सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

પાણી આવ્યું, જીવન લાવ્યું-ડોંગરીપાડા

નિર્મલાબેન સોની | મહારાષ્ટ્ર

parivartan-img

આજે ડોંગરીપાડામાં સાત દાયકાની પ્રતીક્ષાનો અંત આવ્યો.  ગામના લોકો આનંદથી નાચતા હતા.  73 વર્ષીય શાંતાબાઈ ખંજોડેની ઘરે ઘરે પાણી પહોંચાડતા સોલર પંપને જોતી વખતે તેની આંખોમાંથી આંસુ રોકી શક્યા ન હતા.  મુંબઈથી માત્ર 80 કિમી દૂર આવેલા પાલઘર જિલ્લાના આ ગામના લોકો 72 વર્ષથી ગામમાં પીવાના પાણીની રાહ જોઈ રહ્યા હતા.  સગર્ભા સ્ત્રીઓ હોય કે 12 વર્ષનાં બાળકો, ડોંગરીપાડાના ખાડાખૈયા વાળા રસ્તાઓ પરથી દોઢ કિલોમીટર નીચે કૂવામાંથી પાણી લાવવું તેમની મજબૂરી હતી.  વળી વરસાદમાં આવવા -જવાનો માર્ગ પણ બંધ પણ થઇ જતો.  પાણી નથી, વીજળી નથી, સરકારી શાળા નથી, 33 કુટુંબોની વસાહતમાં માત્ર 7 ખેડૂતો તેમના ખેતરો ખેડવા સક્ષમ હતા. 

આ વાર્તાના વાચકો માનશે નહીં કે આજે આ ગામમાં રમતનું એસ્ટ્રોટર્ફ મેદાન છે, મહિલાઓને સીવણ શીખવવા માટે સીવણ તાલીમ કેન્દ્ર છે, નાના બાળકો માટે માધવ બાલ સંસ્કાર કેન્દ્ર છે. અહીં કોમ્પ્યુટર પણ શીખવવામાં આવે છે.  અભ્યાસ માટે એક નાનું પુસ્તકાલય પણ છે.  અને હા સૌથી મહત્વની વસ્તુ પાણી છે.  દરેક આઠ ઘરોની વચ્ચે એક ટેપલેટ છે.  એટલું જ નહીં, હવે દરેક ઘરમાં વીજળી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કેશવ બલિરામ હેડગેવારની સ્મૃતિમાં ભાયંદરમાં ચાલતો બહુઆયામી પ્રકલ્પ કેશવ સૃષ્ટિ દ્વારા ચલાવવામાં આવી રહેલી ગ્રામ વિકાસ યોજનાના પ્રયાસોને કારણે આ બધું શક્ય બન્યું. મુંબઈ મહાનગરના પૂર્વ કાર્યવાહ વિમલ કેડિયા જી, જે ડોંગરીપાડાની વિકાસ યાત્રાના શિલ્પકાર હતા, તે કહે છે કે આ વિકાસ યાત્રામાં ગ્રામજનોનો  દરેક પગલા પર સહયોગ મળ્યો.

પાણીની ટાંકીથી ઘરે ઘરે પાઈપ લાઈન લઈ જવાથી લઈને સમાજમંદિર નિર્માણ સુધી, ગ્રામજનોએ દિવસ-રાત શ્રમદાન કરીને કામ પૂર્ણ કર્યું એટલું જ નહીં જેમ જેમ ગામમાં વિકાસ વધતો ગયો  તેમ તેમ ગ્રામજનોનો સહકાર વધ્યો. સમિતિની રચના કરીને, દરેક વ્યક્તિએ આ કામો માટે ચોક્કસ રકમ જમા કરવાનું નક્કી કર્યું. પૂણેની ખાનગી કંપની ગ્રામઉર્જાએ નીચે બનેલા કુવામાંથી પાણીની ટાંકી સુધી પાઇપ લાવવા તેમજ ઘેર ઘેર પહોચાડવા અને સોલર પેનલ નાખવાનું કામ કર્યું. આ મોટા ખર્ચ બાદ ગામના લોકોએ (કેશવસૃષ્ટિ ) પાસેથી કશું પણ લેવાની ના પાડી દીધી. ખુદ ગ્રામજનોએ પણ નદીમાંથી ખેતરોમાં સિંચાઈ અને આગળની જાળવણી માટે પાણી લાવવાનો ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું. કુદરતે ડોંગરીપાડાને અદભૂત સુંદરતા આપી છે. પરંતુ તે એક વિડંબણા હતી કે ઘણાં વરસાદ પછી પણ, પાલઘર જિલ્લાના આ ગામમાં લોકો પાણીનાં ટીપે ટીપા માટે વલખતા હતા.


ખેડૂતોની આવક મહિને માંડ 2,000 રૂપિયા હતી. મજબૂરી હેઠળ, ગામના પુરુષોને નીચાણવાળા ગામ સાંસાણેમાં અન્યના ખેતરમાં મજૂર તરીકે કામ કરવાની ફરજ પડી હતી. નાના બાળકોને પણ 9 કિમી દૂર વાડા સ્થિત પ્રાથમિક શાળામાં ભણવા જવું પડતું હતું. શાળામાંથી પરત આવ્યા બાદ ગામમાં શિક્ષણની કોઈ સુવિધા નહોતી. પરંતુ આજે ડોંગરીપાડામાં વિકાસનો પ્રવાહ વહેવા લાગ્યો છે.  ગામના મધ્યમાં આવેલા સામુહિક ભવન, જેને સમાજમંદિર નામ આપવામાં આવ્યું છે, મહિલાઓને 8 સીવણ મશીન પર સીવણ તાલીમ આપવામાં આવે છે.  હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી મળેલા 2 કમ્પ્યુટર્સ વિદ્યાર્થીઓને પ્રારંભિક કોમ્પ્યુટર કોર્સ કરવા માટે મદદ કરી રહ્યા છે. "કેશવ સૃષ્ટિ"માં, જે ડોંગરીપાડા સહિત 10 ગામોના વિકાસ માટે ચિંતિત હતા, સચિન જી, જે ગામના વિકાસ માટે વિસ્તારક બન્યા હતા, કહે છે કે - આ સમાજ મંદિર ગ્રામજનો માટે પૂજા સ્થળ જેવું છે. ગણેશોત્સવથી લઈને લગ્ન સુધી, તેનું પ્રાંગણ બધાને વિનામૂલ્યે ઉપલબ્ધ છે. અહીં દર અઠવાડિયે યોજાતા સત્સંગના કારણે ધીમે ધીમે આખું ગામ વ્યસનમુક્ત બની રહ્યું છે.

વારલી આદિજાતિના વનવાસીઓ, જેઓ નિયમિતપણે તાડી પીતા હોય છે, તેઓ દારૂને ઓછું કરતા કરતા છોડી દીધું અને હવે તેઓ તેમના ખેતરમાં ચોખા અને શાકભાજી ઉગાડીને વર્ષે એકથી 1.5 લાખ રૂપિયા કમાય છે. ગામની મધ્યમાં ઊંચાઈએ બાંધવામાં આવેલી ટાંકીથી મળતા પાણીના કારણે આખું વર્ષ પાણીની કોઈ સમસ્યા રહેતી નથી. એક વર્ષ પહેલાની એક ઘટના આ પરિવર્તનને સમજવા માટે પૂરતી છે. જ્યારે પ્રખ્યાત લેખક રતન શારદાજી ડોંગરીપાડાની વિકાસયાત્રાને શબ્દદેહ આપવા ત્યાં પહોંચ્યા, ત્યારે તેમની પત્ની શ્યામાજીએ મહિલાઓને કૂતૂહલવશ પૂછ્યું,કે હવે તમે આગળ શું ઇચ્છો છો?  ગ્રામજનોએ આપેલા જવાબોમાં આ વાર્તાનો સાર છુપાયેલો છે.  તે વનવાસીઓએ કહ્યું કે અમને જોઈતું બધું મળી ગયું

1574 Views
अगली कहानी