सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

ચલે નિરંતર સાધના

ઝારખંડ

parivartan-img

દોઢ વર્ષની ગીતા અને 6 માસનો આયુષ લોહારના માથેથી માતાની છત્રછાયા ચાર મહિના પહેલા ઉઠી ગઇ હતી. લોકડાઉને રીક્ષાચાલક પિતાની કમાણી છીનવી લીધી. રાંચીના પાહનકોચામાં રોજનું કમાઇ ખાવાવાળા આ પરિવાર બે સમયનું ભોજન જગ્યા જગ્યા વહેંચાતા કઢી ભાત કે ખિચડી પર આશ્રિત થઇ ગયું હતું. ઘરડી નાનીમાં જૂલિયા મિંજ દૂધ પીતા આયુષને દૂધની જગ્યાએ અડોસ પાડોસમાંથી ચોખાનું ઓસામણ લાવી તેમાં ખાંડ ઓગાળી પીવડાવવા વિવશ હતી. તેમની આ વિવશતાની જાણકારી શિવાજી નગરના કાર્યવાહ શ્રી વિજયજીને મળી, તો સ્વયંસેવકોએ માત્ર આયુષ જ નહીં પરંતુ રાંચીના લોહરાકોચા, ભાભાનગર, ચઢરી, રવિદાસ મહોલ્લા અને વર્ધમાન કમ્પાઉંડના 300  જરૂરીયાત મંદ  બાળકોને લોકડાઉનના લગાતાર બે મહિના દરમ્યાન ઘર-ઘર જઇને દૂધ પહોંચાડ્યું 

નાસિકની કોવિડ હોસ્પીટલમાં “કોરોના પૉઝિટીવ વ્યક્તિના દેહાંત પછી  અંત્યેષ્ટી માટે સ્વજનો સંઘના સ્વયંસેવકોનો સંપર્ક કરશો” આ પ્રમાણે લાગેલું એક બોર્ડ કોરોનાકાળની અસીમ વ્યથા અને સ્વયંસેવકોની અનોખી સેવાભાવનાનું ઉદાહરણ છે. પોતાના પ્રિયજનોના ચાર કાંધા માટે વલખાતા કોરોના પોઝિટીવ વ્યક્તિના મૃતદેહની અર્થીને નાસિકના સહ જીલ્લા કાર્યવાહ મંગેશભાઇ અને તેમના સહયોગી સ્વયંસેવકો કોઇ ભાઇ, કોઇ બેટો તો કોઇ બેટી બની કાંધ આપી. PPE Kit પહેરી આ શવોને મુખાગ્નિ આપવા વાળામાં સોનાલી દાબક, શુભદા દેસાઇ, દીપાલી ગડાખ જેવી સંઘ પરિવારની બેટીઓ પણ શામેલ હતી.


જ્યારે સંકટ મોટું હોય ત્યારે સંઘર્ષ પણ મોટો હોય છે. હજારો કિલોમીટર પગપાળા ચાલીને પોતાના ઘર જઇ રહેલા લાખો પ્રવાસી શ્રમિકોની વ્યવસ્થામાં જ્યારે પ્રશાસનના હાથ ટૂંકા પડવા માંડ્યાં ત્યારે સેવાભારતીના કાર્યકર્તાઓ અને સંઘના સ્વયંસેવકોએ મોર્ચો સંભાળ્યો. દેશના 1778 સ્થાનો પર 44 લાખથી વધુ  શ્રમિકોને ભોજન, પાણીની બોટલ્સ, દવાઓ અને અન્ય જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. સંઘના અખિલ ભારતીય સહ સેવાપ્રમુખ શ્રી રાજકુમારજી મટાલેએ જણાવ્યું કે, “આ દેશ અને સમાજ આપણો છે આ ભાવની સાથે જેટલી મોટી આપત્તિ તેટલી મોટી જવાબદારી ઓઢી લીધી”.

હોસ્પીટલોમાં ગંભીર રોગીઓને ,લોહીની ઉણપ ન રહે તે માટે કોવિડ 19 મહામારીના કાળમાં 5 જુન 2020 સુધી 60,229 સ્વયંસેવકોએ રક્તદાન કર્યું. કોવિડ હોસ્પીટલ અને ઝુંપડપટ્ટીઓ સુધી પહોંચી સેંકડો સ્થાનોની સાફ-સફાઇ અને સેનેટાઇઝેશનનું કામ પણ સ્વયંસેવકોએ સંભાળ્યું. 

 

મેરઠના અમરોહામાં ચાલતી મેડીકલ હેલ્પલાઇન હોય કે રાષ્ટ્રીય સેવાભારતીની 24 કલાક ચાલતી હેલ્પલાઇન પીડિત પરિવારોની બધી સમસ્યાઓનું સમાધાન તત્પરતાથી કર્યું. સુરતમાં કપડાની ફેરી કરનાર નૂર મોહમ્મદને જ્યારે ખાવાના સાંસા પડવા માંડ્યા ત્યારે 3 વર્ષના બાળક અને ગર્ભવતી પત્નીને લઇ 1304 કિલોમીટર દૂર પોતાના ઘર અમેઠી પગપાળા જ નિકળી પડ્યા. પરંતુ જળગાંવ રાજમાર્ગ પર જ પત્નીને પ્રસવપીડા ઉપડી. નજીકમાંજ રાશન વહેંચી રહેલા સ્વયંસેવક રવિ કાસારે પોતાના સાથીઓની સાથે મળી સુરક્ષિત પ્રસવ કરાવવા તેના પતિની મદદ કરી અને નગરના પૂર્વ સંઘચાલક ડૉ વિકાસ ભોલેની માતૃસેવા હોસ્પીટલમાં યોગ્ય સારવાર કરાવી.

કોરોનાના કારણે ચારે બાજુ ફેલાયેલા ડરને ચીરી સ્વયંસેવકોએ પોતાની ચોકસાઇથી એવી અનેક સેવાયાત્રા પૂર્ણ કરી.

1349 Views
अगली कहानी