सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

પૂરથી બચાવ્યું હજારોનું જીવન - ગુજરાત પૂરમાં સ્વયંસેવકોનો ભગીરથ અભિયાન

ડૉ. જનક દવે | ગુજરાત

parivartan-img

આમ તો મોટે ભાગે આપત્તિઓ બતાવીને નથી આવતી.પણ કેટલીક વાર તે પોતાની આવવાની ઘોષણા કરી જાય છે. એવું જ કાંઇક જુલાઇ 2017માં ગુજરાતમાં બન્યું. રાજસ્થાનના જૈતપુરા બાંધથી નીકળેલી પ્રચંડ જળરાશી ગુજરાત આવતા તો ભયંકર પૂરમાં પરિવર્તિત થઇ ગઇ.  જે ગામોના લોકોએ પોતાના ગામમાં અત્યારસુધી જીવનમાં 2 ફીટ પાણી પણ નહોતું જોયું તેઓ પ્રશાસનની ભયની ચેતવણીને ગંભીરતાથી કેમ લે?  પહેલી સૂચના મળતાં જ પોતાના માથે કફન બાંધી સ્વયંસેવકો સંભવિત ડૂબમાં આવનાર ગામોમાં એક્શન પ્લાન બનાવી નીકળી પડ્યાં. સ્વયંસેવકોની જાગૃતિના અને તત્પરતાના કારણે હજારો જીવન બચાવી લેવામાં આવ્યાં.

જે ક્ષણે પ્રશાસને રાજસ્થાનના બાંધમાંથી ગુજરાત તરફ ગતિથી પ્રચંડ અને અનિયંત્રિત પૂરના સ્વરૂપે આવતી જળરાશીની ચેતવણી પ્રસારિત કરી કે તરત જ સંઘની ટીમ સક્રિય થઇ ગઇ.  23 જુલાઇની રાતે લગભગ 1 વાગે જીલ્લા સેવાપ્રમુખ (પાલનપુર જીલ્લા)ગોવિંદભાઇ પ્રજાપતિને આ ખબર મળી તો તત્કાલ ધાનેરા, ડીસા વગેરેના વરિષ્ઠ સ્વયંસેવકો વચ્ચે મોબાઇલ પર જ આપાત બેઠક થઇ અને આવનારી આપત્તિને પાર પાડવા એક સમિતિનું ગઠન થયું. નિર્દેશ મળતાં જ સ્વયંસેવકોની ટોળીઓ પોતાના સુરક્ષિત ઘરોથી નીકળી નીચાણ વાળા સંભવિત પૂરમાં ડૂબી શકે તે વિસ્તારોમાં નીકળી પડ્યા. ગાડીઓ પર માઇક લગાવી આખી રાત ગામે ગામ જઇ જાહેરાતોનો ક્રમ ચાલુ કર્યો.


એક્લા ધાનેરા તાલુકાના જ 8000 જેટલા લોકોના જીવ બચાવી શકાયા. એક અહેવાલ પ્રમાણે આખી આપત્તિ દરમ્યાન 1871 સ્વયંસેવકોએ દિવસરાત સેવાકાર્યમાં લાગી 550000 ફૂડ પેકેટ, 23000થી વધુ ગ્રોસરી કીટ, પાણીની બોટલો, પાથરણાં અને તંબુ પીડિત પરિવારોમાં વહેંચ્યાં. સંઘથી જોડાયેલા 123 ડૉક્ટરોની એક પૂરી ટીમે પૂર ગ્રસ્ત સંપૂર્ણ વિસ્તારમાં 202 મેડિકલ કેમ્પોમાં 23242 રોગીઓની સારવાર કરી. 

ગુજરાતમાં આવેલા આ ભયંકર પૂરનું સ્વરૂપ ખૂબજ દર્દનાક હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, ડીસા, લાખણી ગામોથી 100000થી વધુ ઢોર ઢાંખર અને 100થી વધુ માણસો સૂતા સૂતાં જ મોતની ગોદમાં સમાઇ ગયાં. મૃત્યુ પામનારાઓમાં એવા લોકો હતાં કે જેઓ કાંતો સ્વયંસેવકોએ સમજાવ્યાં છતાં માન્યાં નહી અને ઘર છોડ્યું નહીં અથવા જે લોકો સુધી માઇકની સૂચના પહોંચી શકી નહી. કાંકરેજ તાલુકાના ખારીયા ગામના તો એક જ પરિવારના 17 જણા પાણીમાં ગરકાવ થઇ ગયાં. પાણી ઉતરતાં જ આ લાશોના અંતિમ સંસ્કાર દરમ્યાન તેમના શોકાકુળ સ્વજનોની સાથે કેટલાય યુવા સ્વયંસેવકોની પણ આંખો ભરી આવી.

પ્રશાસનની સામે સૌથી મોટો પડકાર એ હતો કે પાણીથી ઘેરાયેલા લોકોને સુરક્ષિત સ્થાનો પર કેવી રીતે લઇ જવાં. મહેસાણા વિભાગના સંપર્ક પ્રમુખ ડૉ નિખિલના જણાવ્યા પ્રમાણે સેના પહોંચતા પહેલા જ સ્વયંસેવકોએ દોરડાંના સહારે લોકોને બહાર કાઢવાનું શરુ કરી દીધું હતું. એન.ડી.આર.એફ્ની ટીમોને પણ બચાવ અને રાહત કાર્યોમાં સ્વયંસેવકોએ પૂરો સહયોગ આપ્યો. અદાણી મેડિકલ કૉલેજના વિદ્યાર્થી અને સ્વયંસેવક જય પટેલ પોતાના મિત્રોની સાથે મેડિકલ કીટ લઇ પૂરગ્રસ્ત આબિયાણા અને રાધનપુર માટે ચાલ્યા, તો દુર્ગમ રસ્તાઓ પર કેટલાય કિલોમીટર ચાલવું પડ્યું. છેવટે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી આ ઉત્સાહી યુવાટીમે કેટલાંય દિવસો સુધી પીડિતોની સેવા માટે દિવસ રાત એક કર્યાં.

પૂરનું પાણી અને તેની સાથે આવેલ કાદવથી ભરેલા ગામોમાં વીજળી ઠપ્પ થઇ ગઇ હતી. મોબાઇલ નેટવર્ક પણ કામ નહોતું કરતું. આવી વિકટ સ્થિતિમાં પણ તેનો સામનો કરી ટૉર્ચના પ્રકાશમાં જ લોકોની સારવાર કરવામાં આવી. આ યુવા સ્વયંસેવકોએ તમામ કષ્ટોને અવગણી સંઘની શાખામાં મળેલા માનવ સેવાના મંત્રનું પૂરી નિષ્ઠાથી પાલન કર્યું. વિભાગ સેવા પ્રમુખ નટુભાઇ જોશીના કહેવા પ્રમાણે આ અભિયાનમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, જલારામ મંદિર ડીસા અને થરા, સંતરામ મદિર નડિયાદ, આર્ટ ઑફ લિવિંગ, રામદેવ પતંજલી, રામકૃષ્ણ મિશન, જય ગુરુદેવ, દાદાની વાડી તેમજ કેટલીય સામાજિક, ધાર્મિક સંસ્થાઓએ સંઘટીમના નેતૃત્વમાં ખભેથી ખભો મેળવી કામ કર્યું 

સંપર્ક – નટુભાઇ જોશી

સંપર્ક નંબર – 9429259143

1389 Views
अगली कहानी