नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
મહારાષ્ટ્ર
બબન દગડૂ પર જાણે સંકટોનો પહાડ તૂટી પડ્યો હતો. આ ગરીબ કુંભાર માટે જ્યારે માટીના વાસણ બનાવી શહેરમાં પેટ્યું રળવું દોહ્યલું થઇ ગયું હતું, ત્યારે તે પોતાના ગામ પરત આવી પોતાના નાના ખેતરમાં કામ કરવા લાગી પડ્યા. હાય રે નસીબ, 5 મહિનાની મહેનત પછી જે 40 ક્વિન્ટલ પાક થયો તો તેમાં પણ આગ લાગી ગઇ. ત્યારે તેમની મદદમાં ગામના વીર સાવરકર મંડલના યુવાનો આગળ આવ્યા. આ સ્વયંસેવકોએ અસહાય બની ગયેલા બબન દગડૂને ગામમાંથી એકત્ર કરી 25 ક્વિન્ટલ અનાજ અને 20000 રૂપીયા રોકડ આપવામાં આવ્યા. પૂણેના ખેડ તાલુકાના નાનકડા ગામ શિવેમાં સંઘના 1,75,000 રૂપીયા એકત્ર કરી તેમને પોતાનું ઘર બનાવી દીધું.
ગામમાં ચાલતું રામચન્દ્ર ગડદે સ્મૃતિ પુસ્તકાલય કે તેના જ ભવનમાં ચાલતું નિઃશુલ્ક કમ્પ્યુટર કેન્દ્ર તે તો માત્ર નાનકડા ઉદાહરણો છે. ગ્રામવિકાસ સમિતિ અને સાવરકર મંડલના માધ્યમથી ગામમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને સામાજિક બધી ક્ષેત્રો ગાંવના વિકાસને સાચી દિશા આપવાનું કાર્ય થઇ રહ્યું છે.
‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના રાષ્ટ્ર જાગરણ અભિયાનના અંતર્ગત વર્ષ 2000માં પહેલી વાર સંઘના સ્વયંસેવક શિવે ગામ પહોંચ્યા. વર્તમાન પ્રાંત સહ ગ્રામવિકાસ પ્રમુખ શ્રી રમેશજી કોબલ અને તેમના સહયોગીઓના પ્રયાસથી સાપ્તાહિક શાખા પ્રારંભ થઇ. સાવરકર મંડલના સંસ્થાપક શ્રી રોહિદાસ ગડદે બતાવે છે કે શાખાથી નીકળેલા સ્વયંસેવકોના પ્રયાસથી ગામમાં પરિવર્તનનું ઝરણું વહ્યું.
18 વર્ષથી ચાલતી પાંચ દીવસીય વ્યાખ્યાનમાળાએ ગામના લોકોમાં રાષ્ટ્રભાવ જાગૃત કર્યો. દર વર્ષે થતા સમૂહ લગ્નમાં આ ગામની ગરીબ પરિવારની કન્યાઓના લગ્ન મંડલના માધ્યમથી એક પૈસાના ખર્ચ વગર કરવામાં આવે છે. અત્યાર સુધી આ કાર્યક્રમ દ્વારા 400થી વધુ ગરીબ બેટીઓના લગ્ન સંભવ થયા છે.
શિવેમાં હવે લોકોને નાની-મોટી જરુરીયાતો માટે વ્યાજખોરો આગળ હાથ પસારવો નથી પડતો. રમેશ કોબલજીના કહેવા પ્રમાણે આ ગામમાં ભાઇઓ અને બહેનોના જુદા-જુદા સ્વ સહાયતા જૂથ ચાલી રહ્યા છે. જરૂરતના સમયે જૂથ દ્વારા જ 1% વ્યાજે રકમ મળે છે.
ગામના બાળકોને શહેરના જેવું શિક્ષણ મળે તે માટે શ્રી રામગીર બાબા શિક્ષણ સંસ્થા દ્વારા અહીં જ્ઞાનદીપ વિદ્યાલય ચલાવવમાં આવે છે. આ વિદ્યાલય સારીરીતે ચાલે તે માટે વીર સાવરકર મંડલ મુખ્ય ભૂમિકા નીભાવે છે. અહીંના બાળકો સરકારી નોકરી મેળવે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પરામર્શ કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ જ ભવનમાં ચાલતા કમ્પ્યુટર કેન્દ્રમાં ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ શીખવા આવે છે. વાંચનાલયમાં ઉપલબ્ધ 15,000 થી વધુ પુસ્તકો શિક્ષણનો ન ખાલી થાય તેવો ભંડાર છે.
સંપર્ક – રોહિદાસ ગડદે +91 98506 67265
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।