सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

આનંદ ધામ-આપણાઓનું ઘર

પરેશભાઈ રાજગોર | મધ્યપ્રદેશ

parivartan-img

હસતા ખેલતા ચહેરા, અનુભવી આંખો અહીંયા રહેવા વાળાઓની ઓળખ છે. આ જીંદાદિલ લોકોને જોઇ કલ્પના પણ નહી થાય કે તેમના પોતાના તેમની સાથે નથી રહેતા. આ વાત છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની વચ્ચોવચ આવેલા “આનંદધામ વરિષ્ઠ જન સેવાકેન્દ્ર” ની. સેવાભારતી મધ્યભારત દ્વારા સંચાલિત આ કેન્દ્રમાં વડીલો આનંદથી એક પરિવારની જેમ રહે છે. સેવાભારતીના તત્કાલીન પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની દૂરદૃષ્ટિ અને સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ પ્રકલ્પની શરુઆત કરી. રામચરીત માનસનું ઝરણું જેમની વાણીથી સતત વહે છે તે શ્રી રાજેન્દ્રપ્રસાદજી ગુપ્તા પારિવારિક કારણોના કારણે અહીંયા પંદર વર્ષોથી રહે છે. બરકતઉલ્લા વિશ્વવિદ્યાલયથી ડેપ્યુટી ડાયરેક્ટર પદથી નિવૃત્ત શ્રી ગુપ્તાજી કાર્યક્રમોમાં સ્વરચિત કવિતાઓથી બધાનું મન જીતી લે છે. પરિસરમાં નિર્ધન બાળકો માટે ત્રણ પાળીઓમાં કોચીંગ ચાલે છે, જેમાં દોઢસો બાળકો લાભ લે છે.    

સમિતિના સચિવ શ્રી રવિન્દ્ર સુરંગે બતાવે છે કે, આ કેન્દ્રની સ્થાપના 18 ડિસેમ્બર 2005માં કરવામાં આવી. અહીં 15 બહેનો અને 13 ભાઇઓ રહે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા પરિસરમાં યોગ કેન્દ્ર, ફિઝિયોથેરેપી, ન્યુરોથેરેપી સેન્ટર અને સ્પર્ધાત્મક  પરીક્ષાઓની તૈયારી માટે કોચીંગની સાથે સાથે નિઃશુલ્ક કાયદાકીય પરામર્શ કેન્દ્ર પણ ચાલે છે. અહીં રોજ આવતા હોમીયોઓપેથીના ડૉક્ટર વડીલો ઉપરાંત સમાજમાંથી અન્ય લોકોની પણ સારવાર કરે છે. અહીં દર માસે 500થી વધુ OPDમાં લાભ લે છે. 

 

સવારે યોગથી લઇ સાંજે પૂજા સુધી વ્યવસ્થિત દિનચર્યાની સાથે આ વડીલો માટે રોજ 4 થી 6 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થતા રહે છે, જેમાં સમાજના સેવાભાવી લોકો પણ તેમની સાથે સમય પસાર કરે છે. કેટલાક લોકો તો પોતાના બાળકોના જન્મદિવસ અને કેટલાક દંપતિ પોતાની વર્ષગાંઠ આ વડીલો સાથે મનાવે છે. 

પરિસરમાં બહેનો અને ભાઇઓ માટે અલગ અલગ  ભવનની સાથે ચિકિત્સા કક્ષ, ચિંતન કક્ષ, સાંસ્કૃતિક કક્ષ, મંદિર, બગીચો અને અલ્પાહાર કક્ષની સાથે એક પુસ્તકાલય પણ છે. આકસ્મિક પરિસ્થિતિઓમાં અહોરાત્ર એક રુગ્ણવાહિકા

ઉપલબ્ધ રહે છે. નિવૃત્ત શિક્ષિકા ગાયત્રીજી હોય કે  ક્લાસ વન અધિકારી સ્વ. મેહરોત્રાજીના પત્ની પ્રેમા મેહરોત્રા હોય કે પ્રભા શાહ (બંગાળી અમ્મા) બધાની પોત પોતાની કથાઓ છે. ગાયત્રીજીએ આખા જીવન દરમ્યાન સામાજિક જીવન ખૂબ સારી રીતે નિભાવ્યું પરંતુ લગ્ન નથી કર્યાં. ઇટારસીમાં પોતાનું મકાન દાન આપી એક્લતાથી દૂર રહેવા માટે અહીંયા આવી ગયા.


રોજની આરતી પછી  બધાને તીલક લગાવી પ્રસાદ વહેંચવા વાળા નંદકિશોર શર્માજીની ખુશી તેમના ચહેરા પર  હંમેશા દેખાય છે. પોતાની સૂટકેસની દુકાન બંધ કરી બેટી અને જમાઇની સાથે રહેવાના બદલે આનંદધામને જ પોતાનો પરિવાર બનાવી દીધો. આ બધાં અહીંયા એટલા જોડાઇ ગયા છે  કે દંપતિઓ ને રહેવા માટે જ્યારે પરિસરમાં નવું ભવન બનતું હતું ત્યારે પ્રેમાજીએ પોતાના પેન્શનમાંથી એક  લાખ  રૂપીયા આપ્યા. તેઓ કહે છે કે અહીં આમારામાંથી કોઇએ કાંઇ આપવું નથી પડતું. છતાંપણ બધાં પ્રકારની સુવિધા, વ્યવસ્થા તથા સ્નેહ-આત્મીયતાની સાથે 24 કલાક સારસાંભાળ કરનાર તો પોતાના પરિવારમાં પણ નથી મળતાં. 

આ કેન્દ્ર સાથે પ્રારંભથી જોડાયેલા પૂર્વ ક્ષેત્ર સેવા પ્રમુખ શ્રી ગોરેલાલજી બતાવે છે કે અમે અહીં 60 વર્ષ અને તેથી વધુ વય વાળાને જ રાખીએ છીએ. ફોર્મ ભરાવતી વખતે અમે પારિવારિક પૃષ્ઠભૂમિની માહિતી લઇએ છીએ. 


પહેલા સમજણથી સમસ્યાનો ઉકેલ આવે અને લોકો પોતાના પરિવારમાં પરત જાય એવો પ્રયાસ રહે છે. કેન્દ્રમાં રહેવા વાળાને માટે નિશ્ચિત સમય માટે મળી શકે છે. સેવાભારતીના પૂર્ણકાલીક શ્રી કૈલાસ કુશવાહજી બતાવે છે કે અહીં વ્યવસ્થાપક સમિતિના પ્રયાસોના કારણે ઘણાં લોકો પોતાના ઘરે પણ ગયાં છે. ખુબજ ભારી મનથી કૈલાસજી સ્વર્ગીય મુક્તા સહગલ અમ્માને યાદ  કર્યા કરે છે. તેમનું કહેવું છે કે, જ્યારે તે પોતાના ઘરમાં પડી જવાના કારણે ચાલવામાં અસમર્થ થયાં ત્યારે તેમની પાસે પોતાનું કોઇ નહોતુ. ત્યારે સેવાભારતીએ મૃત્યુ પર્યન્ત સારવાર અને સેવા કરી. મુક્તાજીએ જતાં પહેલા અરેરા કૉલોનીનું પોતાનું મકાન ગરીબ છોકરીઓના છાત્રાવાસ માટે સેવાભારતીને દાન આપ્યું. મુક્તાજીની જેમ જ  પ્રત્યેક વડીલની અંત્યેષ્ટી પરિવારોમાં થાય તે પ્રમાણે જ કરવામાં આવે છે. અહીં બધાં એ જ અનુભવ કરે  છે કે  આનંદધામ જ તેમનું પોતાનું ઘર છે. સેવાભારતીના ક્ષેત્ર સંગઠન મંત્રી રામેન્દ્રજી બતાવે છે કે 15 વર્ષથી આ પ્રકલ્પ કોઇ સરકારી સહાયતા વગર માત્ર સમાજના સહયોગથી ચાલે છે.  

સંપર્ક-શ્રી રામેન્દ્રજી

      9425116748

1235 Views
अगली कहानी