सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

સૃજનના અંકુર

મહારાષ્ટ્ર

parivartan-img

જેમના પરસેવાના ટીંપાથી ધરતી પર સોનેરી પાક લહેરાય છે, જે પોતાના પ્રેમ સેવા અને સમર્પણથી ધરતીને સિંચે છે,કોરોનાકાળમાં આપણે બધાં તેમની વ્યથા ભૂલી ગયા. વિડંબના તો એ છે કે અન્નદાતાની ઝોળીમાંથી બરકત જ સુકાઇ ગઇ. ખેતરોમાંથી પાક બજાર સુધી પહોંચ્યો જ નહી. રાંચી અને આસપાસના ગામોના ખેડૂત જે જૈવિક ખાતરથી જમીનને પોષણ આપવાનું કામ કરે છે. લગભગ 3 વર્ષની મહેનત પછી ખૂબ જતન,ધૈર્ય અને પ્રેમ  પૂર્વક સિંચતા ખેડૂતોના ઓર્ગેનીક અનાજ, ફળ, શાકભાજીની પહેલીજ કાપણી મળી હતી. અચાનક જ લોકડાઉનના કારણે મુસીબત આવી પડી. લોકડાઉને ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે દિવાલ ખડી કરી દીધી. ડેલી પર સપનાઓ અંતીમ શ્વાસ લઇ રહ્યા હતા. શાકભાજીથી ઢોર ઢાંખરના પેટ ભરવા મજબૂરથયા. ખેડૂતોને ઉચિત મૂલ્ય મળે અને ગ્રાહકોને વિષમુક્ત ભોજન મળે તે હેતુથી “ફેમિલી ફાર્મર પ્રોજેક્ટ”કામ કરતા રાંચીના આ ખેડૂતોની સમસ્યા રાષ્ટ્રીય સેવા ભારતીના ટ્રસ્ટી રમા પોપલી દીદી અને સ્વયંસેવક સૌરભ ભૈયાએ સાંભળી. તેઓ દ્વારા પોતાની કારથી વહેલી સવારે 4.00 કલાકથી સવાર 9.00 સુધી લગાતાર 3 માસ સુધી પહાડી વનવાસી ક્ષેત્રોના ખેડૂતો પાસેથી વાજબી ભાવથી તાજી શાકભાજી ખરીદી કૉલોનીઓના ઘર સુધી પહોંચાડવામાં આવી. વર્તમાનમાં 3 ગ્રામ પંચાયત (નવાગઢ, કુચ્ચૂ, અને બીસા)ના 12 ગામના ખેડુતો અને 500 શહેરી પરિવાર આ પ્રોજેક્ટથી લાભાંવિત થઇ રહ્યા છે. 


પ્રધાનાચાર્ય રામાદીદી અને સહયોગી શિક્ષિકાઓની ટીમે ઓનલાઇન ક્લાસીસ પછી, રસાયણ મુક્ત કારેલાની ચિપ્સ, ફણસની ચિપ્સ, ટામેટાનો પાવડર, કમરખ (સ્ટાર ફ્રુટ) અને વિવિધ જડીબુટ્ટીની ચટનીઓ, ફળોની જામ અને જેલી જેવા કેટલાય ઉત્પાદનોના પ્રયોગ કરી ગ્રાહકોની પસંદગી બનાવી. આજે ખેડૂતોના આ ઉત્પાદનો  તેના બ્રાંડિંગની સાથે બજારમાં પોતાની ધાક જમાવવા તૈયાર છે, જે કોરોનાકાળમાં સોનેરી ભવિષ્યનો પાયો બનતો દેખાઇ રહ્યો છે.

ખેડૂતો પછી હવે ચર્ચા વણકરોની છે. જેમના માટે સમયના પૈડા રોકાઇ ગયા હતા અને સાડીઓ પહાડ બનીને ઉભી થઇ. તેમની મદદ માટે સેવાભારતીથી સંબદ્ધ જાગૃતિ મહિલા સ્વાવલંબન કેન્દ્રની બહેનો આગળ આવી. રાષ્ટ્રીય સેવા ભારતીની દક્ષિણી ક્ષેત્રના પ્રભારી ભાનુમતી દીદી બતાવે છે કે જાગૃતિ મહિલા સ્વાવલંબન કેન્દ્રની કવિતા કલિમને, વિનીથા હટ્ટિકાટાગ, પ્રશાંત પોટે, રેણુકા ઢેજે લોકડાઉનથી ત્રસ્ત લગભગ 1000 વણકર પરિવારોની માત્ર પરામર્શ જ નહી પરંતુ તેમનું મનોબળ વધાર્યું. તેમની કાર્યકુશળતા અને  સમજણથી લોકડાઉનમાં વણકર અને બજારની વચ્ચેનું અંતર ઘટાડ્યું. સાડી વ્યવસાય માટે ઓનલાઇન “સેવાકાર્તા વેબસાઇટ”શરુ કરીને તેમને ઘર બેઠા બજાર સાથે જોડવામાં આવ્યા. આ ઉદ્યોગમાં લગભગ 50% મહિલા મજુરો કામ કરે છે,જેનાથી તેમના ઘર ચાલે છે. એટલું જ પરંતુ કેન્દ્રની બહેનો એ એક લાખ માસ્ક અને 15000 રાખડીઓ તૈયાર કરી.


ત્યાં જ કેરલની બહેનોએ કોરોનાકાળમાં બગડતા માનસિક સ્વાસ્થ્યથી લડવા માટે કમર કસી. સેવાભારતી પુંજરાની પરામર્શ કેન્દ્રની અંતર્ગત 14 મહિલા મનોવૈજ્ઞાનિક સલાહકારોના નેતૃત્વમાં 14 કેન્દ્ર ચાલી રહ્યા છે, જે ઘરોમાં નિરાશા, દબાણ, ઘરેલુ હિંસા, નશાની લત જેવી માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર કરવા આબાલ વૃદ્ધ સૌને યોગ્ય પરામર્શ અને જ્ઞાનવર્ધક સલાહ આપી સારા સમાજના નિર્માણ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.


દિવસ હોય કે રાત હૃદયમાં સેવાનો ઉમળકો રોકાતો નથી. દહેરાદૂનમાં 24 માર્ચ 2020 રાત્રી 9.00 કલાકે માતૃમંડળની ક્ષેત્રીય સંગઠન મંત્રી રીતા ગોયલને ખબર પડી કે પોતાના ઘરથી ત્રણ કિલોમીટર દૂર  એક અર્ધા બનેલા મકાનમાં બિહારી મજુરોના સાત પરિવાર ભૂખ્યા બેઠેલા છે. પોતાના ઘરમાંથી ભોજન અને સીધુ સામાનના બે થેલા ભરી પોતના બેટાની સાથે સ્કૂટી પર નીકળી પડ્યા. કોઈ ભૂખ્યું ન રહે આ વિચારના અજવાળા આગળ અંધારું અદૃશ્ય થૈ ગયું. સુનિતાજી, માલિનીજી અને સપનાજીની સાથે રીતાજી વગેરે સેવાભારતી માતૃમંડળની બહેનોએ પોતાના ક્ષેત્રોમાં પોલિસ કર્મી અને અન્ય જરૂરતવાળા લોકોને પોતે બનાવેલા માસ્ક વહેંચ્યા. મણિપુરના વિદ્યાર્થીઓ સહિત 5000 પરિવારોને સીધુ સામાન પહોંચાડવામાં આવ્યું.

હરિદ્વાર માતૃમંડળથી રાખીજીએ કુષ્ઠ રોગીઓ અને સેવાવસ્તીઓમાં ભોજન પેકેટ વહેંચવામાં આવ્યા. ઋષિકેશના યજ્ઞીકા દીદીએ હર્બલ સેનેટાઇઝર, અંશુલજીએ વાતાવરણ શુદ્ધિ માટે ગોબરના છાણાથી બનેલી ધૂપ અને અગરબત્તી વહેંચવામાં આવી. 


આ સેવાયાત્રામાં કેટલાંક પ્રસંગો  અંતરાત્માને કંપાવી દે છે. કાનપુરના પનકી મંદિરની સામે ભૂખને કારણે 13 વર્ષની બાળકી ભોજન પેકેટને જોઇ વાહનોની વચ્ચે દોડી રહી હતી,તો કલ્યાણપુરી વસ્તીમાં રહતી 60 વર્ષની વૃદ્ધા શેરીમાંથી  હાંફતી હાંફતી ભોજન પેકેટ દોડતી હોય. દાદાનગરમાં ભૂખથી આતુર આંખો. લોકડાઉન દરમ્યાન કાનપુરમાં કિશોરી કેન્દ્રના પ્રમુખ પૂજાદીદી, માતૃમંડળ મહાનગરના અધ્યક્ષ ક્ષમા મિશ્રાએ પોતાની સહયોગી ટીમની સાથે લંચબોક્ષ ભરી રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને ઝુંપડપટ્ટીમાં ભોજન વહેંચવા જતી હતી ત્યારે આવા કેટલાંય હૃદયદ્રાવક દૃશ્યો નજર સામે આવતા હતા.

રોજના 300પેકેટ લગાતાર 21 દિવસો સુધી વહેંચવામાં આવ્યાં.હૃદયમાં ઈશ્વરને એક જ પ્રાર્થના હતી કે આવી પરિસ્થિતિ આપણા દેશમાં ફરીથી ક્યારેય ન આવે. 

સેવાનો સૂર્યોદય જ્યારે હૃદયમાં હોય છે, તો સમય અને પરિસ્થિતિની કોઇ અસર નથી હોતી. વિનાશક કોરોનાકાળમાંક્યાંક સૃજક તો કયાંક પાલક બનતા સ્વયંસેવકોભાઇઓ અને બહેનોની આ કથા છે.

1391 Views
अगली कहानी