सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

ઘરે-ઘરે રમે બાળગોપાળ : શબરી સેવા સમિતિ

નીરજ પટેલ | મહારાષ્ટ્ર

parivartan-img

અઢી વર્ષનું બાળક અને વજન માત્ર ૬ કિલો જોઈએ તો આંખો થંભી જાય, હૃદય ઈશ્વરને બાળક બચાવવાની પ્રાર્થના કરી રહ્યું હતું

પરંતુ મગજ જવાબ આપી ચુક્યું હતું. રાત થતાં થતાં ખબર મળી કે ફુલ કરમાઇ ગયું, હવે તે  આ દુનિયામાં રહ્યું નથી. વાત એક બાળકની ન હતી પ્રત્યેક વર્ષ કુપોષણનો શિકાર થતાં મહારાષ્ટ્રના કર્જત તાલુકાના વનવાસી ક્ષેત્રોમાં લગભગ ૭૦ થી ૮૦ બાળકો  શ્વાસ છોડી રહ્યા હતા. કઈ રીતે આ બાળકોનું પોષણ કરીને દેશનું ભવિષ્ય બચાવી શકાય?? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બાલ્યકાળથી સ્વયંસેવક એવા પ્રમોદ કરંદીકર જીનેઆ સવાલે એ પ્રકારે અકળાવી દીધો કે એમણે આ વિષય પર ગંભીરતાથી કાર્ય કરવાનો નિર્ણય લીધો. વર્ષો સુધી કલ્યાણ આશ્રમ માં પૂર્ણકાલીન રહેલા પ્રમોદજી આશ્રમ દ્વારા વનવાસી ક્ષેત્રોની પરિસ્થિતિઓ  સારી રીતે સમજી ચૂક્યા હતા. સ્વતંત્ર રીતથી કુપોષણ પર કામ કરવા માટે ૨૦૦૩થી એમણે શબરી સેવા સમિતિનો પાયો નાખ્યો. પોતાની પત્ની શ્રીમતી રંજના કરંદીકર સાથે મળીને કર્જત જિલ્લાના કેટલાક ગામોથી બે મહિનાથી માંડીને પાંચ વર્ષ સુધીના લગભગ ૭૦૦ કુપોષિત બાળકોને નિશ્ચિત કર્યા. આ બાળકોની સાફ-સફાઇ, નિયમિત ચિકિત્સાલય તપાસપૌષ્ટિક આહાર (જેમાં દાળો, મગફળી, નાગલી, નારીયેળીનું તેલ ગાયનું દેશી ઘી ઇત્યાદિ ) ના નિઃશુલ્ક પેકેટનું વિતરણ કર્યું, અને સાથે જ ગર્ભવતી મહિલાઓના પોષણ પર ધ્યાન આપ્યું. સાથે જ બાળકોના અભિભાવકો (માતા પિતા)ને પણ શિક્ષિત કરવામાં આવ્યાં. પરિણામો ચોંકાવનારા હતાં૨૦૦૨માં જયાં આ તાલુકામાં ૭૦-૮૦ બાળકો પ્રતિવર્ષ કુપોષણને કારણે મૃત્યુને ભેટતાં હતાં ત્યાં ૨૦૦૮માં એમની સંખ્યા ૩ થી ૪ સુધી સીમિત થઈ ગઈ. એટલે કે અત્યાર સુધી ૨૦,૦૦૦  બાળકોના જીવ બચાવાય ચૂક્યા છે.


રાયગઢ, પાલઘર, થાણે, નંદુરબાર, ધુલે, જળગામ,   સેંધવા, દાદરા નગર હવેલી (કેન્દ્રશાસિત) આઠ જિલ્લાના વનવાસી ક્ષેત્રોમાં ગામવાળાઓની સહાયતા કરતા શબરી સેવા સમિતિનું ૧૬૦૦ થી પણ વધારે ગામોમાં કાર્ય ચાલી રહ્યું છે જેનાથી વનવાસી ક્ષેત્રોમાં ૪૭ કાર્યકર્તાઓ જોડાયા છે.

જીવનની સાથે સમસ્યાઓ તો અવિરત ચાલતી જ રહેતી હોય છે, વનવાસી ક્ષેત્રોમાં માતા પિતા દિવસ રાત ખેતરમાં મહેનત મજૂરી કરીને બાળકોના પેટ ભરી લેતા હોય છે પરંતુ બાળકોને ભણાવવા લખવામાં એમને કોઈ રસ રહેતો નથી. શબરી સેવા સમિતિએ ૨૦૦૬ થી સરકારી, પ્રાઇવેટ સ્કુલ અને ગામોમાં અનેક શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરતાં પ્રત્યેક જન્માષ્ટમી પર પુસ્તક હાંડી ઉત્સવનો પ્રારંભ કર્યો. જેના અંતર્ગત બાળકોને રામાયણ-મહાભારત તેમજ અનેક નૈતિક શિક્ષણની પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.


કર્જત તાલુકાના કશેેેલે ગામમાં નિઃશુલ્ક છાત્રાલય છે જ્યાં ૩૫ છાત્ર ભણે છે, એટલું જ નહીં કિશોરીઓની શૈક્ષણિક શિબિર તથા બાળકોની સાથે મહિલાઓમાં પણ ભણતર પ્રતિ જાગૃતિ લાવવા માટે ગામોમાં ૧૦  નિઃશુલ્ક પુસ્તકાલય પણ ખોલવામાં આવ્યાં.

વનવાસી કલ્યાણ આશ્રમની અખિલ ભારતીય સહ મહિલા પ્રમુખ રહી ચુકેલા શ્રીમતી રંજનાજી બતાવે છે કે બંને પગથી વિકલાંગ નિર્મલાના લગ્ન થતાં નહોતાં, પરંતુ સિલાઈ સેન્ટરથી ટ્રેનિંગ લઈને પોતાના પગભર થઇ એના વિવાહ થઇ ગયાં.  આજે વિવાહ પછી તે ઘર ખર્ચમાં પોતાના પતિને પૂરો સહયોગ કરી રહી છે.


શુરવાણી ગામની કવિતા જેણે ટ્રેનિંગ લઈને માત્ર પોતાનું બ્યુટીક જ નહોતું ખોલ્યું પરંતુ તેના પતિનો નવો ટેક્સી બિઝનેસ શરૂ કરવા માટે પોતાની બચતમાંથી ૩૫,૦૦૦ રૂપિયા બેંકમાં પણ જમા કરાવ્યાં.

કંઈ એવી જ વાર્તા અંજલિની છે, ૬ વર્ષ પહેલા પતિના મૃત્યુ પછી અંજલી સિલાઈ સેન્ટરથી ટ્રેનિંગ લઈને આજે એ જ સેન્ટરમાં મહિલાઓને સિલાઈ શીખવી પણ રહી છે, અને સાથે જ પોતાનું બ્યુટીક પણ ચલાવી રહી છે. આ પ્રકારે લગભગ ૧૦ સિલાઈ સેન્ટર ચાલી રહ્યા છે જેમાંથી ૭૫૦ મહિલાઓ ટ્રેનિંગ લઈ ચૂકી છે અને ૪૮૦ મહિલાઓ પગભર થઇ ચૂકી છે.

લાચાર વ્યક્તિઓ માટે એક નાનો સરખો આશરો પણ એમના જીવનને સ્વભિમાન સાથે મજબૂતાઈથી ઊભા રહેવા ખૂબ જ સહાયક થાય છે. બન્ને હાથથી અપંગ સુરેશ પાડવી માટે પોતાનો ખર્ચ પણ ચલાવવો મુશ્કેલ હતો, પરંતુ આજે તે પોતાની સાથે પૂરા પરિવાર નું પાલન કરી રહ્યો છે. એક નાની સરખી પરચૂરણની દુકાન જે ૪ વર્ષ પહેલા શબરી સેવા સમિતિના સહયોગથી એને મળેલી, આજે એમના જીવનનો આધાર છે.


આ પ્રકાર લગભગ ૪૬૦ વિકલાંગ તેમજ નેત્રહીન લોકોની શબરી સેવા સમિતિ દ્વારા ઘણા બધા પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.

વનવાસી પહાડી ક્ષેત્રોમાં સામાન્ય રીતે વ્યક્તિ કૃષિ પર નિર્ભર રહેતો હોય છે, પરંતુ પાણીની સમસ્યા એમના જીવનમાં બહુ મોટું સંકટ બની જતી હોય છે. સમિતિના બધા કાર્યકર્તાઓના સહયોગથી આ ક્ષેત્રમાં પણ સુઝબુઝ અને યોજનાબદ્ધ રીતે કાર્ય કરવામાં આવી રહ્યું છે. વૃક્ષારોપણ ને પ્રેરિત કરતા ધડગાંવ, જવ્હાર, અકકલકુવા તાલુકામાં લગભગ ૨૦,૦૦૦ આંબાઓ અને અન્ય ફળોના ઝાડ તથા ૫૦,૦૦૦ સાગવાનના વૃક્ષો લગાવીને પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે, સિંચાઈ તથા પેયજલની સમસ્યાને જોતા ગામલોકો સાથે મળીને ૩૨ કૂવાઓ, ક્યાંક બોરવેલ, ક્યાંક પાણીની ટાંકી તો ક્યાંક સિમેન્ટના બંધ પણ બનાવવામાં આવ્યાં. આ પ્રકારે સેવા સમિતિ દ્વારા સિંચાઈ, કૃષિ, ફળ, બગીચાઓ ઇત્યાદિ દ્વારા લગભગ ૫૦૦૦ પરિવાર રોજગાર મેળવીને આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર છે.


પાલઘર, સતપુડા જેવા અનેક ક્ષેત્રોને ભેગા કરીને લગભગ ૯૫૦ એકર ભૂમિમાં સિંચાઇની વ્યવસ્થા શબરી સેવા સમિતિ દ્વારા કરવામાં આવી છે.

પોતાના માટે તો બધા જ જીવે છે પરંતુ પોતાના દેશવાસીઓ માટે સંપૂર્ણ જીવન જ સમર્પિત કરી દેવું એટલું સરળ હોતું નથી. સાચે જ પ્રેરણાદાયી શબરી સેવા સમિતિના કાર્યો જે વનવાસી ક્ષેત્રોમાં લોકોના જીવન સરળ કરતાં એમને દેશની મુખ્ય ધારા સાથે જોડી રહી છે.

સંપર્ક:-પ્રમોદ કરંદીકર

મો નં:- ૯૧-૯૯૨૦૫૧૬૪૦૫



1156 Views
अगली कहानी