नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
ઉત્તરપ્રદેશ
આ કથા પ્રકૃત્તિની પ્રતિકૂળતાઓ વિરુદ્ધ માનવના યશસ્વી સંઘર્ષની છે. વર્ષ 1947માં વિભાજનની ભયાનકતામાં પોતાનું સર્વસ્વ ગુમાવી શરણાર્થી બનીને આવેલા પીડિત બંગાળી પરિવારોના પુરુષાર્થની, જેમણે પરિશ્રમથી રેતીના ટેકરાઓને લહેરાતા ખેતરોમાં પરિવર્તિત કર્યા. ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરના જન્મદિવસે વસેલું આ સુવિધા સંપન્ન ગામ રવીન્દ્રનગરને જોઇ એક ‘આદર્શ ગામ’ સાકાર થતું જોવા મળે છે. ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જીલ્લાના મોહમ્મદી તાલુકાના આ ગામમાં પાણી બહાર કાઢવા કોઇ નાળી (ગટર) નથી કે ક્યાંય કાદવ નથી. ગામમાં વર્ષોથી જળ સંરક્ષણ માટે “Water harvesting technique” નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઘરોની પાસે શોષખાડા હોય કે ઘર ઘરમાં શૌચાલય હોય કે આખા ગામમાં લાગેલા દાડમ, જામફળ, ફણસ, લીંમડા, આંબા, જાંબુ, આંમળા, તુલસી જેવા ફળાઉ અને ઔષધીય વૃક્ષો હોય આ આખા ગામવાળાઓના સામૂહિક પ્રયાસોની જીવંત કથા કહી રહ્યા છે. ઘરોની દિવાલો પરની ચિત્રકારી અને હર્યું ભર્યું વિદ્યાલય જોઇ આ 100% સાક્ષર ગામમાં એક સપનું સાકાર થતું જોવા મળે છે.
50 વર્ષોથી ચાલતી સંઘની શાખાએ આ મહેનતુ બંગાળી પરિવારોને વિકાસની નવી કેડી બતાવી છે. આજે રવીન્દ્રનગર દેશના સૌથી વિકસીત ગામોમાંથી એક ગામ છે. ક્યારેક મીયાંપુર નામથી ઓળખાતા આ ગામને જાદુ-ટોણા કરવાવાળું મદારીઓનું ગામ સમજી લોકો ત્યાં જતા ડરતાં હતા. ત્યાં ભૈરવચંદ્ર રાય અને પ્રેમશંકર અવસ્થી જેવા સ્વયંસેવકોએ લોકોનો વિશ્વાસ જીતી ગામના વિકાસના દરવાજા ખોલ્યા.
વિભાજનની પીડાને રવીન્દ્રનગરમા લોકોથી વધુ સારી રીતે કોણ સમજી શકે ? વર્ષોથી શરણાર્થી કેંપોમાં ભૂખમરો, ઝાડા, કોલેરા જેવી બિમારીથી પોતીકાઓને ગુમાવી દીધેલા લોકોને પુનર્વસનના નામે ટ્રકોમાં ભરીને અર્ધી રાત્રે ગોમતી નદીના કિનારે અરણ્યક વનમાં છોડી દીધા. ગામના જ સ્વયંસેવક અને જીલ્લાના ગ્રામવિકાસ પ્રમુખ શ્રી તપનકુમાર વિશ્વાસ બતાવે છે કે 1964 માં અહીં વસેલા પરિવારોએ 8 વર્ષ સુધી ભીષણ કષ્ટ ઝેલ્યાં છે. ઉજ્જડ જમીન પર કઇં પણ ઉગવું શક્ય હતું નહીં. લોકોએ ખાવા માટે શ્યામા નામના ઘાસના બીજ ને ભાતની જેમ બનાવીને માછલીની સાથે ખાઇને દિવસો વીતાવ્યા હતા. પહેલા ગામવાળાઓ એ કઠીન પરિશ્રમ કરી જમીનને ખેતી લાયક બનાવી. 1969માં સંઘના સ્વયંસેવક શ્રી ભૈરવચંદ્ર રાય દ્વારા પહેલી શાખા લગાવવામાં આવી. ત્યારથી ત્યાં નિયમિત શાખા લાગી રહી છે.
સ્વયંસેવકોએ ગામમાં પહેલું વિદ્યાલય ગામલોકો દ્વારા આપવામાં આવેલી જમીન પર શરુ કરવામાં આવ્યું, પાછળથી તેને સરકારી પ્રાથમિક શાળા તરીકે માન્યતા મળી. આજે પણ સંજય વિશ્વાસ, મલિકા મંડલ, મિલન, શંભુ જેવા કેટલાય યુવાનો સરકારી શાળાઓમાં બાળકોને નિઃશુલ્ક ભણાવે છે. આથી જ રવીન્દ્રનગર 100% સાક્ષર છે. આજે પણ પ્રાચીન પરંપરા પ્રમાણે પ્રતિદિન ઘરોને ગોબરથી લીંપવામાં આવે છે અને સવાર શંખનાદથી થાય છે.
મોટેભાગે બહેનો ટીમરું પાનથી બીડી બનાવી રોજની કમાણી કરવા છતાં ગામમાં કોઇ બીડી નથી પીતા આ વિચિત્ર છે. ગામમાં ચાર સ્વ સહાયતા જૂથ ચાલે છે બચતની સાથે સીવણ, ભરત-ગૂંથણ અને અન્ય સ્વાવલંબનના પ્રશિક્ષણ પણ આપી રહ્યા છે.
સરકારી શાળા, પંચાયત ઘર, ગલી, મંદિર હોય કે રમતનું મેદાન સ્વયંસેવકોની સાથે મળી ગામવાળાઓ એ એટલા સ્વચ્છ અને સુંદર બનાવ્યા કે આખા ઉત્તર પ્રદેશમાં એટલી સુંદર એક પણ શાળા મળવી કઠીન છે. રમતનું મેદાન સ્ટેડીયમમાં પરિવર્તિત થઇ ચૂક્યું છે. કાચા રસ્તાઓ પણ શ્રમદાન કરી પાકા બનાવી દીધા છે. વર્ષ 2009 માં સંઘના માધ્યમથી ગ્રામવિકાસનું કાર્ય શરુ કરવામાં આવ્યું છે.
અવધ પ્રાંતના ગ્રામવિકાસ પ્રમુખ શ્રી પ્રેમશંકરજી અવસ્થી આ ગામના પિતામહ તરીકે ઓળખાય છે. તેઓ કહે છે કે, ગામમાં કોઇ બેકાર નથી. રવીન્દ્રનગર ઔદ્યૌગિક ક્ષેત્રમાં લાગતી ઊંચી ચિમનિઓના નિર્માણ માટે જાણીતું છે. આ ગામમાં મૂર્તિ બનાવવી, ગૃહ નિર્માણથી માંડી મોટર બાંધવી અને ઇલેક્ટ્રીશીયન સુધીના અનેક પ્રકારના કાર્યો થાય છે. મુખ્યમંત્રી શ્રી યોગીજીના ચિકિત્સકીય સલાહકાર ડૉ ચિત્તરંજન વિશ્વાસ સહિત કેટલાય યુવાનો ભણી ગણી આગળ વધ્યા છે.
સંપર્ક –તપનજી
+916394671084
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।