सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

દાતારમાં ફેલાયું શિક્ષણનું અજવાળું

ઉત્તરપ્રદેશ

parivartan-img

આજે આખા ગામમાં સુવાસિત અત્તર છાંટવામાં આવ્યું હતું. ગામની આબોહવામાં એક અલગ જ સ્ફૂર્તિ હતી. દરેક ઘરમાં ખૂબ જ કાળજી પૂર્વક સફાઇ કરવામાં આવી હતી, જાણે કોઇ ઉત્સવ હતો. સમયના પાન થોડા પાછળ લઇ જઇએ તો સામાન્ય રીતે આ ગામની સ્થિતિ તદ્દન વિપરીત હતી. આ ગામમાં લગભગ બધાં ઘરોમાં દેશી શરાબ બનતો હતો. જેથી અહીંના વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની દુર્ગંધ ઘોળાઇ ગયેલી હતી. પરંતુ આજે  ગામવાળા માટે અત્યંત ખાસ દિવસ હતો. ઝાંસી નગરના એસ.એસ.પી દેવકુમાર એન્ટોની 12 કિ.મી. દૂર આવેલા નાનકડા ગામ દાતાર આવવાના હતા. પોતાની કડક અને પ્રમાણિક છાપ હતી, પરંતુ તેઓ આ ગામમાં કોઇ શરાબ વેચવાવાળાને કે કોઇ અપરાધીને પકડવા નહોતા આવવાના. પરંતુ તેઓ દાતાર ગામમાં તે યુવાનોને સન્માન કરવા અવવાના હતા, કે જેમણે શરાબ પીવા અને વેચવાનું છોડી દીધું હતું.આ ગામમાં ગેરકાયદેસર શરાબ બનાવવાના ધંધાને કારણે કુખ્યાત કબૂતરા સમાજના કેટલાક યુવાનો શરાબ સેવન અને તેનો ધંધો કરવાનું છોડવું તે કોઇ ચમત્કાર કરતા ઓછું નહોતું     

આ આશ્ચર્યજનક પરિવર્તન સંઘના સ્વયંસેવકો દ્વારા સંચાલિત સેવા સમર્પણ સમિતિના વર્ષોના પ્રયત્નોના કારણે થયું છે. સમિતિ દ્વારા 10 વર્ષોથી ચલતા One Teacher school ના પ્રયત્નોથી કબૂતરા સમાજના બાળકોમાં ભણવાની આદત જ વિકસિત ન થઇ તેમના માતાપિતા પણ  સમાજની મુખ્ય ધારાના હિસ્સા બન્યા. 


રાજકુમાર દ્વિવેદી આજે પણ 10 વર્ષ મે 2007નો દિવસ ભૂલ્યા નથી જ્યારે તે પહેલી વાર દાતાર આવ્યા હતા. ત્યારે કબૂતરા સમાજના કોઇ વ્યક્તિ પોતાના બાળકોને ભણાવવા નહોતા માંગતા હતા. ઘણા પ્રયત્નો બાદ શિક્ષણ સિવાય ગામની બાબતમાં ચંચુપાત ન કરવાની શરતે ભણાવવાની અનુમતિ આપી. ગામના લોકો કજ્જા (કબૂતરા સિવાયના લોકો) પર જરાક પણ વિશ્વાસ નહોતા કરતા. કબૂતરા જનજાતિના અપરાધિક ઇતિહાસના કારણે તે બાકી સમાજથી અલગ થઇ ગયા હતા. ઝાંસી અને તેની આસપાસના લોકો કબૂતરાઓથી ડરતા હતા. એવી માન્યતા હતી કે જે પણ ખેત ખળા કબૂતરાઓના વિસ્તારથી લાગેલા હતા ત્યાં લૂટપાટ અને ચોરીની ઘટનાઓ વધારે થાય છે.  

શિક્ષણના માર્ગમાં મોટેભાગે ગરીબી અડચણ રૂપ હોય છે. પરંતુ અહીં ન તો ગરીબી હતી  ન ભૂખમરો. છતાં પણ તેમના બાળકો ભણવા ન્હોતા જતા. અહીંની સમસ્યા કઇંક અલગ જ હતી. પરંતુ આ બસ્તીમાં જેવો ભણતરનો સૂરજ ઉગ્યો કે પછાત સામાજિક વિચારનું અંધારું મોં સંતાડી ભાગવા માંડ્યું અને ગામનું બાળપણ સોનેરી ભવિષ્યની દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ થોડાક વર્ષોમાં દાતારમાં બધું જ બદલાઇ ગયું છે. બી.એસ.સી ના બીજા વર્ષમાં ભણતો આશીષ મનોરિયા પોતાના નામની સાથે કબૂતરા અટક લગાડવા નથી માંગતો.


તેનો પરિવાર કબૂતરા સમાજના આ વર્ગમાંથી જ આવે છે, જેણે માત્ર શરાબ પીવાનું જ નહીં પરંતુ બનાવવાનું પણ છોડી દીધું. ગામનો હાર્ડવેરની દુકાન ચલાવતો અનિલ મનોરિયા ના કહેવા પ્રમાણે અમે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે ક્યારેક અમે પણ આ ધંધો છોડી શકીશું.

ઇતિહાસ પર નજર નાખીએ તો કબૂતરાઓએ ઘણાં જ ખરાબ દિવસ દેખ્યા છે. એક સમય હતો કે જ્યારે તેમને લોકો જોતા તો લોકો તેમને મારવા જ માંડતા. કોઇ ભંડારાના કાર્યક્રમમાં તેમને બધાની સાથે બેસવા પણ નહોતા દેવાતા. તેમની પાસે પેટ ભરવા માટે ચોરી અને લૂટમાર સિવાય કોઇ માર્ગ નહતો. પછી તે સમયના ગૃહ રાજ્ય મંત્રી બળવંત નાગેશ દાતારે તેમને સંગઠીત કરી  ફેબ્રુઆરી 1958 માં દાતાર ગામ વસાવ્યું.


પરંતુ 40 વર્ષ પછી પણ કબૂતરા સમાજના લોકો મુખ્યધારાનો હિસ્સો બની શક્યો નહી. વર્ષ 2005માં  સંઘની મહાનગર બેઠકમાં પહેલી વાર કબૂતરા સમાજની સામાજિક સ્થિતિ પર ચર્ચા થઇ, પછી સ્વયંસેવકોએ આ સમાજની વચ્ચે કામ કરવાનો નિર્ણય લીધો. એકલ વિદ્યાલય આ જ સંકલ્પનું પહેલું ચરણ હતું આ વિદ્યાલય હવે સેવા સમર્પણ સમિતિના માધ્યમથી ચાલે છે. 

આજે દાતારથી 450 બાળકો ઝાંસીની વિભિન્ન શાળામાં ભણવા જાય છે. આ એ જ બાળકો છે જે પહેલા શાળામાં જવાના બદલે ઘરમાં રહી શરાબની પેકેજીંગમાં મદદ કરતા હતા અને માતાપિતાથી સંતાઇ સંતાઇને શરાબ પણ પી લેતા હતા.


પશ્ચિમી ઉત્તરપ્રદેશના ક્ષેત્ર સેવાપ્રમુખ નવલકિશોરજીની માનીએ તો દીકરીઓને ભણાવવા માટે કબૂતરા સમાજ સહેજ પણ તૈયાર નહતો.

11 થી 14 વર્ષની વયમાં તેમના લગ્ન કરી દેતા હતા. હવે 80 જેટલી દીકરીઓ ઝાંસી ભણવા જાય છે.  હવે કબૂતરા સમાજ તે સિવાયના લોકો માટે પણ આગળ આવ્યાં છે. સમિતિએ  જ્યારે સીપરી બજાર બસ્તી ની 2 ગરીબદીકરીઓના લગ્ન કરાયા તો, દાતારથી જ આ દીકરીઓના લગ્ન માટે બધું ધન આપ્યું. ચાલો હવે વાત કરીએ એસ.એસ.પી દેવકુમારજીની. સન્માન સમારોહ પછી કબૂતરા સમાજમાં પરિવર્તન જોઇ તેમની સમાજ પ્રત્યે તેમની માન્યતા બદલાઇ ગઇ. અહીંયા આવતા પહેલા તેમનું મન આ વાત માનવા તૈયાર નહોતુ કે કબૂતરા લોકો ક્યારે પણ અપરાધ છોડી શકે જ નહીં. પરંતુ કાર્યક્રમ પછી માત્ર તેમનો દૃષ્ટીકોણ જ નહીં પરંતું તેમણે સ્વયં અહીંના કેટલાક યુવાનોને પોલિસમાં ભરતી માટે પ્રેરણા પણ આપી. 

1398 Views
अगली कहानी