सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

સપના સાકાર થયા-યમગરવાડી-એક અનોખી પહેલ

મહારાષ્ટ્ર

Play podcast
parivartan-img

આજની શિયાળાની ઠંડીરાત હનુમાન મંદિરના દરવાજા પર રેખા તેના બે નાના ભાઈ -બહેનો સાથેકદાચ ધાબળા વગર  ઠંડી અને ભૂખથી ગુજારી હોત, જો કેટલાક સારા લોકો તેને લેવા પહોંચ્યા ન હોત તો. પાટોદા મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના કિનવટ નજીક એક નાનું ગામ છે, જ્યાં રેખા તેના માતા-પિતા સાથે રહેતી હતી.  પારધી આદિજાતિના આ પરિવારનો વ્યવસાય ચોરી કે લૂંટનો હતો.પારધી જ કેમ ? ડોમ્બ્રી કોલ્હાટી, ગોંધી મહારાષ્ટ્રની આ વિચરતી જાતિઓ સમાજમાં ગુનેગાર ગણાય છે કદાચ તેથી જ, જ્યારે રેખાના માતા-પિતા હવે હયાત ન હોવા છતાં આ બાળકોને દત્તક લેવા  ન તો સંબંધીઓ સંમત થયા કે ન સમાજ તેમની મદદ માટે આગળ આવ્યો.


પરંતુ આજે બધું બદલાઈ ગયું છે, એક સમયે ચેસમાં રાજ્ય કક્ષાની ચેમ્પિયન રેખા બોમ્બેની ફોર્ટિસ હોસ્પિટલમાં નોકરી કરી રહી છે, અને તેના નાના ભાઈ અર્જુનના દસમા ધોરણમાં 85% માર્ક્સ આવ્યા છે. રેખા અને અર્જુનની જેમ ભટકે વિમુક્ત વિકાસ પરિષદની શાળામાં ભટકતા બાળકો અભ્યાસ, રમતો અને અભિનયના દરેક ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી પરિષદના કાર્યકરો આ બંજારા જાતિના બાળકો પર મહેનત કરી રહ્યા છે. વરિષ્ઠ સંઘ કાર્યકર અને ભૂતપૂર્વ પ્રચારક ગિરીશ પ્રભુણેના પ્રયત્નોથી, 23 ઓગસ્ટ 1993 ના રોજ યમગરવાડીમાં કુવા પાસે ઝાડ કાપીને ઊભી કરેલી ઝૂંપડીમાં 6 બાળકો સાથે આ છાત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી.

સમાજનો ટેકો અને મહાદેવ ગાયકવાડ, ચંદ્રકાંત ગડેકર અને રાવસાહેબ કુલકર્ણી જેવા કાર્યકરોની મહેનતનું ફળ મળ્યું અને આજે સંસ્થા પાસે પોતાની એક મોટુ છાત્રાલય જ નહીં પરંતુ એક અદ્ભુત શાળા પણ છે જ્યાં બાળકોને અભ્યાસ સાથે વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે.


મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના તુલજાપુર તાલુકામાં આવેલું, યમગરવાડી હવે આ અનોખી સેવા માટે દેશભરમાં જાણીતું છે, જે સંઘના કાર્યકરોએ તથાકથિત ગુનેગાર એવા વનવાસી માટે શરુ કર્યું હતું. જે વિસ્તારમાં હત્યા કે લૂંટની કોઇ પણ ઘટનામાં પોલિસ પહેલા પારધી અને કોળી સમાજનાં લોકોને ઉપાડી જતી તે જ પરિવારની 32 છોકરીઓ વિવિધ હોસ્પિટલોમાં નર્સો છે. પરમેશ્વર કાળે કે જેમના માતાપિતા પણ તે જ પારધી સમુદાયના છે (જે દર ત્રણ મહિને અન્ય કોઈ જગ્યાએ ઝોલા (તંબુની જગ્યા) મૂકતા હતા, એટલે કે, તે જગ્યા છોડીને બીજી જગ્યાએ જતા હતા), તેમના કહેવા પ્રમાણે પછી જો તેઓ છત્રાલયમાં ન પહોંચે તો ભણતર તો ઠીક, કોઈપણ શાળામાં ક્યારેય નોંધણી પણ ન્હોતો થતો.


આજે તે પોતે પણ શિક્ષક તરીકે બાળકોને ભણાવી રહ્યા છે અને પોતાના સમાજના બાળકોને આગળ વધારવા માટે એક સંસ્થા દ્વારા પણ કામ કરી રહ્યા છે. આ બધું એટલું સરળ નહોતું, રાવસાહેબના જણાવ્યા મુજબ, અહીં આવતા બાળકો અનુસાશન તો દૂર પણ દરરોજ સ્નાન અને બ્રશ કરવા માટે તૈયાર ન હતા, ધાર્મિક વિધિઓ અને શિસ્તથી દૂર, તેઓ માંસ અને માછલી વગર ખાવાનું એટલું પસંદ કરતા હતા કે તેઓ તક મળતાં જ ભાગી જતા હતા.


જે બાળકોને દિવસભર બકરા સાથે કલાકો સુધી જંગલમાં રખડતા અને કબૂતરને ગોફણથી મારતા હતા તેમને યોગની કસરતો અને મંત્રો શીખવવાનું ખૂબ જ મુશ્કેલ હતું. આજે તેમના માટે એક અલગ એકલવ્ય અખાડો છે જ્યાં તેઓ નિયમિત કસરત કરે છે. એક વિશાળ પુસ્તકાલય છે જ્યાં તેઓ રેલ્વે, બેંક વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે.  તેમની પસંદગી મુજબ પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેની તાલીમપણ બાળકોને આપવામાં આવે છે. અહીંના બાળકોના વિજ્ઞાન મૉડલ દર વર્ષે વિજ્ઞાન મેળામાં પ્રથમ ક્રમે રહે છે.

1650 Views
अगली कहानी