सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

આકાશથી ઉતર્યા દેવદૂત

ડૉ. જનક દવે | કેરલ

parivartan-img

પ્રકૃતિના પૂજકો, તીર્થયાત્રીઓ અને આધ્યાત્મિક સાધકોને હંમેશા આકર્ષિત કરતી કેરળની ભૂમિમાં 16 ઑક્ટોબર 2021ના દિને ઇન્દ્ર્ના પ્રકોપે એવી વિનાશલીલા રચી કે ગામોના ગામો પાણીમાં ડૂબવાં માંડ્યાં. સવારના 5.00 વાગ્યાથી શરુ થયેલ વરસાદે પોતાની સાથે કાચા ઘર, વાસણો, પાથરણાં, ઢોર ઢાંખર બધું ખેંચી લઇ ગયાં. ભૂસ્ખલનથી માર્ગો પર અવરજવર ઠીક રીતે થઇ શકતું નહોતું. મોટાં મોટાં પત્થર અને વૃક્ષો રસ્તો રોકીને ઉભા રહી ગઇ હતાં. ચારે બાજુ માત્ર કાદવ જ હતો. 21 ની જાનહાનિ થઇ હતી અને બીજા લોકો પોતાનું સર્વસ્વ ગુમાવી નિરાધાર બની આકાશની સામે જોઇ રહ્યાં હતાં. આ હોનારતથી કેવી રીતે પાર પડવું તે માટે હજુ  સાનભાનમાં આવી જ નહોતી કે સૌથી વધુ અસરગ્રસ્ત ઇડ્ડુકી, કોટ્ટાયન અને થાનાબિટ્ટામાં દેવદૂતોની જેમ સેવાભારતી કેરલના કાર્યકર્તાઓ જાણે પ્રગટ થયાં. પ્રભાવિત વિસ્તારોમાં 600થી વધુ કાર્યકર્તાઓએ ઘર, કુવાઓ અને માર્ગોની સફાઇ કરી  ખાદ્યાન્ન, વાસણ અને પાથરણાં વ્હેંચ્યાં. માત્ર એટલું જ નહીં સ્વયંસેવકોએ દિનરાત પરિશ્રમ કરી અવરજવર માટે અસ્થાઈ પુલો પણ બનાવ્યાં. 17 ઑક્ટોબરના દિને અતિવૃષ્ટિ રોકાઇ ગયાં બાદ બચી ગયેલા 16 ઘરના પરિવારો પરત આવી જોયું તો પાંચ ફૂટ કાદવના દળમાં દબાયેલી તેમની ઘરવખરી લગભગ નષ્ટ પામી હતી અથવા ક્ષતિગ્રસ્ત થઇ હતી.


જીવનભરની સંચિત કમાણી આમ નષ્ટ થયેલી જોઇ આંખોના આંસુ રોક્યા રોકાતા નહતાં. ત્યારે સ્વયંસેવકોએ કોદાળી પાવડા લઇ ઘરોની સફાઇનું અભિયાન શરું કર્યું. પીડિત પરિવારો પણ યુદ્ધના સ્તરે તેમની સાથે જોડાઇ ગયાં કોટ્ટિકલ, કોકાયર, મનીમેલ સાથે બધી આઠ પંચાયતોના સેંકડો ઘરોની સફાઇ કરી તેમને રહેવા લાયક કર્યાં. સેવાભારતીના પૂર્ણકાલિક કાર્યક્રતા જિદિન રમેશના બતાવ્યા પ્રમાણે 450 મકાનો, 310 કૂવા, અને નાના નાના કારખાનાઓની સફાઇની સાથે સાથે માર્ગો પરથી વૃક્ષો અને પત્થરો દૂર કરી અવરજવરને યોગ્ય બનાવ્યા. સેનાના જવાનોની જેમ  કોક્કાયરમાં ગ્રામજનોની મદદથી કરી દેખાડ્યું. ત્યાંની ગ્રામપંચાયતના સદસ્ય નિચૂર તંગચન આશ્ચર્ય ચકિત હતા કે આ બધાં ખાખી ચડ્ડી પહેરેલાં સંઘના સ્વયંસેવકો જાણે ક્યાંથી આવી પુલ બનાવવાના કામમાં લાગ્યાં કે જે તૂટી ગયેલો પુલ તેમના ગામને શેષ દુનિયાથી જોડતો હતો. દિવસરાત અથાક પ્રયત્નો કરી પાંચ ફૂટ  પહોળો અને 12 મીટર લાંબો લાકડીઓ, વળીઓ અને સ્થાનિક સંસાધનો એકત્ર કરી આ પુલ બનાવ્યો. આવા ત્રણ પુલ બનાવવામાં આવ્યાં.


નિચૂરના કહેવા પ્રમાણે આ પુલો ગામ દ્વારા એક્ત્ર કરેલ સંસાધનોની સાથે સેવાભારતીના કાર્યકર્તાઓના અથાક પ્રયત્નોથી બનેલા છે.  નારાયણ ધર્મ યોગ આશ્રમના સાધક કર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા થાકતા નથી. મંદિરની આજુબાજુ એકઠા થયેલ કાદવના કારણે મંદિરના બારણા ખુલી શકતા નહોતા. મંદિરની કંપાઉન્ડ વૉલની સાથે કુવાને પણ સાફ કર્યો. આ કાર્યને જોઇ ગામના વડિલ પાલ્લિકાત્થબુદ્ધે પોતાનો પંપ, મજૂર અને  સંસાધનો કુવાઓની સફાઇ માટે સોંપી દીધાં. સેવાભારતીના કાર્યકર્તાઓની સેવાયાત્રા અહીં સુધી જ રોકાઇ નથી. પ્રતિદિન અસરગ્રસ્ત પરિવારોના 200થી 250 લોકોને ભોજન આપવામાં આવ્યું. વાસણ, પાથરણાં, ગેસની સગડી, મચ્છરદાની જેવી આવશ્યક વસ્તુઓ પણ આપવામાં આવી. ધર્મ, જાતીથી ઉપર ઉઠી માનવ માત્રની સેવા કરતા કાર્યકર્તાઓને જોઇ થૈલી થોમસ નામની એક ખ્રિસ્તી મહિલાએ પણ સેવાભારતીને પોતાનું સેવાકેન્દ્ર બનાવવા પોતાનું ઘર સોંપ્યું. માર્ગોની સમસ્યા હજુ દૂર થઇ નહોતી. મોટાં મોટાં પત્થરો અને પડી ગયેલા વૃક્ષોના કારણે અવરજવર રોકાઇ ગયેલી હતી. 600 કાર્યકર્તાઓએ સમૂહો બનાવી ખૂબ પરિશ્રમથી 12 માર્ગો ઠીક કર્યાં. સેવાભારતીના અણથક નિરંતર પ્રયત્નોના કારણે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જીલ્લાઓ કોટ્ટાયમ, ઇડ્ડુકી અને થાનાબિટ્ટાનું જનજીવન સામાન્ય થઇ ગયું હતું.

1143 Views
अगली कहानी