सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

જગત મારી હથેળીમાં

મધ્યપ્રદેશ

Play podcast
parivartan-img

ઝટકા સાથે વિમાન જેવું એરપોર્ટના રનવે પરથી આકાશમાં ઉડ્યું કે પહેલી વાર હવાઇ મુસાફરી કરતી સોનુને થોડો ડર લાગ્યો. એક વિચિત્ર પ્રકારનો લખલખુ (ધ્રુજારી) જાણે કરોડરજ્જુમાંથી પસાર થઇ હોય. મધ્યપ્રદેશના ગ્વાલિયર જીલ્લાના નાનકડા ગામ સિરૌલનો આ હોનહાર બાળક આજે ભારતની બેસબૉલ ટીમ માટે રમવા ઑસ્ટ્રેલિયા જઇ રહ્યો હતો. વાદળોને ચીરી જ્યારે વિમાનની યાત્રા શરુ થઇ કે સોનુને પોતાના બાળપણની તે યાદો તાજી થઇ જ્યારે ગામ ઉપરથી પસાર થતું વિમાનને જોઇ તે રોમાંચિત થતો અને ત્યાં સુધી તેની પાછળ દોડતો જ્યાં સુધી તે વિમાન અદૃશ્ય ન થાય. સરકારી શાળામાં ભણ્યા પછી પિતાની સાથે મજુરીના કપરાં દિવસો પણ તેની આંખો સામે આવ્યાં.

જીવનના બધાં જ ઝાંઝાવાતોને પછાડી તે આજે તેનું મોટું સ્વપ્ન એટલે હવાઇ યાત્રા કરવાનો અનુભવ જાણે આખું જગત તેની હથેળીમાં આવી ગયું હોય. આવી જ કાંઇક ગઢીના ખેતમજુર પરિવારમાં જન્મેલા ભાનસિંહને પણ લાગણી થઇ, જ્યારે 10માં ધોરણમાં જીલ્લામાં સૌથી વધુ માર્ક્સ લાવવાના કારણે 26 જાન્યુઆરી 2016ના દિને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સન્માનિત કર્યો હતો.

સોનુની જેમ સહરિયા જનજાતીના 171 બાળકો આજે ડબરામાં સેવાભારતી દ્વારા સંચાલિત બોર્ડિંગ શાળામાં ભણી સફળતાના માર્ગે ચાલી નીકળ્યાં.

પ્રદેશની સૌથી પછાત જનજાતીઓમાંની એક સહરિયા હવે વિલુપ્તિના આરે છે. આ લોકો પાસે ન તો પોતાની જમીન છે કે ન કોઇ બીજો વ્યવસાય. પાકની કાપણી અથવા ખેતમજુરી કરી પોતાના પરિવારોનું પેટ્યું રળે અને સહરિયાઓમાં શિક્ષણનું પ્રમાણ 10%થી પણ ઓછું હતું અને કદાચ એટલું જ રહેત જો સંઘ પ્રચારક અને સેવાભારતીના સંસ્થાપક વિષ્ણુજીની પ્રેરણાથી 10 જુલાઇ 2003ના દિને ધોરણ 6 થી 8 સુધીના બાળકો માટે ભાડાના મકાનમાં એક એવા જનજાતીય આવાસીય શાળાની શરુઆત ન થઇ હોત, જ્યાં વિદ્યાર્થીઓને રહેવા, ખાવાથી લઇ ગણવેશ અને ફી વગેરે બધું ખર્ચ સંચાલન સમિતિ ઉઠાવે છે. 

સેવાભારતીના પ્રાંત ઉપાધ્યક્ષ અને પ્રારંભથી જ વિદ્યાલયના પ્રભારી એવા નિર્મલદાસજીના કહેવા પ્રમાણે આ વિદ્યાલયમાં શિક્ષણની સાથે સાથે બાળકોને બેસ બૉલ અને થ્રોંબૉલ જેવી રમતો વિશ્વ કક્ષાના તાલિમ એક પ્રોફેશનલ કોચ દ્વારા આપવામાં આવે છે. સાથે જ શાળામાં સ્ટેટ ઑફ ધી આર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશનની સંપૂર્ણ વ્યવસ્થા છે. ક્યારેક 35 બાળકો સાથે શરુ કરેલી આ વિદ્યાલયમાં જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 171 થઇ ત્યારે શાળાને પોતાના ભવનની જરૂરત પડી. ત્યારે મદદ અમેરિકાના બીન નિવાસી ઇંજિનિયર પંકજ માહેશ્વરી સહયોગ માટે આગળ આવ્યાં. તેમણે તેમના પિતા અને ગ્વાલિયરના પ્રસિદ્ધ ડૉક્ટર સ્વ. કે.જી માહેશ્વરીની સ્મૃતિમાં ભવન માટે 20 લાખ રુપિયા સહયોગ રાશી આપી. આ બાળકોના શ્રેષ્ઠ પરિણામ અને રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શનથી પ્રભાવિત સમાજના લોકોએ વિદ્યાલયને મોકળા મનથી સહયોગ કર્યો. કેટલાય પરિવારો પોતાના બાળકોના જન્મદિવસ કે પૂર્વજોના શ્રાદ્ધ અહીં વિદ્યાલયના પ્રતિભાશાળી બાળકો વચ્ચે આવી મનાવે છે.

વિદ્યાલયના પ્રાચાર્ય સંજય રજક બતાવે છે કે અહીં રહી 12મું પાસ કરવાવાળા રામરસ, સુનીલસિંહ અને અમરસિંહનું ચયન પેરામેડિકલમાં થયું છે.  જ્યારે 12 બાળકો આવકવેરા વિભાગમાં અને 4 વિદ્યાર્થી વન વિભાગમાં નોકરી મેળવી ચૂક્યાં છે. આ બધાં વિદ્યાર્થીઓએ વિદ્યાલયમાં સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિશેષ માર્ગદર્શન વર્ગનો લાભ લીધેલ છે. રમતના ક્ષેત્રમાં  બેસબૉલમાં ઇન્દરસિંહ અને થ્રોબૉલમાં અનિલકુમાર રાષ્ટ્ર કક્ષાએ ચયનિત થયાં. સંઘના સ્વયંસેવકોના સેવા સમર્પણ અને પોતાના દૃઢ મનોબળની શક્તિના સરવાળાથી આ જનજાતીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાના શમણાંઓનું જગત પોતાની હથેળીમાં રાખવાનું કૌવત રાખે છે. 

સંપર્ક – નિર્મલદાસ નારંગ

મો. નં – 9425481714

971 Views
अगली कहानी