सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

તેરા વૈભવ અમર રહે માં

પરેશભાઈ રાજગોર | મહારાષ્ટ્ર

parivartan-img

રામવતીની આંખોથી આંસુ કૃતજ્ઞતા બની  વરસી રહ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી માત્ર ચોખા બાફીને  બાળકો અને પતિને ખવડાવીને પોતે ભૂખી જ સૂઇ જતી હતી. મજબૂરીમાં ઘરની પાસેના સરગવાના ઝાડથી સીંગો તોડીને વેચવાથી મળતી આવકથી ત્રણ બાળકો અને સાસુ સસરાનું પેટ કેવી રીતે ભરી શકાય? લોકડાઉને પતિની કમાણીની સાથે ઘરના અનાજ પાણી પણ છીનવી લીધા હતા. ભોપાલમાં ગોવિંદપુરા સેક્ટર-સીની પાસે આવેલા કાચા મકાનમાં રહેતા પરિવારની પાસે જ્યારે સેવાભારતીના કાર્યકર્તા ઈશ્વરના દૂતની જેમ રાશન લઇને પહોંચ્યા ત્યારે રામવતી ખુશીથી રડી પડી. સંગઠનના પૂર્ણકાલિક કાર્યકર્તા શ્રી કરણસિંહજીએ આ પરિવારને લોકડાઉનના અઢી મહીના દરમ્યાન અન્નની ખોટ ન પડે તેની વ્યવસ્થા કરી. 


ત્યાં કોલકાતાના બાગ બાજારની એક બહુમાળી ઇમારતની નીચે ફાટેલી ગોદડી પર થોડા વાસણ રાખી રુખી-સુકી ખાઇ ગુજારો કરતી વૃદ્ધમાતા માટે લોકડાઉને વર્ષો પછી ગરમ ગરમ ભોજન લાવી આપ્યું. કઢી ભાત વ્હેંચવા વાળી સ્વયંસેવકોની ટોળી વસાહતોમાં ભોજન વિતરણ કરી ફુટપાથ અને રેલ્વેના પાટા પાસે ભીખ માંગીને જીવતા લોકોને શોધવા નિકળી ત્યારે તમને એક ખૂણામાં આ બા મળ્યાં. કેટલાંક દિવસ સાંજે કઢી ભાત ખાધા બાદ મનોરમા અમ્માએ દિવસે પણ ભોજનની માંગણી કરી ત્યારે નજીકમાં રહેતા સ્વયંસેવક સુમિત સાહુ પોતાના ઘરથી નિયમિત ગરમ-ગરમ ભોજન પહોંચાડવા માંડ્યા. એક દિવસે સ્વયંસેવકો પર આશીર્વાદ વરસાવતા તે બા એ પોતાની વ્યથા સંભળાવી કે 10 વર્ષોમાં પહેલી વાર તેને ઠીક પ્રકારનું ભોજન મળ્યું. અત્યાર સુધી તે મમરા અને પૌઆ પાણીમાં પલાળીને ખાતા હતા.


હવે વાત કરીએ કોરોના વાયરસના સૌથી મોટા હૉટસ્પોટ બનેલા ઇંદોરની. અહીંયા રેલ્વે સ્ટેશનની પાસે ઇલાઇટ ટાવરમાં રહેતી મંજુ અગ્રવાલની માતાનું આકસ્મિક મૃત્યુ થયું ત્યારે તેમની પાસે કોઇ ન પહોંચ્યું કે કોઇ પડોસી મદદ માટે આગળ ન આવ્યાં. ત્યારે સંઘના સ્વયંસેવકોએ જ તેમના અંતિમ સંસ્કાર કર્યા. કોરોના કાળમાં આ બ્રહ્માંડમાં તરી રહેલી સેવાગાથાઓના સૂત્રધાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો હતા. જેમણે આ વૈશ્વિક રોગચાળાને સેવા કરવાનો અવસર માની જાણે ભેખ લીધી હોય તેમ  મનમાં રાષ્ટ્રભાવ લઇ મુંબઇ, દિલ્હી અને ઇંદોરના હૉટસ્પોટ વિસ્તારો સહિત આખા દેશમાં વણથાક્યા સેવા કરતા રહ્યાં.

બારાબાંકીના જીલ્લા કાર્યવાહ શ્રી અજયકુમારનું બલિદાન આપણો દેશ ભૂલી નહી શકે. 22 મે શુક્રવારે લખનૌ અયોધ્યા રાજમાર્ગ પર રાશન વહેંચતા તેઓ એક ટ્રક અકસ્માતના શિકાર બન્યાં. વ્યવસાયે શિક્ષક અજયજી છેલ્લા 55 દિવસોથી સવારે 10 થી રાત્રી 9 સુધી જરૂરતમંદ લોકોને તૈયાર ભોજન અને રાશન વહેંચી રહ્યા હતા. એક જરૂરતમંદને  રાશન આપવા માટે પોતાની કારની ડીક્કીમાંથી કાઢી રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતના તેઓ શિકાર બન્યા. 


સંઘના અખિલ ભારતીય સેવા પ્રમુખ શ્રી પરાગજી અભ્યંકર સંખ્યાત્મક વૃત્ત આપતાં જણાવે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  અને સેવાભારતીના માધ્યમથી 92656 સ્થાનો પર 73801802 થી વધુ રાશન પેકેટ અને 4 કરોડથી વધુ  ભોજન પેકેટ વહેંચવામાં આવ્યાં. તેઓ કહે છે કે સ્વયંસેવકોએ સેવાને પોતાનું કર્તવ્ય માની થાક્યા વગર સેવાકાર્યમાં લાગ્યાં રહ્યાં. 

વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠને વિશ્વની સૌથી મહામારીથી લડવા સરકારની સાથે ખભેથી ખભો મેળવી કાર્ય કર્યું. જે લોકો કોરોનાથી બચવા માસ્ક નહોતા ખરીદી શકતા તેવા 90,02,313  લોકોને માસ્ક વહેંચ્યા, લોકડાઉનમાં ફસાયેલા 1,90,000 લોકોને રહેવાની જગ્યા આપવામાં આવી. કોઇ એવો આયામ નહી રહ્યો હોય જ્યાં સ્વયંસેવકો સેવા માટે તત્પર નહોતા. ડૉક્ટરોની સાથે PPE Kit પહેરી સ્ક્રીનિંગ માટે નીકળેલા સ્વયંસેવકો હોય કે ગર્ભવતી બહેનોના સ્વાસ્થ્યની ચિંતા કરતી રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો. આ એક અનંત યાત્રા હતી.


રાષ્ટ્રીયસેવાભારતીની 24 કલાક ચાલતી હેલ્પલાઇન પર મદદ માગતા પરિવારોની વ્યવસ્થા તરફ ધ્યાન આપતા રાષ્ટ્રીય સેવા ભારતીના મહામંત્રી શ્રી શ્રવણકુમારજીના કહેવા પ્રમાણે  દિલ્હીના યમુના પાર્કની અને પૂણેની રેડલાઇટ વિસ્તારની સેક્સવર્કરો સુધી રાશન પહોંચાડતા સ્વયંસેવકોની કથા અથવા ઇંદોરમાં ભયાનક રીતે ફેલાયેલા કોરોના સંકટમાં અનવરત કામ કરતા પોલીસ કર્મીઓને વિશ્રામ કરાવવા બેરીકેટ પર મોર્ચો સંભાળતા સ્વયંસેવકોની કથા કહેવા શબ્દો નથી.

“હરિ અનંત હરિ કથા અનંતા”ની સુરાવલી પર સંઘની આ સેવાયાત્રા ચાલુ જ રહેશે.


1389 Views
अगली कहानी