सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

વાંસના સહારે સજાતું જીવન

ડૉ. જનક દવે | મહારાષ્ટ્ર

Play podcast
parivartan-img

ડૂબતાને તરણાનો આધાર પૂરતો હોય છે. જેમ કચ્છ (ગુજરાત)માં આવેલ હૃદયને હચમચાવી દે તેવા ભયાનક ભૂકંપથી જમીનદોસ્ત થયેલ જનજીવનને વાંસનો સહારો મળ્યો. મહારાષ્ટ્રમાં અમરાવતી જીલ્લાના વનવાસી ક્ષેત્ર મેલાઘાટના લવાદામાં સંપૂર્ણ બામ્બૂ કેન્દ્ર ચલાવતા સુનિલ દેશપાંડે અને તેમના પત્ની નિરુપમા દેશપાંડેએ સંઘના સ્વયંસેવકોના સહયોગથી કચ્છમાં કાંઇક એવું કરી બતાવ્યું જેનાથી વનવાસી વિસ્તારોમાંથી મળતો સામાન્ય વાંસના વૃક્ષને ભૂકંપ પીડિતો માટે સંજીવની બનાવી દીધો. 

26 જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતમાં આવેલા ભયાનક ભૂકંપને કોઇપણ નહીં ભૂલ્યો હોય જેનાથી હજારો લોકો બેઘર થયા હતાં. પરિસ્થિતિ એ હતી કે લોકો જમીનદોસ્ત મકાનના કાટમાળની પાસેથી ખસવા જ નહોતા માંગતા. કોઇનું સોનું તો કોઇના ઝવેરાત, કોઇની સંપત્તિ, દસ્તાવેજો અને બીજી કેટલીય કિંમતી વસ્તુઓ કાટમાળ નીચે દબાયેલી હતી. તંત્રના બધાં પ્રયત્નો પછી પણ લોકો ત્યાંથી એક ઇંચ પણ ખસવા તૈયાર નહોતા. આવી વિકટ પરિસ્થિતિમાં સુનિલજી અને 45 લોકોની ટુકડી કચ્છ પહોંચી. આ ટુકડીએ સ્થાનીય સ્વયંસેવકોની મદદથી એક વર્ષ રહી વાંસના મકાન જેને ભુંગા કહે છે, તે બનાવી પીડિત પરિવારોને રહેવાનું છાપરું આપવાનું અદભુત કાર્ય કર્યું. વાંસથી બનેલા આ 742 ભૂકંપરોધી વિલક્ષણ મકાનો જેમાં હોસ્પીટલ અને શાળાઓ પણ હતી તેનું લોકાર્પણ તત્કાલીન પૂ.સરસંઘચાલક સુદર્શનજીએ કર્યું હતું.


ક્યારેક નાનાજીના સહયોગી રહેલા સુનિલ દેશ્પાંડે અને તેમના પત્ની નિરુપમાજી હંમેશાથી અંતરીયાળ વિસ્તારોમાં વસતા વનવાસીઓ વચ્ચે કામ કરી તેમને સ્વાવલંબી કરવા માંગતા હતાં આથી તે માટે તેમણે વાંસને પસંદ કર્યો. આ ક્ષેત્રના વનવાસીઓની દશા અને દિશા બદલવા માટે મહારાષ્ટ્ર્ના મેલઘાટમાં લવાદામાં 1994મા સંપૂર્ણ બામ્બૂ કેન્દ્ર ની સ્થાપના થઇ. 

આજે આ કેન્દ્ર વનવાસી ઉત્થાનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહ્યો છે. વિસ્તારના 38 ગામોમાં 250થી વધુ સ્વ સહાયતા જૂથો દ્વારા વાંસથી બનેલી વસ્તુઓની માર્કેટીંગ કરી સંસ્થાએ સેંકડો વનવાસી પરિવારોને ખુશહાલ જીવન આપ્યું છે. વાંસથી અનેક પ્રકારની શિલ્પ અને ભવનનિર્માણ કાર્યને કારણે આ વિસ્તારનો સ્વાવલંબનનો આલેખ સતત ઉપર ઉઠી રહ્યો છે. સુનિલ દેશપાંડે બતાવે છે કે, “આ આદિવાસીઓમાં સકારાત્મકતા લાવવી અને તેમને યાચક નહીં પણ સક્ષમ અને સ્વાવલંબી બનાવવાનો જ અમારો પ્રયાસ છે.” એટલે કે ગોરેલાલ અહિરયાને જ જોઇ લઇએ જે ભિલ સમાજના છે.


વળી અષ્ટાવક્ર એટલે કે વાંકાચુકાં અંગવાળાં છેલ્લા 15 એક વર્ષોથી કેન્દ્ર પર કામ કરે છે. એક એવો સમય હતો કે તે પરિવારની જવાબદારી ન્હોતો ઉઠાવી શકતો. આજે તે એટલો સક્ષમ છે કે પોતાના પરિવારને ટેકો કરી રહ્યો છે, એટલું જ નહીં પરંતુ નાગપુરના 20 પ્રજ્ઞાચક્ષુઓને વાંસકલાની તાલિમ પણ આપી રહ્યો છે. આવી જ કથા પોલિયોગ્રસ્ત સોહનલાલ કષ્દેકરની છે જે કોરકૂ સમાજનો છે અને તે દિવ્યાંગ પણ છે, છેલા પાંચ વર્ષોથી કેન્દ્ર પર કામ કરે છે. આજે તે અને ગોરેલાલ બન્ને કેન્દ્રના મુખ્ય શિક્ષક છે. 

વાંસથી ભવન નિર્માણ સિવાય આ કેન્દ્રે અન્ય શિલ્પકળાઓ અને અનુસંધન કાર્યો પર પણ ઘણું ધ્યાન આપ્યું છે. વનવાસીઓ દ્વારા બનેલી પેદાશોનું વેચાણ અને બ્રાંડીંગ વેણુ શિલ્પી ઔદ્યોગિક કો ઓપરેટીવ સોસાયટી ના માધ્યમથી કરવામાં આવે છે. સાથે સાથે કેન્દ્ર વાંસ કારીગરોની તાલિમને શૈક્ષણિક માન્યતા અપાવવા ઉપરાંત વાંસની નવી જાતો પર સંશોધનની દિશામાં પણ ઝડપથી કામ કરી રહ્યું છે. હાલમાં જ આર્થિક રીતે પરવડે તેવું અને ક્યાંય પણ ઉભું કરી શકાય તેવું વાંસનું બાથરૂમ બનાવી સ્વચ્છ ભારત અભિયાન્ને વધુ કારગર બનાવવાની દિશામાં પોતાના તરફથી નવી સંભાવનાઓ ભર્યું યોગદાન આપ્યું છે. 

સંપર્ક સૂત્ર – સહદેવ દાદૂજી 

મો. નં 9764634511

896 Views
अगली कहानी