सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

સાથી હાથ બઢાના

નીરજ પટેલ | તામિલનાડુ

Play podcast
parivartan-img

આજે તેઓ ઈચ્છીને પણ પોતાના આંસુ રોકી શકતા ન હતા, ખરેખર આ ખુશીનો અતિરેક જ હતો, જે આંખોથી વહી નીકળી રહ્યો હતો. થોડા પૈસાને માટે 20 વર્ષ પહેલા પિતા દ્વારા સાહુકાર પાસે ગીરવે રાખેલી જમીન સીતાએ આજે વ્યાજ સાથે પૂરા 60,000 રૂપિયા ચૂકવી છોડાવી લીધી હતી. તમિલનાડુના એક નાનકડા ગામ કડાપેરીની સીતાનો પરિવાર આજે દેવાની સાંકળોથી મુક્ત હતો. આ દેવું ક્યારે ઉતરી શકતે નહીં જો "શ્રી મધુરમ્મન" સ્વયં સહાયતા સમુદાય બહેનો તેણીની મદદ માટે આગળ નહીં આવી હોત તો.  

સંઘના વરિષ્ઠ પ્રચારક સુંદર લક્ષ્મણજી જણાવે છે કે 20 વર્ષ પહેલા તમિલનાડુમાં પછાત વનવાસી ગામોના લોકો માટે સશક્તિકરણ હેતુથી સેવાભારતી દ્વારા સ્વયં સહાયતા સમુહોના કેન્દ્રો ઉભા કરવાની શરૂઆત થઈ. આજે પુરા તામિલનાડુમાં સેવાભારતી ના માધ્યમથી એની સંખ્યા ચાર હજારથી પણ વધારે પહોંચી ચૂકી છે. આ સ્વયં સહાયતા સમૂહ આર્થિક સશક્તિકરણ સાથે સાથે સમાજમાં એકબીજા માટે સહયોગની ભાવનાને પણ વધારો આપી રહ્યા છે. વાત જો અંચુકન્નદરાઇ ગામના રાજુની કરીએ તો આજે કદાચ જીવિત જ ના હોત,  જો સમુહથી જોડાયેલ ન હોત! કેટલાંક વર્ષો પહેલા તેને હાર્ટ એટેક આવેલો અને તરત જ ઓપરેશનની જરૂર હતી, ત્યારે તેની દીકરીને 10 સમૂહોના સભ્યોએ ભેગા મળીને રૂપિયા આપ્યા હતા. જ્યાં થાડિક્કરન્કોનમ ગામમાં એક વિધવાનું ઘર દુર્ઘટનાવશ બળીને ખાખ થઇ ગયું, ત્યારે પણ એ વૃદ્ધમાના સહયોગ માટે ની બધી બહેનો દ્વારા ગૃહસ્થીની જરૂરી સામગ્રી ભેગી કરી અને પાકું મકાન પણ બનાવી આપ્યું. 


અત્યારે આખા ભારતમાં આવા જ સ્વયં સહાયતા સમુહ ઉભા કરવા માટે સ્થાન સ્થાન પર પ્રવાસ કરી રહેલા સંઘના પ્રચારક સુંદર લક્ષ્મણજીના મુજબ તમિલનાડુમાં કન્યાકુમારી જિલ્લામાં થિરપરપ્પુ ગામમાં તો જાતિ પંચાયત સંઘર્ષમાં પણ સમૂહના સભ્યો ગભરાયા નથી. જ્યારે પંચાયત દ્વારા સમૂહથી પછાત જાતિની મહિલાઓને કાઢી નાખવા માટે નો હુકમ સંભળાવ્યો હતો મહિલાઓએ તુગલખી નિર્ણયને માનવાનો ઇનકાર કરી દીધો. વનવાસી ક્ષેત્રોમાં ફસાયેલા શાહુકારી શોષણ તેમજ જાતિ ભેદભાવની વિરુદ્ધ અવાજ મજબૂત કરવાવાળા આ સ્વયં સહાયતા સમુહ દારૂની વિરુદ્ધ મોરચો ખોલવાથી પણ અચકાયા નથી.

થોટ્ટીકેરે ગામથી દારૂના ઠેકા હટાવવા માટે સમૂહની મહિલાઓએ કલેક્ટર સુધી જઇ પહોંચી અને ઠેકા હટાવીને જ માની.  આવી જ રીતે મુરૂથનકોડે ગામમાં સમૂહ સદસ્યો દ્વારા વિવિધ દારૂ બનાવવાની એક ફેક્ટરીને બંધ કરાવી એક ઉદાહરણ કાયમ કર્યું છે. અહીં આયુર્વેદિક દવા અરિષટનમના નામ ઉપર નકલી દારૂ બનાવવાનો ધંધો ચાલી રહ્યો હતો. કેટલાક લોકો એને પીને મૃત્યુ પામ્યા હતા. સમુહ સદસ્યો દ્વારા કાનૂની લડાઇ લડીને ફેક્ટરી નું લાયસન્સ રદ કરાવી દીધું. 

તૂટેલી માનવીય સંવેદનાઓના આ સમયમાં આ સ્વયં સહાયતા સમુદાય માનવીય સહયોગ અને ભાઈચારાની નવી ઓળખ બનીને ઉભરી આવ્યું છે. તમિલનાડુના જ નાગરકોઈલ કસ્બાના નજીકના એક ગામમાં સમૂહની સદસ્યાઓ દ્વારા ભરતકલીની 23 વર્ષીય વિધવા દીકરીના શાંતિથી પુનઃવિવાહના ખર્ચનું બીડું ઉઠાવ્યું તો બીજી બાજુ એક ગામમાં કેન્સર પીડિત એક ખેત મજુર મહિલાના મૃત્યુ પછી અંતિમ સંસ્કારથી લઈને એમની અનાથ દીકરી અનિતા અને કલાના લગ્ન કરાવવા સુધી દરેક સંભવિત સહાયતા કરી. 

સંઘના સ્વયંસેવક પુરા ભારત વર્ષમાં "વૈભવશ્રી"ના નામથી આ પ્રકારના સ્વયં સહાયતા સમુહ ઊભા કરી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય સ્વયં સહાયતા, સ્વાવલંબન, સ્વાભિમાન તેમજ પરસ્પર વિશ્વાસના સિદ્ધાંતો પર ચાલીને બધાનો મંગળ વિકાસ કરવાનો છે. જેનાથી પછાત, નિર્બળ તેમજ વંચિતવર્ગમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનનો ભાવ વધે.


સંપર્ક - સુંદર લક્ષ્મણજી

સંપર્ક સૂત્ર- 09443749595

1251 Views
अगली कहानी