં કાળી શાહીથી લખવામાં આવ્યો હોત, જો સરકારી હોસ્પિટલ M.Yમાં લાગેલી આગમાં ફસાયેલા  48 બાળકોને બચાવવા માટે કેટલાંક દેવદૂતોએ પોતાના જીવની બાજી ન લગાવી હોત .. બાળકોના ઇમર્જન્સી વોર્ડમાં લાગેલી આગમાં બધું નાશ પામે તે પહેલા ત્રણ લોકોએ વોર્ડના કાચ તોડીને બાળકોને કાઢવાનું શરૂ કર્યું.

તેમને જોઈને હોસ્પિટલનો બાકીનો સ્ટાફ પણ મદદ માટે આગળ આવ્યો. દિનેશ સોની, રમેશ વર્મા અને ગજેન્દ્ર રસીલે એ ત્રણેય હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે ચાલતા સેવા ભારતીના પ્રકલ્પના કાર્યકર્તા હતા. ગરીબ અને અસહાય દર્દીઓને તપાસથી સારવાર સુધી તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે, સેવા ભારતી ઇન્દોર દ્વારા આ સહાય કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી હોસ્પિટલના પરિસરમાં સેવાભારતી સેવાપ્રકલ્પ નામથી ચાલે છે. આ પ્રકલ્પ હેઠળ સહારા વોર્ડમાં દરેક નિરાધાર દર્દીને દરેક રીતે મદદ કરવામાં આવે છે.


ગજેન્દ્ર રસીલે  23 નવેમ્બરની ચર્ચા કરતા જ ભાવુક થઈ જાય છે. આગનો અવાજ સાંભળીને, જ્યારે તે તેના બે સાથીઓ સાથે વોર્ડની નજીક પહોંચ્યો,  ત્યાં અંધાધૂંધી હતી, બાળકો ગભરાઈને ચીસો પાડી રહ્યા હતા, પરિવાર ખરાબ હાલતમાં હતો, પછી એક પણ  સેકન્ડ ગુમાવ્યા વગર આ ત્રણેય, કાચની પેનલ તોડીને ICU માં દાખલ થયા અને બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું અને જોતજોતામાં  48 બાળકોને બધાની મદદથી આગમાંથી બચાવી લીધા. પ્રકલ્પના કાર્યકર્તા મહેન્દ્રભાઇ જૈનના મત મુજબ આ કાર્યકર્તાના પરદુખભંજન સ્વભાવને લીધે જ કદાચ તેમને આગનો સામનો કરવાની હિંમત આવી હતી.

જેઓ પોતાનો સમય આ ગરીબ દર્દીઓની દેખભાળ માટે ખર્ચે છે કે જેમના પરિવારના સભ્યો તેમને તેમના હાલ પર છોડી દે છે. પ્રોજેક્ટની પોતાની એમ્બ્યુલન્સ છે. જે ઈન્દોરમાં ઈજાગ્રસ્ત દર્દીઓ માટે 24 કલાક દરેક જગ્યાએ પહોંચે છે.

સંપર્ક વિગતો: મહેન્દ્ર જૈન

 સંપર્ક નંબર: 942053953

1563 Views
अगली कहानी