नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
નીરજ પટેલ | મહારાષ્ટ્ર
સપનાઓની નગરી મુંબઇમાં જીવન લોકલ ટ્રેનની જેમ દોડતું રહે છે. પોતાના સપના સાકાર કરવાની આ સ્પર્ધામાં કેટલાંક યુવાનો એવાં પણ હતા, જે પાછળ રહી ગયેલાઓના હાથ પકડી તેમને આગળ વધાર્યાં. સ્વામી વિવેકાનંદ સેવા મંડલના આ યુવાનોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી માત્ર કમાણી ઇચ્છતા યુવાનોની ભ્રમણાઓ તોડી. મહારાષ્ટ્રના ડોંબિવલી શહેરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વર્ષ 1991માં જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને મદદ કરવા એક નાનકડું પુસ્તકાલયથી કાર્ય શરુ કર્યું. એન્જિનિયરનો અભ્યાસ કરતા 15 વિદ્યાર્થીઓ દ્વારા સંઘના પ્રખર સ્વયંસેવક શ્રી વિષ્ણુ ગજાનન દેવસ્થલી અને પ્રાધ્યાપક શ્રી સુરેશ નાખરેની પ્રેરણાથી આ મંડલની સ્થાપના થઇ.
આ યુવાનો દર શનિ-રવિવારે ડોંબિવલી મહાનગરપાલિકાની સરકારી શાળાઓમાં જઇ બાળકોને વિજ્ઞાન અને ગણિત ભણાવે છે. ગામના બાળકોને પહેલા 18 વર્ષ સતત ભણાવતા રહ્યા. કેતન બોન્દ્રે, શૈલેશ નિપુનગે, વિનોદ દેશપાંડે, રવીન્દ્ર વારંગ, પ્રજ્ઞેશ લોડાયા, તૃપ્તિ દેસાઇ, સાયલી કાટકર, સોનલ ભાવસાર, અનિકેત ગાંધી અને નંદકુમાર પાલકર સહિત 40 યુવા એન્જિનિયર્સના આ મંડલે ઠાણે જીલ્લાના શાહપુર તાલુકાના વનવાસી ગામ વિહીને દત્તક લઇ કેટલાય વર્ષો સુધી સતત શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વાવલંબનના ક્ષેત્રે કામ કર્યું.
એક નાનકડી ઓરડીમાં પોતાના માતા પિતા અને ભાઇ બહેનો સાથે રહેતા સુનીલ કુલકર્ણી (બદલેલું નામ) પાસે ભણવાની સુવિધા કે પુસ્તકો ખરીદવાની ક્ષમતા ન હોવા છતાં તે એન્જિનિયર બનવા માંગતો હતો. મંડલ દ્વારા સવારે 7 થી રાત્રી 10 સુધી ચાલતા જ્ઞાન મંદિર ગ્રંથાલયથી એન્જિનિયરિંગના મોંઘાદાટ પુસ્તકો અને રીડિંગ રુમની વ્યવસ્થા ઉપલબ્ધ થઇ તેમજ રીડિંગ રુમની ફીની વ્યવસ્થા પણ મંડળના યુવાનો દ્વારા થઇ. આજે ટી.સી.એસ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં વાર્ષિક 22 લાખના પેકેજથી કામ કરતો સુનીલ પોતે હાલ મંડલ સાથે જોડાઈને બીજા વિદ્યાર્થીઓની સફળતાની કેડી કંડારી રહ્યો રહ્યો છે. બાળપણથી સંઘના સ્વયંસેવક અને વિવેકાનંદ સેવા મંડલના અધ્યક્ષ શ્રી કેતન બોન્દ્રે બતાવે છે કે, માત્ર 30 પુસ્તકોથી ભાડાના ગોદામમાં શરુ કરેલ પુસ્તકાલયમાં આજે 8000 થી વધુ પુસ્તકો અને 100 વિદ્યાર્થીઓ માટે ભણવાની વ્યવસ્થા છે. આ 22 વર્ષોમાં ડોંબિવલી અને આસપાસના ક્ષેત્રના 10 હજારથી વધુ એન્જિનિયરોએ આ પુસ્તકાલયનો લાભ લીધેલ છે.
હવે આપણે વિહી ગામની વાત કરીશું. થાણે જીલ્લાના શાહપુર તાલુકામાં આવેલું વનવાસી ગામ વિહી આજ થી 20 વર્ષ પૂર્વ મહારાષ્ટ્રના સૌથી પછાત ગામોમાંનું એક ગામ છે. અહીં મંડળના યુવાનોએ સતત મેડિકલ કેમ્પ કરીને સ્વાસ્થ્યના સુધારા માટે કાર્ય કર્યું તેમજ જળ સંગ્રહ માટે ત્રણ ચેક ડેમ પણ બનાવ્યા. એટલુંજ નહીં ખેડૂતોને સજીવ ખેતીનું પ્રશિક્ષણ આપી તેમની આવક વધારવામાં મદદ કરી. વનવાસી બહેનો પગભર થાય તે માટે સ્વસહાયતા જૂથ બનાવી તેમને રોજગારીથી જોડવામાં આવી. દિવાળીના દિવસોમાં મહારાષ્ટ્રમાં ઘરોમાં લગાવવામાં આવતા પરંપરાગત ઉબટન બનાવવાનું શીખવી તેમણે ગત વર્ષે 50 હજાર પેકેટ ડોંબિવલી ક્ષેત્રમાં વેચવામાં આવ્યા.
કાચા માલની ખરીદીથી પેકેજીંગનું કામ સ્વયં બહેનોએ જ કર્યું. મંડલે માત્ર વેચાણ વ્યવસ્થા ઉભી કરી આપી. જ્યારે મંડલનું કામ ચાલુ થયું ત્યારે ત્યાં દસમું પાસ વિદ્યાર્થી પણ માંડ મળતો. આજે પ્રકાશ કવઠે, યશવંત, વૃંદા, કૌશલ્યા સહિત વનવાસી પરિવારોના અનેક બાળકો આજ ગ્રેજ્યુટ અને પોસ્ટ ગ્રેજ્યુટ થયાં અને નોકરી પણ કરી રહ્યા છે.
કહેવામાં આવે છે કે ઈશ્વરના કામમાં સહયોગીઓ મળી જ જાય છે. ભાજપના સાંસદ વિનય સહસ્રબુદ્ધે જ્યારે મંડલની પ્રવૃત્તિ જોવા વિહી ગામ પહોંચ્યા ત્યારે એટલા પ્રભાવિત થયા કે, તેમણે તે ગામ દત્તક લીધું અને સાંસદ નિધિનો સહયોગ કરી વિહી ગામની કાયાકલ્પ કરી.
મંડલે સતત ત્રણ વર્ષ સુધી નિર્ધન મેધાવી બાળકો માટે SSC નુ કોચીંગ ઓછામાં ઓછા શુલ્કથી આપવામાં આવ્યું. શ્રી શૈલેશ નિપુનગે નામના સંઘના સ્વયંસેવકે નોકરી છોડી એક વર્ષ માટે વિહી ગામમાં ગ્રામવિકાસનો પાયો નાખ્યો. તેમના જણાવ્યા પ્રમાણે મંડલે કેટલાક વર્ષોથી સતત રોજગારી મેળા લગાવી યુવાનોને કારકિર્દીની સાચી દિશા નક્કી કરવામાં પણ મદદ કરી.
સંપર્ક –કેતન બોન્દ્રે
સંપર્ક સૂત્ર - +91 98339 30032
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।