सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

શ્રી સૂર્યનારાયણરાવ : સ્વયંસેવકોના પુરુષાર્થને સેવાથી જોડનાર મહાન સંગઠક

સેવાગાથા | મહારાષ્ટ્ર

parivartan-img

દિલ્હીમાં ગોલવલકરજી સાથે સુરુજી

સ્વયંસેવકોના પુરુષાર્થને સેવાથી જોડનાર મહાન સંગઠક - શ્રી સૂર્યનારાયણરાવ 

કેટલાક લોકો ઈતિહાસના અભિન્ન અંગ છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે જેઓ પોતે ઈતિહાસ રચે છે. દક્ષિણ ભારતમાં પ્રતિકૂળ સંજોગોમાં કામ કરીને ઈતિહાસ સર્જનાર યુવકની આ વાત છે. સંઘમાં સુરુજી તરીકે જાણીતા સ્વર્ગસ્થ સૂર્યનારાયણરાવજીનું જીવન સેવાની નવી વિભાવનાઓને જન્મ આપવાની અને સ્વયંસેવકોના પ્રયત્નોને કરુણા સાથે જોડવાની અનોખી યાત્રા છે.

માત્ર 22 વર્ષની ઉંમરે, સંઘના પ્રચારક બનેલા સૂર્યનારાયણરાવજીએ તમિલનાડુમાં અલગતાવાદી દળોના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા અને સામાન્ય લોકોમાં સામાજિક સમરસતાના બીજ વાવ્યા. દરેક શાખાએ એક સેવાકાર્યની જવાબદારી લેવી જોઈએ તેવો મંત્ર આપતા તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા વિભાગની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 20 ઓગસ્ટ 1924ના રોજ મૈસુર, કર્ણાટકમાં જન્મેલા સુરુજીએ સંઘના પ્રથમ અખિલ ભારતીય સેવાપ્રમુખ તરીકે 10 વર્ષ ગાળ્યા અને સ્વયંસેવકોને સેવા સાથે જોડ્યા માત્ર નહીં પરંતુ દેશભરમાં સેવાકાર્ય માટે એક એક્શન પ્લાન પણ તૈયાર કર્યો. કર્ણાટકમાં મૈસૂર સંસ્થાના સેક્રેટરી એવા કોર્ટગેરે કૃષ્ણપ્પાની પત્ની સુંદરમ્માએ જ્યારે પ્રથમ બાળકને જન્મ આપ્યો ત્યારે તેમને ખબર નહોતી કે આ બાળક આટલું સફળ થશે. બાળપણમાં સુરુજીને સંઘના બીજા સરસંઘચાલક ગોલવલકર ગુરુજીનો સાથ મળ્યો. ગુરુજી જ્યારે પણ કર્ણાટકની મુલાકાતે આવતા ત્યારે તેમને આ પરિવારમાં જ રહેવાનું થતું હતું. તે તેના દેશભક્ત માતાપિતાના મૂલ્યોના પ્રભાવને કારણે હતું કે તે 22 વર્ષની ઉંમરે ગણિતમાં ઓનર્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી પ્રચારક બન્યા. જો કે સૂર્યનારાયણરાવજીએ એક પ્રચારક તરીકેના જીવનકાળમાં ઘણી ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ આપણે જે ભૂમિકાની ચર્ચા કરી રહ્યા છીએ તે તેમની સંગઠનકુશળતા સમગ્ર રાષ્ટ્રને પ્રભાવિત કરે છે.


1972માં જ્યારે સૂર્યનારાયણ રાવજીને તમિલનાડુના પ્રાંત પ્રચારકની જવાબદારી મળી ત્યારે તે રાજ્યમાં ભાષાકીય અલગતાવાદ ચરમસીમા પર હતો. તેમને તમિલ આવડતું નહોતું, પરંતુ તમિલ શીખ્યા પછી તેમણે સમાજના તમામ વર્ગોને સંઘ કાર્ય સાથે જોડવાનું શરૂ કર્યું. સતત 13 વર્ષ સુધી, 1984 સુધી, તેમણે તમિલનાડુના પ્રાંત પ્રચારક તરીકે દેશભક્ત યુવાનોના પ્રયત્નોને જાગૃત કરવા તેમજ સામાજિક સમરસતા નિર્માણ માટે સતત કામ કર્યું. તેમના વિશે ચર્ચા કરતા માનનીય ભૈયાજી જોષી, જેઓ ૧૨(બાર) વર્ષ સુધી સંઘના સરકાર્યવાહ હતા, તેઓ કહે છે કે એક તરફ, સૂર્યનારાયણરાવજીએ સમાજમાં સ્વાભિમાન જગાવવાના પ્રયાસો કર્યા અને બીજી તરફ દલિત પૂજારીઓને તાલીમ આપીને, મંદિરના દરવાજા બધા માટે ખુલ્લા કર્યા હતા. એક એવો સમાજ કે જ્યાંથી લોકો સામાન્ય અંતર જાળવતા હતા, જ્યારે તે પૂજારી તરીકે સ્થાપિત થયો, ત્યારે સમાજનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. એ વાત સાચી છે કે જ્યાં લોકો વચ્ચેનું અંતર વધે છે ત્યાં જ અલગતાવાદના મૂળીયા મજબૂત થાય છે. જ્યારે મંદિરના દરવાજા બધા માટે ખોલવામાં આવ્યા, ત્યારે આ સંવાદિતાના વાતાવરણે અલગતાવાદીઓના મૂળ પણ નબળા કરી દીધા.

અખિલ ભારતીય સહસેવાપ્રમુખ તરીકે સૂર્યનારાયણરાવજી સાથે સંકળાયેલા ભૈય્યાજી જોશીના જણાવ્યા અનુસાર, સ્વામી વિવેકાનંદજીના વિચારોનો સુરુજીના જીવન પર ઘણો પ્રભાવ હતો. વિવેકાનંદજીના "નર સેવા, નારાયણ સેવા"ના વિચારોને મુદ્રાલેખ તરીકે લઈ તેઓ સ્વયંસેવકોને કહેતા કે કોઈને ભૌતિક સુવિધાઓ આપવી એ નીમ્ન કક્ષાની સેવા છે.  સેવિતની પૂજા કરીને, તેને ભગવાન માનીને સેવા કરવી જોઈએ. દરેક સેવા લેનારને સેવક બનાવવો એ જ સાચી સેવા છે. તેમના સહજ, સરળ સ્વભાવને કારણે તેઓ દરેક કાર્યકર્તાને તેઓ પોતિકા જ લાગતા હતા, તેથી જ તેઓ આ વિચારો સ્વયંસેવકોના મનમાં બેસાડી શક્યા.

1990 માં, જ્યારે સૂર્યનારાયણરાવજીએ પ્રથમ અખિલ ભારતીય સેવાપ્રમુખની જવાબદારી સંભાળી, ત્યારે સેવા વિભાગ એ સંઘમાં એક નવો પ્રયોગ હતો. કોઈપણ વિષયમાં વ્યવહારિકતા હંમેશા પડકારરૂપ હોય છે, આ પડકાર ઝીલવાનો સુરુજીનો સ્વભાવ પણ હતો. તેઓ કાર્યકર્તાઓને પ્રયોગ કરવાની સ્વતંત્રતા આપતા હતા, કદાચ તેથી જ સંઘના પ્રથમ અખિલ ભારતીય સેવાપ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સેવાવિભાગના કાર્યને પણ અનુરૂપ ગતિ મળી. સમગ્ર વસ્તીમાં સંસ્કાર કેન્દ્ર પરિવર્તનનું વાહક બનશે એન્જ સૂર્યનારાયણરાવજીનું આ ચિંતન આજે સમગ્ર દેશમાં ચાલતા સંસ્કાર કેન્દ્રો દ્વારા થઈ રહેલા સકારાત્મક પરિવર્તનનો આધાર બન્યું, સંઘ માટે  ચાલતા ફરતા આર્કાઈવ કહેવાતા એક તેજસ્વી વિદ્વાન હતા. તેમના માર્ગદર્શન હેઠળ વિકાસ પામેલ એવા .. દક્ષિણ ક્ષેત્રના સહ-બૌદ્ધિકપ્રમુખ  ગોવિંદ જી કહે છે કે સૂર્યનારાયણરાવજીને હિન્દી, અંગ્રેજી અને તમિલ ભાષા પર સારી પકડ હતી. સુરુજી જ્યાં પણ બૌદ્ધિકો વચ્ચે સંઘના કાર્યને સમજાવવા ગયા હતા, ત્યાં તેઓ અસ્ખલિત અંગ્રેજીમાં વિષયને અસરકારક રીતે રજૂ કરીને તે સમયના વિદ્વાનોને સંગઠન સાથે જોડવામાં ઘણી હદ સુધી સફળ થયા હતા. તેઓ કહે છે કે સૂર્યનારાયણરાવજી તેમના રોકાણ દરમિયાન હંમેશા વાલ્મિકી સમાજના સ્વયંસેવકના ઘરે ભોજન લેતા હતા. ખાસ કરીને મહેતર સમાજના લોકો કે જેમને સમાજ હંમેશા અસ્પૃશ્ય ગણાવતો હતો, તે ઘરોમાં ખૂબ પ્રેમથી ભોજન લેતા હતા. સ્વયંસેવકોને જણાવ્યું હતું કે જેમ આપણી માતા બાળપણમાં આપણી ગંદકી સાફ કરે છે તેમ આ સમાજ આપણા ઘરોને પણ સ્વચ્છ રાખે છે. શું આપણે આપણી માતાને અસ્પૃશ્ય ગણીએ છીએ? આપણે તેમના ઋણી રહેવું જોઈએ. તેમણે આ સમાજને પ્રતિષ્ઠા અપાવવા અર્થપૂર્ણ પ્રયાસો કર્યા.


કરુર (તામિલનાડુ) ખાતે 2013માં સંઘ શિક્ષા વર્ગનું વિદાય સમારંભ.

1989 માં, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આદ્ય સરસંઘચાલક ડૉ. હેડગેવારજીની જન્મશતાબ્દી ઉજવવાનું આયોજન કર્યું, ત્યારે પ્રથમ વખત આ વિશાળ કાર્ય માટે ભંડોળની વ્યવસ્થા કરવાની જરૂરિયાત અનુભવાઈ. રાષ્ટ્રીય સેવા ભારતીનો જન્મ 2003 માં સૂર્યનારાયણરાવજીના સેવાકાર્યોના વિસ્તરણ અને તેના કાયદાકીય પાસાઓને સંભાળવા માટે ભંડોળની વ્યવસ્થા કરવાના આ મહત્વપૂર્ણ કાર્ય માટે ટ્રસ્ટ બનાવવાના વિચારથી થયો હતો. એટલું જ નહીં, આ નાણાનો ક્યાં ઉપયોગ થાય છે અને તેના શું પરિણામો આવે છે તેની માહિતી સમાજને આપવા સુરુજીની પ્રેરણાથી સેવા-દિશા મેગેઝિનનું પ્રકાશન શરૂ થયું હતું.

સતત 10 વર્ષ સુધી અખિલ ભારતીય સેવાપ્રમુખ રહીને તેમણે દેશના ખૂણે-ખૂણે પ્રવાસ કર્યો અને સર્વત્ર "સેવા હૈ યજ્ઞ કુંડ, સમિધા સમ હમ જલે" સંદેશ ફેલાવ્યો. સેવાવિભાગની લગામ સમયસર આગામી પેઢીને સોંપી દેવી જોઈએ તે વિચારને અમલમાં મૂકવા માટે સુરુજીએ પોતે 75 વર્ષની વયે જવાબદારીમાંથી મુક્તિ માંગી હતી. એક મહાન સંગઠક, એક શક્તિશાળી વિચારક, એક અજોડ સંવાદકાર અને મજબૂત ટીમ લીડર તરીકે માનનીય સૂર્યનારાયણરાવજી તેમના મૃત્યુના થોડા વર્ષો પહેલા સુધી કેન્દ્રીય ટોળીના સભ્ય રહ્યા, અને જ્યાં સુધી સ્વાસ્થ્ય સારુ રહ્યું ત્યાં સુધી, દક્ષિણ ભારતના દરેક સંઘ શિક્ષા વર્ગમાં જઇ સ્વયંસેવકોને માર્ગદર્શન આપતા હતા. 19 નવેમ્બર 2016 ના રોજ બેંગલુરુની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા તેના બે અઠવાડિયા પહેલા પણ, તેમણે સંઘના કાર્ય વિશે વધુ ચર્ચા કરવા સ્વયંસેવકોને મળવાનું ચાલુ રાખ્યું.

નિર્મલા સોની: અનુવાદક

349 Views
अगली कहानी