सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

સેવાને સમર્પિત-ભારતીય નારી

નીરજ પટેલ | મહારાષ્ટ્ર

parivartan-img

અસ્તવ્યસ્ત એવા નાના ઓરડામાં ક્ષય જેવા ગંભીર રોગથી પીડાતો 11 વર્ષનો સોનુ પોતાની 6 વર્ષની બહેન ખુશ્બૂની સાથે ક્યાંકથી માંગીને લાવેલી દાળ આજે પણ પાણીની સાથે વઘારવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ કિશોરી વિકાસ કેન્દ્રની બહેનોની સાથે રીના દીદી રાશનકીટ લઇ તેની પાસે પહોંચ્યા તો સોનુને આનંદનો કોઇ પાર ન રહ્યો. આ તો  માત્ર શરુઆત હતી. આગ્રાની વસ્તીમાં રહેતા આ અનાથ બાળકોની સંભાળ અને ભણતર તેમજ દવાની વ્યવસ્થા પણ હવે આગ્રા સેવાભારતી માતૃમંડળની બહેનો કરી રહી છે.

આ બહેનોએ પ્રવાસી શ્રમિકોના પરિવારોની બહેનોની એ પીડાને પણ  સમજી કે જે કોઇને કહી શકે નહીં. પૈસાની તંગી, માઇલોની યાત્રા અને આ મહામારીની માર આ બધી શ્રમિક બહેનોની સમસ્યાઓ જોઇ સેવાભારતીની સંરક્ષિકા ડૉ રેણુકા ઉત્સવની સહાયતાથી સેવાભારતી માતૃમંડળની બૌદ્ધિક પ્રમુખ રીનાસિંહની સાથે મમતાસિંહ, સુપ્રિયા જૈન, અંજલી ગૌતમ અને  સુષ્મિતાસિંહની  ટોળી આ પ્રવાસી બહેનો અને આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને ઝુંપડપટ્ટીમાં રહેતી ગરીબ બહેનોને મફત સેનેટરી નેપકિન વહેંચવા નીકળી પડી. આગ્રા અને આજુબાજુની 127 વસાહતોમાં 20000 બહેનોને આ નેપકિન વહેંચી કોરોનાકાળમાં સાજા રહેવા માટેનું માર્ગદર્શન પણ આપ્યું.

કહેવાય છે કે જ્યારે માતા પોતાનો પાલવ ફેલાવે છે, ત્યારે સંપૂર્ણ સૃષ્ટી તેમાં સમાઇ જાય છે. આખા દેશમાં સેવાભારતી માતૃમંડળની બહેનાઓએ કોરોનાકાળના કારણે કષ્ટોથી લડતા લોકોને રાશનથી માંડી માસ્ક, પીપીઈ કીટ, સાથવો (સત્તુ), અથાણું, પાપડ, રાખડી બનાવવી અને કોરોના પોજીટીવ રોગીઓ માટે હેલ્પલાઇન ચલાવવા જેવા અનેક કાર્ય કર્યાં.

આવો ત્રિપુરાના ધનપુરમાં રહેતી મીરા સાહને મળીએ, જેમણે કોરોનાકાળમાં પોતાના પતિના મૃત્યુ બાદ પણ દુઃખની સામે લડીને “ગંગા સેવા સંસ્થાન”ના  નેજા હેઠળ 25 બહેનોને માસ્ક અને અન્ય આવશ્યક કપડાં સીવવાની તાલીમ આપી અને રાત દિવસ મહેનત માસ્ક બનાવ્યાં જેનાથી આ બહેનોના ઘરે રસોડા ચાલ્યાં.  

આમ તો માંગીલાલ (એક વૃદ્ધ ભિક્ષુક) રોજ સોલાપુરની ઉદ્યોગવર્ધિનીના રસોડામાંથી 10/- રૂ માં એક ભાણું લઈ જાય છે.  પરંતુ લૉક્ડાઉનના સમયમાં ભીખના પૈસાથી 2 ભાણાં લઇ જઇ બીજા ભિખારીઓને પણ ખવડાવતા એવું ચંદ્રિકાબેને જોયું. આ જોઇ  એક માતાનું હૃદય ભરાઇ આવ્યું, રાષ્ટ્રીય સેવાભારતીના ટ્રસ્ટી અને  મહાસચિવ ચંદ્રિકાબેન ચૌહાણે આજુબાજુના મંદિરના ભિખારીઓ, આવી વસાહતોના દિવ્યાંગો અને ઘરોમાં રહેતા વડીલો ને લૉકડાઉન કાળ માં મફત ભોજન પહોંચાડવાનું શરુ કર્યું. 26 માર્ચથી સતત 4 માસ  સુધી 250થી વધુ લોકોને અને સેંકડો પ્રવાસી શ્રમિકોને માત્ર 20/- રૂ. માં ભરપેટ ભોજન કરાવ્યું

સંઘના સંસ્કારો જેને મળેલા છે, તેવી બહેનોની સેવાયાત્રાની ચર્ચા કરતા રાષ્ટ્રીય સેવાભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિતા જૈને ભોપાલની 82 વર્ષની હરિદિની જોશી અને 80 વર્ષની પ્રકાશ ખનુજાનું ઉદાહરણ આપ્યું, જેમણે દિવસ રાત માસ્ક સીવી ઝુંપડપટ્ટીમાં મફત વહેંચ્યા .

ભાઇનું કાંડું રાખડી સિવાય ક્યાંક ખાલી ન રહે, તેવી બહેનોની ચિંતા દૂર કરતી 65 વર્ષની આરતીદીદી અને સવિતાદીદીએ બુરહાનપુરની મેઘાની રાખડી, કંકુ ચોખા અને નારીયેળની સાથે ધન્વંતરી કોલોનીમાં રહેતા તેના ભાઇને ઘર પહોંચાડી. માલવા પ્રાંતના 9 શહરોમાં બહેનોએ રાખડી બનાવી જરુરિયાત વાળી બહેનોને માટે આવકનો સ્રોત બનાવ્યો. હૉટસ્પોટ બનેલા ઇંદોરમાં બહેનોની રાખડીઓ તેમના ભાઇઓને પહોંચાડી એક અનોખા સેવાકાર્યથી રક્ષાબંધન પર્વ અવિસ્મરણીય બનાવ્યું 

 

સેવાભારતી માતૃમંડળ માલવા પ્રાંતની સંયોજિકા સુનીતાતાઈ બતાવે છે કે, બહેનોએ લોકડાઉન દરમ્યાન “માં અન્નપૂર્ણા સ્વયં સહાયતા સમૂહ”  સંસ્થા બનાવી બટાકની ચિપ્સ, કેરીના પાપડ, લસણનું અથાણું, મિની સમોસા જેવા ખાદ્ય પદાર્થો વ્યવસ્થિત પેકેજિંગ સાથે વેચી કોરોનાકાળમાં કેટલાંય પરિવારોને આર્થિક સંકડામણમાંથી ઉગાર્યા. 

જમ્મુ કાશ્મીરના નગરોટાનું ઉદાહરણ પણ જાણવા જેવું છે. વિસ્થાપિત કાશ્મિરી પંડિતો માટે વસાવવામાં આવેલી જગતી કૉલોનીના પરિવારો પર જ્યારે લૉકડાઉન દરમ્યાન આર્થિક સંકટ મંડાણું ત્યારે અંજલીદીદીના નેતૃત્વમાં 100 પરિવારોની બહેનોએ માસ્ક, પીપીઈ કીટ સીવવાથી માંડી, અથાણું વેચી પોતાના ઘરનો ખર્ચ ચલાવ્યો,

કોરોનાકાળમાં પોજીટીવ રોગીઓને ફોન કરી તેમની પરેશાની દૂર કરવા અને મનોબળ વધારવાનું કામ પણ આપણી બહેનોએ કર્યું. 70 વર્ષની વૃદ્ધમાતા જેમના મોબાઇલનું રિચાર્જ 2 દિવસથી પુરું થઇ ગયું હતું. તેમણે એક અજાણી મહિલાનો મધુર અવાજ સાંભળ્યો. તમે કેમ છો? કોઇ પરેશાની તો નથી ને?

તેમને લાગ્યું કે જાણે ભગવાને જે  તેમની સંભાળ લીધી હોય? 

   

 ભોપાલ મહાનગર મહિલા સહ સંયોજિકા આભા પાંડે અને માતૃમંડળની સખીઓએ “સેવાભારતી દૂરભાષ મિત્ર અભિયાન”ના આ પ્રશંસનીય કાર્યક્રમથી 1400 લોકો જે કોરોના પોજીટીવ રોગી, શંકાસ્પદ લોકો, વડીલો વગેરેની સૂચી પ્રશાસન પાસેથી મેળવી 24 કલાક્માં ફોન રીચાર્જ કરવાનું, દવા પહોંચાડવી, કોરોના પોજીટીવ પરિવારોને પરામર્શ કરી અનેક લોકોના મનમાં ફેલાયેલા અંધારાને પ્રકાશથી ભરી દીધું.

સમગ્ર દેશમાં કામ કરી રહેલી સેવાભારતીની બહેનોએ કેટલીક જગ્યા પર મેડિકલ હેલ્પલાઇન પણ ચલાવેલ. તેલંગાણાની સંયુક્ત સચિવ જયાપ્રદા દીદી બતાવે છે કે હૈદ્રાબાદમાં કાર્યરત સેવાભારતી કોવિડ-હેલ્પલાઇન કૉલ સેન્ટરમાં 50 કિશોરીઓ અને મહિલાઓની ટીમ છે, જે ડૉક્ટર્સના સહયોગથી લોકોના ઘરે જ શરદી, ખાંસી, તાવ વગેરેની સારવાર કરે છે, ગર્ભવતી બહેનોને સુરક્ષિત હોસ્પિટલ બતાવવા અને સ્વયંસેવક ભાઇઓની મદદથી 500 કોરોના પોજીટીવ રોગીઓને ઘરે જ કોરોના કીટ પહોંચાડવાનું કામ કરે છે.


ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે પણ સમયે નારીના ધૈર્યની પરીક્ષા લીધી છે. નારીએ પડકારોથી લડી નવી ઉર્જાને જન્મ આપ્યો છે. દેશ પર મંડરાઇ રહેલા કોરોના સંકટમાં રાષ્ટ્રીય સેવાભારતી માતૃમંડળની મહિલાઓએ કોઇની મા, કોઇની બહેન તો કોઇની બેટી બની કષ્ટ સહન કરતા લોકોને સહારો આપ્યો છે.


1348 Views
अगली कहानी