सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

હિમાલયપુત્ર ડૉ. નિત્યાનંદ

હિમાચલ પ્રદેશ

parivartan-img

ઉત્તરાખંડને ઈશ્વરે અદભુત પ્રાકૃતિક સૌંદર્ય આપ્યું છે.  પહાડોની રાણી મસુરીને દેખવા તો લાખો પર્યટકો જાણે ખેંચાઇ આવે છે. પરંતુ આ સૌંદર્ય કરતા પર્વત પરના જીવનની કઠીનતા ઓછી નથી. પર્વતની આ પીડાને સાચા મનથી સમજવા અને દૂર કરવાની લડાઇ જો કોઇએ જીવનભર લડી છે, તો તે પ્રોફેસર નિત્યાનંદ હતા. દહેરાદૂનના ડી,બી.એસ કોલેજમાં ભુગોળના પ્રોફેસર નિત્યાનંદજીનું આખું જીવન સેવા સમર્પણ અને ત્યાગનું અનોખું ઉદાહરણ છે. 1991માં દશેરાના દિવસે ગઢવાલમાં આવેલા વિનાશકારી ભૂકંપથી પ્રભાવિત પરિવારોને આત્મનિર્ભર બનાવવા અને બાળકોને ભણાવવા માટે નિત્યાનંદજીએ મનેરીને કેન્દ્ર બનાવી સંઘના સ્વયંસેવકો દ્વારા 50 ગામોમાં શરુ કરવામાં આવેલા સેવાકાર્યોને માર્ગદર્શન આપ્યું. 1975માં આંશિક પક્ષાઘાતથી પીડિત આ કર્મયોગીએ ડૉક્ટરોની સલાહને અવગણી પર્વતો પર પ્રવાસ ચાલુ રાખ્યા.


ભૂકંપ પછી પીડિત પરિવારોને વાસણો, ગોદડા અને અન્ય જરુરતની વસ્તુઓ વ્હેંચવા અને બાળકોને ભણાવવા સિવાય 400 થી વધુ પરિવારોને ભૂકંપવિરોધી ઘર બનાવી આપ્યા.  1945થી જીવનના અંતિમ શ્વાસ સુધી સંઘના પૂર્ણકાલિક (વર્ષોથી પ્રાંતકાર્યવાહ રહ્યા) ડૉ. નિત્યાનંદને ઉત્તરાંચલ દૈવીય આપદા પીડિત સહાયતા સમિતિની રચના કરવાનું શ્રેય જાય છે, જે 14 વર્ષોથી દેશના કોઇ પણ ભાગમાં આવેલી આપત્તિમાં પીડિતોની મદદનો હર સંભવ પ્રયાસ કરે છે. 

નિત્યાનંદજીનું સંપૂર્ણ જીવન સંઘકાર્યનું પ્રતિબિંબ છે.  9મી ફેબ્રુઆરી 1926માં રેલ્વે કર્મચારી શ્યોવરણજીના ઘરે ત્રણ દિકરીઓ પછી જન્મેલા બાળક્થી પરિવારમાં વંશવૃદ્ધિની આશા હતા. પરંતુ તે તો અલગ જ માટીનો બનેલો હતો. તેણે જીવનભર અવિવાહિત રહી સેવાની કેડી પર ચાલવાનું નિશ્ચિત કર્યું. નિત્યાનંદજીને ગરીબ બાળકોના ભવિષ્યની ખુબજ સતાતી હતી. આમા જ નબળા બાળકોને ભણાવવા અને આગળ વધારવા નિત્યાનંદજીએ મનેરી બાદ ઉત્તરકાશીમાં લક્ષેશ્વર, દહેરાદૂન જીલ્લાના માગટી પોખરી, પાટિયા અને લટેરીમાં છાત્રાવાસ શરુ કર્યા. અહીંથી ભણીને સેંકડો વિદ્યાર્થી સફળતાના માર્ગ પર આગળ વધી રહ્યા છે.   


હિમાલય પુત્ર તરીકે જાણીતા નિત્યાનંદજી સાચે જ આધુનિક સંત હતા. જીવનભર નોકરી કરવાવાળા આ પ્રોફેસરે ક્યારેય પોતાનું ઘર બનાયું જ નહીં અને પોતાના માટે કોઇ પૈસા રાખ્યા નહોતા. જ્યાં સુધી માં જીવતા હતા ત્યારે એક જવાબદાર બેટા તરીકે ફરજ નિભાવી અને નિધન પછી માંના નામ પર શ્રીમતિ ભગવતી દેવી ચેરિટેબલ ટ્રસ્ટ છાત્રવૃત્તિ શરુ કરી. આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે 40 મેધાવી છાત્રોને છાત્રવૃત્તિ આપતા રહ્યા.

અલગ ઉત્તરાખંડનું આંદોલન જ્યારે નક્સલિઓના હાથમાં જઇ રહ્યું હતું ત્યારે નિત્યાનંદજીએ તેને રાષ્ટ્રવાદ તરફ વાળી ઉત્તરાંચલની રચનાની માંગણી કરી. પ્રો. નિત્યાનંદને તેમના ગ્રામવિકાસના કાર્યોથી ઓળખવામાં આવે છે. અલ્મોડામાં પટિયા, થેયા, ટિહરીમાં ભિગુન કે દેહરાદૂનના માટી પોખરીને જોડી 50 ગામોને નમુનારૂપ બનાવવાનું સપનું સાકાર કરવા માટે નિરંતર કામ કરતા રહ્યા. આ માટે તેમણે પોતાને વિદ્યાર્થીઓને સેવાકાર્યથી જોડ્યા. કોલકાતાના બડા બજાર કુમાર પુસ્તકાલય સમિતિ અને બનારસના ભાઉરાવ દેવરસ ન્યાસે તેમને સેવાકાર્ય માટે સન્માનિત કર્યા તો તેમણે પુરસ્કારમાં મળેલું બધું જ ધન સેવાકાર્યો માટે આપી દીધું 


ઇતિહાસ અને ભુગોળની અનેક પુસ્તકો લખવાવાળા નિત્યાનંદજી હિમાલય પર પોતાના શોધકાર્ય માટે જાણીતા હતા. તેમના નામ પર દેહરાદૂનમાં ડૉ. નિત્યાનંદ હિમાલય શોધ એવં અધ્યયન કેન્દ્ર ના નામથી એક યુનિવર્સીટી બની રહી છે. આ આધુનિક સંતે 8 જાન્યુઆરી 2016માં દેહરાદૂન સંઘ કાર્યાલયમાં અંતિમ શ્વાસ લીધા. તેમની સાથે કેટલાય વર્ષ કાર્ય કરી ચુકેલા સંઘના વરિષ્ઠ પ્રચારક અને વિશ્વ સંવાદ કેન્દ્ર દેહરાદૂનના નિદેશક વિજયજીના શબ્દોમાં કહીએ તો નિત્યાનંદજી આધુનિક યુગના દધીચિ હતા જેમણે પોતાનું દેહ ગાળી ઉત્તરાખંડની ખીણોમાં સેવાનો માર્ગ પ્રશસ્ત કર્યો.

1547 Views
अगली कहानी