सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

વૈદિક પરંપરાઓનું પુનર્જાગરણ સુરભિ શોધ સંસ્થાન-વારાણસી

ડૉ. જનક દવે | ઉત્તરપ્રદેશ

parivartan-img

ત્રિપુરાના બાળક મુક્તિની વાંસળીની ધુન  અને નેપાળની આશાની ઢોલકની થાપ પર કૃષ્ણભજન સાંભળી મન ભાવવિભોર થઇ ગયું. પૂર્વોત્તર રાજ્યોના આ બાળકોને હિંદી ભાષામાં ગાતા વગાડતા જોઇ માત્ર હું જ નહી મારી સાથે ગાયો પણ ડોલવા માંડી. આ વાત વારાણસીની છે, એક તરફ  ભૌતિકતા તરફ આગળ વધતો વર્તમાન આધુનિક સમાજમાં અદૃશ્ય થતી શિક્ષણ પદ્ધતિ, કૃષિ પદ્ધતિઓ અને વૈદિક પરંપરાઓ. તે સૌનું પુનર્જાગરણ એટલે “સુરભિ શોધ સંસ્થાન” 

સાદું જીવન શ્રેષ્ઠ વિચારને સાર્થક કરતા સંઘના સ્વયંસેવક શ્રી સૂર્યકાંત જાલાનજીની પ્રેરણાથી આ પ્રકલ્પનો આરંભ 1992માં થયો. અહીં. મૃત:પ્રાય: થયેલી કેટલીક ગૌશાળાઓમાં થોડીક ગાયો અને કેટલીક કસાઇના હાથેથી મુક્ત કરાયેલ ગોવંશને આશ્રય આપી  તેમના સેવા કરતા કરતા તેનો પ્રારંભ થયો. સમયાંતરે તેની સાથે શિક્ષણને પણ જોડવામાં આવ્યું.  

વર્ષ 2000માં સ્વાવલંબી ગોશાળામાં પૂર્વોત્તર રાજ્યોના નક્સલ પ્રભાવિત ક્ષેત્રોથી જનજાતીઓના કુલ 22 છાત્રોથી 


છાત્રાવાસનો પ્રારંભ થયો. વર્તમાનમાં છાત્રાવાસમાં 600 વિદ્યાર્થીઓ નિ:શુલ્ક આધુનિક શિક્ષણ અને સાથે સાથે સંગીત, રસોઇ કળા, સજીવ ખેતી, ગોપાલન, કૃષિવિજ્ઞાન, જળ-ભૂમિ-પર્યાવરણ સંરક્ષણ જેવા મૂળભૂત વિષયો પર જીવનોપયોગી નું શિક્ષણ પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં પરંતુ અહીં આતંકવાદ, નક્સલવાદથી જોજનો દૂર વિવિધ સંસ્કૃતિઓ અને સભ્યતાઓ વચ્ચે સમરસતા અને સામંજસ્ય સ્થાપિત થઇ રહ્યું છે. અહીંથી જ નીકળેલ સોનમ ભૂટિયા સિક્કિમ યુનિવર્સીટીના જનરલ સેક્રેટરી રહ્યા અને એમ ફીલ કરી રહ્યાં છે. વળી અહીંના જ કેટલાક છાત્રો સિક્કિમ અને નાગાલેન્ડમાં હિંદી ભણાવી રહ્યા છે. જાલાનજી ગર્વથી બતાવે છે કે અહીંથી ભણીને નીકળેલા નારબુ લેપ્ચા સિક્કિમના વનમંત્રીના સેક્રેટરી છે. નિયમિત થતા સંગીત પ્રશિક્ષણથી સીખીને તૈયાર થયેલા સચ્કુમ અલ લેપ્ચા પોતાની યૂટ્યુબ ચેનલ ખૂબ સફળતા પૂર્વક ચલાવે છે. 

છાત્રાવાસનો કાર્યભાર સંભાળતા સંઘના પૂર્વ પ્રચારક શ્રી હરીશભાઇના કહેવા પ્રમાણે પૂર્વોત્તર રાજ્યોની સામાજિક સ્થિતિના કારણે અહીં અનેક બાળકો જે ખેડૂત પરિવારથી, કેટલાક અનાથ તો કેટલાક સિંગલ પેરેન્ટીંગ (માતા પિતામાંથી કોઇ એક હોય)નો અનુભવ લઇ રહ્યા હોય તે અહીં આવેલા છે. ત્રીજા ચોથા ધોરણથી અહીં આવેલા બાળકો માટે આ સંસ્થા જ તેમનો પરિવાર છે.  ઉચ્ચ શિક્ષણ સુધી તેમને સંપૂર્ણ સહાયતા કરવામાં આવે છે. 

સંસ્થાનના પરિસરમાં આવેલા છાત્રાવાસમાં લગભગ 424 છોકરા અને લગભગ 178 છોકરીઓ રહે છે. આત્મનિર્ભરતાનું  વાવેતર કરતું આ કેન્દ્ર બાળકોમાં હિન્દીભાષી હોવાનું ગર્વ અને ભવિષ્યના સપના જગાવી રહ્યા છે. 


દરેક ઘર આત્મનિર્ભર બને અને પ્રત્યેક વ્યક્તિ મહેનત અને પુરુષાર્થથી પોતાની વ્યવસ્થા ઉભી કરે આ ઉદ્દેશ્યને કેન્દ્રમાં સંસ્થાનમાં અનેક પ્રકારના આયામોમાં કામ થઇ રહ્યા છે.  ગોશાળાના સંપર્કથી ગામવાળાની સમસ્યાઓ (બીન ઉપજાઉ જમીન, પાણીની અછત, રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતીવાડીની સમસ્યા વગેરે ધ્યાનમાં આવી. કેટલાય મહિના સુધી પ્રાચીન પદ્ધતિને ધ્યાનમાં રાખી બંજર જમીનને ગોમૂત્ર અને ગોબર દ્વારા પોષિત કરી પહાડોથી આવતા વર્ષાજળને સંરક્ષિત કરી ઠેર ઠેર તળાવ, બાંધ, નહેર નાળા નિર્માણ કરી જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવેલ છે. ફળસ્વરૂપ બંજર ભૂમિ પર લીલોતરી લહેરાવા માંડી અને ગામોમાં ઑર્ગેનિક ખેતી, રોપ ઉછેર કેન્દ્ર, વૃક્ષારોપણ પ્રોત્સાહન મળ્યું. ગોપાલનથી માંડી કૃષિના અનેક ક્ષેત્રોમાં રોજગારીની સંભાવના વધી. શિક્ષણ માટે વિવિધ ક્ષેત્રોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયો ખોલવામાં આવ્યાં.

સંસ્થાના મુખ્ય કાર્યકર્તા શ્રી જટાશંકરજી કહે છે કે ઓછી થતી કમાણીથી નિરાશ ખેડૂતોને પ્રગત ખેતી માટે શિક્ષિત કરી લુપ્ત થતી શાકભાજી, ફળ અને વનસ્પતિઓને સંરક્ષિત કરવામાં આવી. અત્યારે માત્ર તપોવન શાખામાં જ 60000 રોપા છે જેમાં 25 પ્રકારના ફળ અને શાકભાજી, 20 પ્રકારની ઔષધો, ગાયો માટે ઘાસ ચારા, મસાલાઓ વગેરેનું ઉત્પાદન થઇ રહ્યું છે. પોતાના હાથોથી કામ કરવું, રોપ લગાવવા, ગો સેવા કરવી વગેરે છાત્રાવાસના બાળકોને સ્વાભાવિક રીતે જ પ્રકૃતિ પ્રેમી બનાવે છે. 


વર્તમાનમાં શહેરી કે ગ્રામીણ ક્ષેત્રોમાં ભોજનની અછત નથી, પરંતુ માતાઓનું સન્માન, કુમળાં બાળકોની નાની નાની ઇચ્છાઓ ગૃહિણીને દુ:ખી કરે છે. વળી ઘરેલુ હિંસા, નશાખોર પતિ વગેરે પરિસ્થિતિઓ ઘરમાં વિવાદ ઉભો કરે છે. 6 વર્ષોથી અહીં કામ કરતી સવિતા મૌર્યા આત્મવિશ્વાસથી બતાવે છે કે લોકડાઉનમાં પણ અમારા મશીનોનું કામ રોકાયું નથી. હવે ઘરમાં સન્માન અને બાળકોની ખુશીઓ બન્ને અમારા હાથમાં છે. રાજલક્ષ્મી, દુર્ગા, આશા જેવી લગભગ 500 મહિલાઓ આજે નિ:શુલ્ક સીવણવર્ગમાં પ્રશિક્ષણ લઇ અહીંથી જ પૈસા કમાવે છે.

સંસ્થાનમાં પાપડ, અથાણા, મસાલા, મુરબ્બો, ગુલકંદ જેવી બનાવટોના કુટીર ઉદ્યોગોથી આત્મનિર્ભર બનતી ગ્રામીણ મહિલાઓનું જીવનસ્તર સુધર્યું છે.  

ગ્રામીણ ક્ષેત્રોમાં પ્રતિ 28 દિવસે સંસ્થા દ્વારા ડગમગપુર અને મિર્જાપુર પ્રકલ્પમાં નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવાશિબિર  લગાડવામાં આવે છે. જ્યાં ડૉ. એસ.કે પોદ્દાર જેવા કેટલાય ડૉક્ટરો પોતાનો સમય આપી સ્વાસ્થ્ય અને ખેંચ માટે જાગૃતિ અભિયાનથી પરિવર્તન આવ્યું છે.  નિ:શુલ્ક ચિકિત્સાથી લગભગ 5000 લોકોને અત્યાર સુધી લાભ લીધો છે. પ્રત્યેક શિબિરમાં ઓછામાં ઓછા  1100 લોકો આ સેવાનો લાભ ઉઠાવે છે. 

ભારતીય સંસ્કૃતિ અનુસાર ગાયમાં સમસ્ત દેવ વિરાજમાન છે. જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આ ગોશાળાથી શરુ કરેલ આ પ્રકલ્પ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તનનું ઉદાહરણ બનેલ છે.

1547 Views
अगली कहानी