सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

વિમલા કુમાવત- યશોદા મૈયાનો પુનરવતાર

ડૉ. જનક દવે | રાજસ્થાન

Play podcast
parivartan-img

26 મી જાન્યુઆરી 2003 .. 62 વર્ષથી મોટા વિમલા કુમાવત આ જ તારીખને પોતાનો જન્મદિવસ જ નહી પરંતુ પુનર્જન્મ દિવસ બતાવે છે. ખરેખરતો જુની પેઢીના લોકોની જેમ તેમને પણ પોતાની જન્મતારીખ યાદ નહોતી. હા તેમને એ દિવસ સારી રીતે યાદ છે કે, જ્યારે સંઘના વરિષ્ઠ પ્રચારક ધનપ્રકાશ ત્યાગીની પ્રેરણાથી તેમણે જયપુરમાં પોતાના ઘરની સમીપ આવેલી વાલ્મિકી બસ્તીથી કચરો વીણતા 5 બાળકોને પહેલીવાર પોતાને ઘેર ભણવા માટે લાવ્યા હતા. ત્રણ દીકરા, વહુ અને પૌત્ર-પૌત્રીથી ભર્યા ભાદર્યા પરિવાર વાળા 8 ચોપડી ભણેલા 48 વર્ષના વિમલાજીએ આ ઉંમરમાં આ બાળકોનું જીવન સજાવવાનો નિર્ણય કર્યો, જે આખો દિવસ કચરો વીણી કમાવતા હતા, તેમાંથી થોડાક પૈસાનો નશો કરતા બાકી પૈસાથી ઘર ચલાવવામાં મદદ કરતા હતા. મહેતરોની આ બસ્તીની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.

બસ્તીની આજુબાજુ ભયંકર ગંદગી અને નાની ઝુંપડીઓમાં ભુંડોની વચ્ચે રહેતા આ બાળકો વળી વ્યસની માતાપિતા, આવામાં તેમના ભણતરની ચિંતા કોણ કરે ? ત્યાં વિમલાજી તેમના જીવનમાં ઈશ્વરના દૂત બનીને આવ્યાં. તેમના નાક સાફ કરવા, નખ કાપવાથી માંડી તેમને સંસ્કારી અને શિક્ષિત કરવાનું કામ શરું કર્યું. સાધારણ ગૃહિણીના અદભૂત સંકલ્પ, નિ:સ્વાર્થ સેવાભાવ અને સાતત્યપૂર્ણ પરિશ્રમે આ બાળકોના જીવનમાં જીવનની દશા અને  દિશા બંને જ બદલી કાઢી. સેવાભારતીના કાર્યકર્તાઓની મદદથી પહેલા ત્રણ વર્ષ વિમલાજીના ઘરમાં ચાલતો વર્ગ આગળ જતા વિદ્યાલયમાં ફેરવાઇ ગયો, જ્યાં 300થી  વધુ  બાળકો ભણી  રહ્યા છે. 

 

આવો મળીએ શિવાનીને જે અત્યારે ધો. 12ની વિદ્યાર્થીની છે. આ બાળકી આજે પણ તે દિવસ નથી ભૂલી જ્યારે વિમલાજી તેની નાની બહેન સાથે તેને છાત્રાવાસમાં લઇ આવ્યા હતા. માતા પિતાના મૃત્યુ પછી બન્ને બહેનો પોતાની મોટા બા બાપુ સાથે એક નાનકડી ઝુંપડીમાં ચાર બાળકો સાથે રહેતા હતા. જ્યારે છાત્રાવાસમાં આવી ત્યારે બહેનને જખમમાં કીડાં સુદ્ધાં પડી ગયાં હતાં. શિવાની આ બધી પરિસ્થિતિઓ સામે લડી. તે અહીં આવવા નહોતી માંગતી. પરંતુ ગયા વર્ષે 10મા ધોરણમાં 62% આવ્યા ત્યારે પોતાની દાદીમાં (વિમલાજી)ને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી અને તેમના પર એક કવિતા પણ લખી. હવે વાત કરીએ લોકેશ કોળીની.

બી.કોમ ત્રીજા વર્ષનો વિદ્યાર્થી લોકેશ આજે ભણતાં ભણતાં આ જ વિદ્યાલયમાં શિક્ષક છે. લોકેશ ઉત્તમ વાંસળી પણ વગાડે છે. વિધવા માતા અને ત્રણ ભાઇ બહેનોમાં સૌથી મોટા અને 8 વર્ષના લોકેશને ભણવા માટે વિમલાજી બળજબરાઇથી લઇ આવ્યા હતા, બી.એ પ્રથમ વર્ષની છાત્રા લક્ષ્મીને આઠમા ધોરણમાં પરીક્ષા અપાવવા 52 વર્ષની ઉંમરમાં વિમલાજીએ સ્વયં 8માં ધોરણની પરીક્ષા બીજીવાર આપી. આવી કેટલીએ કથાઓ મળી જશે. આ કામ જેટલું દેખાય છે તેના કરતાં ઘણું બધું દોહ્યલું હતું. તેમના માતા-પિતા જ એટલા હોશિયાર હતા કે, તેઓ આ બાળકોને ભણાવવા જ નહોતા માંગતા. આ બાળકો કચરામાંથી નીકળતા પ્લાસ્ટિકમાંથી રોજના જે પંદર વીસ રૂપીયા કમાવતા તે તેમના ભણતર કરતા વધારે ઉપયોગી લાગતા હતાં. ઘણું સમજાવ્યા બાદ એવી શરતે ભણાવવા રાજી થયાં કે તેઓ માત્ર 4 કલાક ભણશે અને બાકી સમયમાં કચરો વીણશે. ત્રણ વર્ષ વિમલાજીના ઘરે ભણ્યા.


પરંતુ 100 બાળકો થવાના કારણે સેવાભારતીના સહયોગથી બાળકોને તાડપત્રીની નીચે ભણાવવાનું શરુ કર્યું. વિમલાજી તેમને ભણતરની સાથે સાથે ગીતાના શ્લોક, બાળ રામાયણ, ભજન વગેરે શીખવાડતા હતા. આ બાળકો હારમોનિયમ, ઢોલક, મંજીરા પણ શીખ્યા. ઉનાળાની રજાઓમાં સીવણ, ભરત ગુંથણ જેવું પસંદગી પ્રમાણે શીખડવામાં આવ્યું. જયપુરમાં હિંદુ આધ્યાત્મિક સેવા મેળામાં મંચ પર આ બાળકોના કંઠોથી મધુર સ્વરોમાં બાળ રામાયણ ગવાઇ તો ધનપ્રકાશજીની આંખો ખુશીથી ભરાઇ આવી. મેળામાં મળેલી કેટલીએ ટ્રૉફીઓ બાળકો ગર્વથી બતાવે છે. 

આજે શારદા એનક્લેવના બે માળના મકાનમાં ચાલી રહેલી વિદ્યાલયના 325 બાળકોનો ભણવાનો સંપૂર્ણ ખર્ચ સમાજના સહયોગથી ચાલે છે. 36 બાળકો આ જ હોસ્ટેલમાં રહે છે. વિમલાજી પણ પોતાનો પરિવાર છોડી આ બાળકોની સાથે જ રહે છે જેથી કોઇ મોટી થયેલી બાળકીનું ભણતર છુટે નહીં. મોટા બાળકોને એસ.એસ.સી, બેંકીંગ જેવી પરીક્ષાઓ અપાવવા જાતે જ પોતાની સાથે લઇ જાય છે. વિદ્યાલયની એક શાખા હાલમાં સાંગાનેરમાં બક્સાવાલમાં તંબુમાં ચાલે છે, જ્યાં 125 બાળકો ભણે છે.

1233 Views
अगली कहानी