सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

સપનાનું ઘર

કેરલ

Play podcast
parivartan-img

પોતાના માથે પોતાની છત એ સપનું આંખોમાં લઇ કેટલાં નિર્ધન પરિવાર ગેરકાનુની ઝુંપડીઓમાં આખું આયખું વીતાવી દે છે? કેટલાકને તો તે પણ નસીબમાં નથી હોતું. ઠંડી, ગરમી, વરસાદ ફૂટ્પાથ પર જ પસાર થાય છે. કેરલના નાનકડા ગામ ઇરિનજલકુડામાં રહેતા શમશાદ પણ આ લોકોમાંના જ એક હતાં. અપંગ માતા-પિતાની સાથે કોઇને કોઇ રીતે ભાડાના ઓરડામાં ગુજારો કરતા શમશાદે સપનામાં પણ નહોતુ વિચાર્યું કે તે પણ ક્યારેક પોતાના ઘરમાં રહી શકશે. સેવાભારતી ઇરિનજલકુડાની ટીમના અથાક પ્રયત્નો દ્વારા એવા જ 24 પરિવારોને પોતાની છત મળી 

તમે ઉપરનું જે કાંઇ વાંચ્યું તે કોઇ પરિકથાનો કોઇ ભાગ નથી પરંતુ સત્યકથા છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અણથક પ્રયત્નોથી શક્ય થયેલ છે. આ સત્યકથાને ત્યારે મૂર્ત સ્વરૂપ મળ્યું કે જ્યારે સેવાભારતી ઇરિનજલકુડાના સ્વયંસેવકોની ટીમ ત્યાંના સ્થાનીય સફળ વ્યવસાયી પીડિકટ્ટૂપરમ્બિલ સુન્દરમ્ પાસે સેવાકાર્યો માટે કાંઇક દાન માટે મળવા ગયાં. કેટલીક વાર વાતચીત પછી કાંઇક એવું બન્યું કે જેથી સૌ આશ્ચર્ય ચકિત થઇ ગયાં. સુન્દરમજીએ એવું કહ્યું કે પોતાની 21777 ચો.ફુટ જમીન જેનું બજાર મૂલ્ય 75 લાખ હતું, સંઘના માધ્યમથી નિર્ધન દિવ્યાંગોને મકાન બનાવવા તે દાન આપવા માંગે છે. બસ ત્યાંથી આ શૃંખલા આગળ વધી. સુન્દરમજીથી પ્રભાવિત થઇ નજીકનાજ મુરિયાદ પંચાયત વિસ્તારના એક શ્રીમંત વિધવા વનાજા ઇન્દાવને પોતાની 48 લાખની કિંમતની 19600 ચો.ફૂ ભૂમિ સંઘના મધ્યમથી જરૂરતમંદોને દાન કરવાની ઈચ્છા જાહેર કરી. 


કેરલમાં સેવાભારતી ઇરિનજલકુડાના સચિવ પી.હરિદાસના કહેવા પ્રમાણે આ ભૂમિદાનથી તેમની ટીમને સેવા માટેનું નવું ક્ષેત્ર ખુલ્યું. ઘણાં પરિશ્રમ પછી આવા 24 ગરીબ દિવ્યાંગોને નિશ્ચિત કર્યા જેની પાસે પોતાનું કોઇ મકાન નહોતું. આખરે એક સમારોહનું આયોજન કરી સુન્દરમજી અને વનાજા ઇન્દાવનની ઉપસ્થિતિમાં મલયાલિ સીનેસ્ટાર અને રાજ્યસભાના સાંસદ સુરેશ ગોપીએ આ ભાગ્યશાળી 24 ચયનિત લોકોને 3.10 સેંટ (1340 ચો.ફુ.) ક્ષેત્રફળના એક સરખાં પ્લોટ પાડી તેની માલિકી સોપી, જે આગામી 10 વર્ષ સુધી કોઇને હસ્તાંતરિત ના કરી શકે કે વેચી શકે.

આ યાત્રા એટલેથી નથી રોકાતી પરંતુ તેના પર મકાન બનાવવા ધનસંગ્રહ શરુ કરવામાં આવ્યું. આ મિશન માટે સ્વયંસેવકોની એક પૂરી સમર્પિત ટીમ ધનસંગ્રહ માટે વિભિન્ન સરકારી યોજનાઓ અને કોર્પોરેટ સેક્ટર સહિત તમામ દાનવીર વ્યક્તિઓના સંપર્ક કરવાનું શરુ કર્યું.  

વર્ષ 2007થી પ્રારંભ થયેલ સેવાભારતી ઇરિનજલકુડા જેણે સરકારી હોસ્પીટલમાં દર્દીઓ અને જરૂરતવાળાઓને ભોજન કરાવવાના સેવાકાર્યથી પ્રારંભ કરી કેટલાંક જ વર્ષોમાં તેના સંસ્થાપક સ્વયંસેવકો પી.હરિદાસ, પી.એમ શંકરન્ ના સફળ સંચાલનથી એવું કરી દેખાડ્યું જે હજારો લોકોના જીવનને નવી ઊર્જા આપી રહ્યાં છે. વર્તમાનમાં સેવાભારતી ઇરિનજલકુડા દ્વારા સંગમેશ્વરા વાનપ્રસ્થ આશ્રમમ્ ના નામથી એક વરિષ્ઠ ગૃહ, સેવાશ્રયા નિલયમ્ ના નામથી મનોરુગ્ણ લોકો માટે એક ડે કેર સેન્ટર, 24 કલાક એમ્બ્યુંલન્સ સર્વિસ અને ફ્રીજર સેવાનું સફળ સંચાલન થઇ રહ્યું છે. 

સંપર્ક – જિદીન રમેશ

મો. નં - 08330083324

990 Views
अगली कहानी