नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
અવનીબેન ગઢીયા | ગુજરાત
સમગ્ર સૃષ્ટિમાં એક સૂર્ય, જેની અનંત કિરણો અગણિત ઘરોમાં અજવાળું ભરી દે તેવી જ રીતે ગુજરાતના નરેન્દ્રકાકા,
જેમના વ્યક્તિત્વના વિચારોનો પ્રવાહ આજે પણ અગણિત તન-મનોને રાષ્ટ્રપ્રેમની ઊર્જાથી ભરી ભરી દે છે.
ગુજરાતના અમરેલીમાં જન્મેલા પંચાસરાજીએ પંચમહાલ જીલ્લાના ગ્રામીણાંચલથી પોતાના પ્રચારક જીવનનો પ્રારંભ કર્યો.1977 માં તેમનું કેન્દ્ર સુરત બન્યું, ત્યાઅં સુધી તેઓઓ પોતાનું જીવન લક્ષ્ય સમજી ચુક્યા હતા, જે હતું દક્ષિણ ગુજરાતના જનજાતીય ક્ષેત્રનો સર્વાંગી વિકાસ. તો પછી શું વિચારવાનું, તેમણે અર્જુનની જેમ પોતાનું લક્ષ્ય સાધવા એક તલસ્પર્શી યોજના બનાવી. જનજાતીય સમાજમાં અશિક્ષણ, વ્યસન,
ધર્માંતરણ, ગરીબી, અલોપ થઇ રહેલી સજીવ ખેતી જેવી અનેક સમસ્યાઓના નિરાકરણ માટે સુરતમાં વર્ષ 1999માં ડૉ આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.
જેમનો આત્મવિશ્વાસ દૃઢ હોય છે, તેમને ઉંમર આડી આવતી નથી. નરેન્દ્રકાકા જીવનના 66 વર્ષ પૂર્ણ કરીને કલ્યાણ રૂપી આ કાર્યના રથ પર ચઢી સુરતની સ્મિથ ડાંગ અને તાપી જીલ્લાના 270. જેટલા ગામોમાં વિકાસની ગંગા માટે માર્ગ પ્રશસ્ત કર્યો. જીવન સંધ્યાના 18 વર્ષ સતત સેવાગંગાના કારણે હજારો પરિવારો લાભાન્વિત થયા.
શ્રી નરેન્દ્રભાઈ ગિરધરલાલ પંચાસરાજીનો જન્મ અમરેલીમાં 1933માં થયો. તેમણે 4 વર્ષની આયુમાં જ પોતાની માતાને ગુમાવી. પિતા શ્રી ગિરધરલાલ પંચાસરાજીએ જ બધાં બાળકો માટે માતા પિતાની જવાબદારી પૂરી શ્રદ્ધાથી નિભાવી. તત્કાલિન પ્રાંત પ્રચારક માનનીય લક્ષ્મણરાવ ઈનામદારજી તેમને શાખામાં લઇ ગયા અને આખું જીવનદર્શન પંચાસરાજીને મળ્યાં. સેવાભાવી નરેન્દ્રકાકાએ બાળપણથી જ પોતાને રાષ્ટ્રસેવા માટે યોગ્ય બનાવવાનું મન બનાવી દીધું હતું. અમરેલીમાં ભણતર પછી મનમાં વસેલા ચિત્રકારને તેમણે તક આપી. થોડોક સમય પૈસા કમાવવા ઇન્દોર ગયા, પરંતુ મન સંપૂર્ણ પણે રાષ્ટ્રસેવામાં સમર્પિત હોવાના કારણે 25 ની આયુમાં તેઓ પ્રચારક નીકળી ગોધરા આવ્યા.
નરેન્દ્રકાકા સાથે જેમણે લાંબો સમય કામ કર્યું છે એવા સેવાભારતી-ગુજરાતના પૂર્ણકાલિક કાર્યકર્તા ભૂપેન્દ્રભાઈ બતાવે છે કે તેમના અણથક પરિશ્રમના કારણે ડૉ આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટે ડાંગ અને તાપી જીલ્લામાં 130 સખી મંડળોની રચના કરી.1600થી વધુ બહેનોને માત્ર સક્ષમ અને સ્વાવલંબી જ નથી બનાવ્યા પરંતુ તેમણામાં નેતૃત્વનો ભાવ પણ જાગૃત કર્યો છે. ટ્રસ્ટે 250 ગામોમાં ખેડૂતોની આવક વધારવા ખેડૂતોને સજીવ ખેતી અને જાતેજ સુધારિત બીજ બનાવે તે શીખવ્યું. ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા વર્ષ 2006 માં તાપી જીલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં ગ્રામવિકાસના કામો શરુ કરવામાં આવ્યાં. ખેડુતોને અર્વાચિન ખેતી, બીજ નિર્માણ, જળ વ્યવસ્થાપન માટે બોરી બંધ, દેશી ખાતર નિર્માણ અને જીવામૃત વગેરે પ્રભાવી નિદર્શન દ્વારા શીખવવામાં આવ્યું. નરેન્દ્રકાકાના માર્ગદર્શન અને કાર્યકર્તાઓના પ્રયાસના કારણે 14 વર્ષોમાં ગતાડી આદર્શ ગામ બન્યું. ખેત પેદાશનું યોગ્ય મૂલ્ય મળે તે માટે કૃષિમેળા પણ શરુ કરવામાં આવ્યાં. વર્ષ 2003માં આહવા ખાતે એક ભાડાના મકાનમાં સેવાધામના માધ્યમથી એક છાત્રાવાસ ચાલું કર્યું,
જે વર્ 2005માં પોતાના ભવનમાં ધો 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્થાપિત થયું
વર્ષો સુધી નરેન્દ્રકાકાના સાન્નિધ્યમાં કામ કરતાં તત્કાલિન પશ્ચિમ સુરતના મા. સંઘચાલક રહેલા એવા મીઠાલાલજી જૈને પ્રસંગ ટાંકતા કહ્યું કે કચ્છના ભૂકંપના સેવાકાર્યમાં દિવસભર કામ કરતાં કાર્યકર્તાઓએ વિતરણ માટે 15 દિવસની ખાદ્ય સામગ્રીના પેકેટ તૈયાર કર્યા. બીજા દિવસે આ પેકેટોની સંખ્યા કાંઇક ઘટી તેવું લાગ્યું. તપાસ કરતા ધ્યાનમાં આવ્યું કે બાજુમાં જ બાંધકામ ચાલે છે તેના મજુરોએ જ સામગ્રીના કેટલાક પેકેટની ચોરી કરી છે. કાર્યકર્તાઓએ નરેન્દ્રકાકાને આ વાત જણાવી, તો તેમણે કહ્યું કે તેમના ઘરે જઇ દરેકને એક-એક પેકેટ આપી આવો. બધા આ વાત સાંભળ આશ્ચર્યચકિત થઇ ગયાં,
જેમણે ચોરી કરી તેમને આપવા જવાનું! કાકાએ કહ્યું તેમણે અનાજની ચોરી કરવી પડી તે એમની નહીં આપણી નબળાઇ છે. જ્યારે તેમનું ભરણપોષણ કરવું તે પણ સમાજની જ જવાબદારી છે. મજુરોને બીજીવાર ભોજન સામગ્રી મળવાના કારણે તેમને પોતાની ભૂલ સમજાણી.
કાકા પોતાના સાન્નિધ્યમાં રહેતા પ્રત્યેકની ચિંતા કરતા. લાંબા સમયથી સારથી રહેલા ચૌધરીચાચાના કહેવા પ્રમાણે તેમના બન્ને બાળકોને બોલવાની સમસ્યા હતી. નરેન્દ્રકાકાએ બન્ને બાળકોને શાખામાં ગીત અને પ્રાર્થના કરવાની જવાબદારી સોંપી. સતત અભ્યાસના કારણે તેમનું તોતડાપણું અને ગળાની તકલીફ દૂર થઇ ગઇ.
સમાજહિતના કામમાં કોનો ઉપયોગ કેવીરીતે કરવો,
તે નરેન્દ્રકાકા સારી રીતે જાણતા હતા. વર્તમાનમાં ટ્રસ્ટના ટ્રસ્ટી એવા શ્રી પીયૂષભાઇ મહેતા જણાવે છે નરેન્દ્રકાકાએ તેમને 2005માં પૂછ્યું કે આપ સેવાનિવૃત્ત ક્યારે થાઓ છો? પીયૂષભાઇએ જવાબમાં જણાવ્યું 30 નવેમ્બર. આ સાંભળતા જ તેમણે કહ્યું કે તમે પહેલી ડિસેમ્બરથી કાર્યાલય પર આવી જાઓ,
તમારા માટે કામ નિશ્ચિત છે. વર્ષ 2007 થઈ અત્યાર સુધી પીયૂષભાઇ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. આ પ્રસંગ 2005નો છે, એટલે કે આ નાર 2 વર્ષની યોજના પણ બની ગઇ. પીયૂષભાઇ કહે છે કાર્યકર્તાની કુશળતા અને ક્ષમતા ગુણ વગેરે પારખી તેને કાર્ય સોંપવાની ઊંડી કોઠાસૂઝ નરેન્દ્રકાકામાં હતી.
કેટલાંય લોકો આ લોક છોડીને પણ અહીં જ રહી જાય છે.
ગુજરાતમાં નરેન્દ્રભાઈ પંચાસરાના સદ્કારયોનો પડઘો જન જુના હૃદયમાં વ્યાપ્ત છે. તેમના પ્રેમ અને વાત્સલ્ય તેમને જન જનના નરેન્દ્રકાકા બનાવી દીધા.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।