सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

જીવનને આપી દિશા નવિન

જમ્મુ અને કાશ્મીર

Play podcast
parivartan-img

લદ્દાખની રળીયામણી ખીણોમાં વર્ષ 2010માં જ્યારે વાદળ ફાટ્યું ત્યારે કેટલીયે જીંદગીઓ નષ્ટપ્રાય: થઇ ગઇ હતી. નીરજ તેમાંનો એક હતો. આ પ્રકોપે આ માસુમનું બધુંજ છીનવી લીધું હતું. તે પીડા કદાચ નીરજના ચહેરા પર જીવનભર રહેત, જો તેને સેવાભારતીના કાર્યકર્તાઓ દિશા છાત્રાવાસમાં ન લાવ્યાં હોત. પરંતુ હવે નીરજ વળીને પાછું જોવા નથી માંગતો. રાષ્ટ્રીય સ્તર સુધી ખો-ખો રમી ચૂકેલા આ મેધાવી છાત્રે ધોરણ 10ની પરીક્ષામાં ગણિતમાં 100 % અંક પ્રાપ્ત કર્યાં છે.

નીરજ જેવા 36 બાળકોના જીવનને વેલજી વિશ્રામ પોપટ દિશા છાત્રાવાસે નવી દિશા આપી છે. અહીં ભણતા બાળકો મોટાભાગે તે છે કે જેના પરિવાર જનો આતંકવાદીઓની ક્રૂરતાનો ભોગ બન્યા છે. સંઘના પ્રચારક અને રાષ્ટ્રીય સેવાભારતીના ઉત્તર ક્ષેત્રના સંગઠન મંત્રી જયદેવજીના પ્રયાસોથી વર્ષ 2005માં બે ઓરડામાં 9 બાળકોને લઇ છાત્રાવાસની શરુઆત થઇ. હવે અહીં બાળકોને ભણવાની સાથે સાથે સંગીત, કોમ્પ્યુટર તથા ચિત્રકામ પણ શીખવવામાં આવે છે. 


પંદરેક વર્ષ પહેલા જ્યારે દિશાની શરુઆત કરવામાં આવી સેવાભારતીની પાસે માળખાકીય સુવિધાઓ કે સહયોગી કશું નહોતું. બાળકોની શાળાની ફી અને ભોજન ખર્ચ પણ માંડ નીકળતો હતો. ત્યારે બૉસ્ટનમાં રહેતા નરેન્દ્ર પોપટે આ ઉમદા કામ માટે સહભાગી થવાનો નિર્ધાર કર્યો. શ્રી પોપટે પોતાના પિતાજી વેલજી વિશ્રામ પોપટની સ્મૃતિમાં 22 લાખનો સહયોગ આ પ્રકલ્પ માટે કર્યો. જમ્મુ-કાશ્મીર સેવાભારતીના અધ્યક્ષ અનુશ્યા ખોસાના કહેવા પ્રમાણે અહીં બાળકોને શિક્ષિત અને સંસ્કારિત કરવાની સાથે સાથે કઠોર અનુશાસન પણ શીખવવામાં આવે છે.

બગીચાની સફાઇ હોય કે છાત્રાવાસનું પ્રબંધન બધું બાળકો જ કરે છે. આજે છાત્રાવાસ પાસે 5 ઓરડા, એક કોમ્પ્યુટર કક્ષ, 4 અતિથી કક્ષ સાથે એક મોટો પ્રાર્થના હોલ છે, જ્યાં વિદ્યાર્થીઓ સાથે બેસી ભણે છે. કેટલાક મોટા છોકરાઓ પોતાના રસ પ્રમાણે ઇલેક્ટ્રીશિયન, સુથારી કામ તથા સજીવ ખેતી જેવા કૌશલ્ય વિકાસની તાલિમ પણ લઇ રહ્યાં છે. 

માતા વૈષ્ણો દેવી જ્યાં વીરાજે છે તે ત્રિકુટા પર્વતની તળેટીમાં આવેલું કડમાલ ગામમાં પાણીની અછત ઘણી મોટી સમસ્યા હતી. 300 ફીટના ખોદકામ પછી થોડું પાણી મળતું હતું જે વિદ્યાર્થીની રોજબરોજની જરૂરતો પૂરી નહોતી થતી પરંતુ જળ વ્યવસ્થાપનની પરંપરાગત પદ્ધતિઓ અપનાવી વ્યવસ્થાપકોએ રોજના પાણી માટે ટેન્કરના ખર્ચમાંથી મુક્તિ મેળવી લીધી. જળ વ્યવસ્થાપન માટે બનાવેલી ત્રણ ટાંકી હોવાથી ઉનાળામાં પણ હેન્ડ પંપથી ઘણું જ પાણી મળે છે. પાણીના એક એક ટીંપાનો ઉપયોગ થાય તે માટે કપડાં ધોવામાં વપરાયેલ પાણી બગીચાની સિંચાઇમાં વાપરવામાં આવે છે. પ્રાકૃતિક આપત્તિઓ અને આતંકવાદનો સામનો કરતા જમ્મુ-કાશ્મીર માટે દિશા છાત્રાવાસ જેવા પ્રકલ્પ આશાનું નવું કિરણ બની ઉભરી રહ્યું છે. 

સંપર્ક સૂત્ર : સુરેન્દ્ર ત્યાગી 

મો.નં : 7051273549

1013 Views
अगली कहानी