सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

મળ્યો સંઘનો સંગાથ, બની ગણિતની બગડી વાત

અરુણાચલ પ્રદેશ

parivartan-img

દૂરવર્તી ચીન સીમા પર આવેલ હિમાચ્છાદિત તવાંગથી 56 કિ,મી. દૂર, 8000 ફીટની દુર્ગમ ઊંચાઇ પર બોમદિલા નામનું એક સ્થાન છે. મહારાષ્ટ્રથી અરુણાચલમાં રાજેશજી સંઘ પ્રચારક બની અહીંના બસસ્ટેંડ પર ઉતર્યા. તેમને એક વિચિત્ર દૃશ્ય દેખાયું. આસપાસ 70થી વધુ કિશોર કિશોરીઓ સમૂહોમાં હેરાન પરેશાન બેઠેલા હતા. તેમાંથી કેટલીક છોકરીઓ તો રડી રહી હતી. આ બધાના ચહેરા ગણિત વિષયમાં નાપાસ થવાના કારણે મુરઝાઇ ગયા હોવાનું જાણી રાજેશજી અવાક થઇ ગયા. એક્લા બોમદિલામાં જ 300 વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા હતા. ચિતાની વાત એ હતી કે આ બધા વિદ્યાર્થીઓએ ભણવાનું છોડી દેવાનું મન બનાવી દીધું હતું. ગણિતના ડરના કારણે આટલા બધા  યુવાનોનું ભવિષ્ય અધ:પાતિત થવાની અણી પર હતું આ વેદનાને અરુણાચલ સેવા ભારતી નવી કેડી બતાવી.   

આ બાળકોમાંના ગણિતના ડરને દૂર કરવા 70 દિવસના એવા અભ્યાસક્રમની સંરચના કરી કે જેનાથી સીમિત કાલખંડમાં ગણિતનો અભ્યાસ પૂરો કરવામાં આવે. સેવાભાવી સમર્પિત યુવા સ્વયંસેવકોએ દૂરવર્તી ગામોમાં જઇ પૂર્ણ મનોયોગથી આ બાળકોના વર્ગખંડ્માં જઇ રોચક અને સહેલી રીતે ગણિત ભણાવવાનું શરુ કર્યું. વર્ષ 2009માં શરુ કરેલ આ વિશિષ્ટ પ્રયોગના કારણે અહીંના બાળકોને ગણિતનો માત્ર ભય જ દૂર ન થયો પણ પરંતુ આ વિસ્તારના 8000 બાળકો સારા અંકોથી પાસ થઇ ઉચ્ચ શિક્ષણ માટે આગળ વધ્યા. એમાંના કેટલાક તો વર્તમાનમાં સારા પદો પર પહોંચી ગયાં છે. 


પૂર્વોત્તરના દુર્ગમ જીવન પરિસ્થિતિઓની કલ્પના પણ આપણા માટે કઠીન છે. બોમદિલા જેવા કેટલાય ગામ છે,  જ્યાં આખું વર્ષ હાડ ધ્રુજાવતી ઠંડી અને વર્ષના સાત મહિના વરસાદ હોવાના કારણે માત્ર વૃક્ષો જ  કરમાઇ જતા નથી પરંતુ ચોખા અને અન્ય ખાદ્ય ઉપ્જાવાવું કઠીન છે.  નાની-મોટી વસ્તુ ખરીદવા માટે દુર્ગમ ચઢાણ ચઢીને જવું પડે છે. વાંસના ઘરોમાં અંગીઠી (નાનકડી સગડી)ના તાપના આધારે કઠીન જીવવા બાળકો માટે સરકારે શાળાઓ તો ખોલી પણ તેમાં ક્યારેક શિક્ષક તો ક્યારેક વિદ્યાર્થીઓ નહોતા આવતા. આ જટીલ પરિસ્થિતિમાં અરુણાચલ સેવાભારતીએ આ બાળકોને ભણાવવા અને તેઓમાં આત્મવિશ્વાસ જગાવવાનું બીડું ઝડપ્યું   

બી.ટેક કરી એક સેવાભાવી યુવક જ્યારે પહેલીવાર, પૂનાથી નોકરીથી 40 દિવસની રજા લઇ બોમદિલાના બાળકોને ગણિતનો ક્રેશ-કોર્સ કરાવવા આવ્યો તો તે પણ નહોતો જાણતો કે એક દિવસ આ જ કાર્ય તેનું જીવનલક્ષ્ય બની જશે. વર્ષ 2009થી નોકરી છોડી સંઘના સમર્પિત સ્વયંસેવક અરુણાચલના સુદૂરવર્તી ગામોમાં ગણિત ભણાવી રહ્યા છે. દર વર્ષે 5 કે 8 જગ્યાઓ પર વર્ગો ચલાવી 70 દિવસમાં ગણિતનો અભ્યાસક્રમ પૂરો કરાવવામાં આવે છે. સેવાભારતીના આહ્વાન પર કેટલાક સેવાભાવી યુવા 6 મહિનાથી વર્ષનો સમય કાઢી ત્યાં ભણાવવા આવે છે.

પૂણેથી આર્કીટેક્ચરની ડીગ્રી લીધા પછી  હર્ષદા, બાયો મેડિકલ ઇંજીનિયરિંગ પૂરી કરી રાધિકા અને એમ.એસ.સી  પછી સ્નેહા જેવી યુવતીઓએ અરુણાચલમાં રહી 6 મહિના સુધી આ બાળકોને ભણાવ્યા. હવે તો અંગ્રેજી વ્યાકરણ અને એપીએસસીની પરીક્ષાનું માર્ગદર્શન માટે કેટલાય સેવાભાવી યુવકો સમય આપી રહ્યા છે. સરકારી શાળાઓમાં પ્રધાનાચાર્યની અનુમતિથી ચાલતા આ અભ્યાસમાં વિદ્યાર્થીઓને સુસંસ્કૃત અને દેશભક્ત નાગરિક બનવા માટે પ્રેરિત કરે છે. સપ્તાહમાં એકવાર દેશભક્તિ ગીત ગાયન થાય છે અને મહાપુરુષોની કથાઓ સંભળાવવામાં આવે  છે. સમય સમય પર સંસ્થા તરફથી કારકિર્દી માટે પરામર્શ શિબિર પણ આયોજિત કરવામાં આવે છે. તેમાં જાણીતા સફળ વ્યક્તિને માર્ગદર્શ્નન માટે આમંત્રિત કરવામાં આવે છે. 

સેવાભારતી અરુણાચલની સાથે પૂણેની જ્ઞાન પ્રબોધિની સંસ્થા પણ આ કાર્યમાં સહયોગ કરી રહી છે. હર્ષદા અને સ્નેહા જેવી યુવતીઓ સિવાય અત્યાર સુધી 450 સેવાભાવી ઉચ્ચ શિક્ષિત યુવા અરુણાચલ આવી દરેક બસ્તીમાં વિજ્ઞાનના પ્રયોગ કરી બતાડે છે, જેથી આ દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં જ્ઞાન-વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનનો પ્રસાર થઇ શકે.  

સંપર્ક નંબર

શેખર કેલકર-9436838330

1354 Views
अगली कहानी