सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

સફળતાનો સંકલ્પ

ડૉ. જનક દવે | કેરલ

parivartan-img

કેરલના એર્નાકુલમ જીલ્લાના પુરેથનક્રુજ કસ્બામાં રહેવાવાળી શિક્ષા સુરેન્દ્રનની નાની આંખોમાં મોટા મોટા સ્વપ્ન હતા. પિતા પથારી પર હતા અને માં લાચાર. સગાવ્હાલાઓની મદદથી કોઇને કોઇ રીતે ઇંજિનિયરિંગ પૂરી કરી આ પ્રતિભાવાન છોકરી આઇ એ એસ બની દેશની સેવા કરવા માંગતી હતી, પરંતુ દિલ્હીમાં રહી પૈસા વગર કોચિંગ કરવું સંભવ નહોતુ ત્યારે તે સંકલ્પના સંપર્કમાં આવી. સંઘના પૂર્વ પ્રચારક સંતોષ તનેજાના પ્રયાસથી 1986માં શરુ થયેલી આ સંસ્થામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની તાલિમ આપવામાં આવે છે. અહીં શિખા પાસેથી નામમાત્રની ફી લઇ કોચિંગની સાથે સાથે છાત્રાલયમાં રહેવાની સુવિધા મળી અને તેણે ઇતિહાસ બનાવ્યો.

2017-18ની  બેચમાં શિક્ષા સુરેન્દ્રને આઇ એ એસની પરીક્ષામાં આખા ભારતમાં 16મો રેંક મેળવ્યો. કાંઇક આવી જ કથા રાજસ્થાનના અલવર જીલ્લાના રોનિજાજાટના ખેડૂત પરિવારના રાજીવકુમારની છે, જેમના પરિવારમાં કોઇ ભણેલું નહોતું. આજે તે પણ સિવિલ સર્વિસમાં નિયુક્તિ પછી મસૂરીમાં તાલિમ લઇ રહ્યા છે અને પોતાની સફળતાનો શ્રેય સંકલ્પ પરિવારને આપે છે. સંકલ્પ દર વર્ષે 20 આવા છાત્રોને ફ્રી કોચિંગ આપે છે, જેમની પ્રતિભાની રાહમાં ધનની અછત આડી આવે છે. ખાસ કરીને જનજાતી અને પૂર્વોત્તરના નિર્ધન વિદ્યાર્થીઓ માટે સંકલ્પ તેમને પરિવારની જેમ વાલી અને ગુરુની બેવડી ભૂમિકા નિભાવે છે.


સવારે યોગાભ્યાસ, સાંજે શાખાથી માંડી રાત્રી પ્રાર્થના સુધી અનુશાસિત સંસ્કારયુક્ત દિનચર્યા સંકલ્પને બીજા કોચિંગ સંસ્થાનોથી અલગ કરે છે. વિશેષ સત્રોની શૃંખલામાં કાશ્મિરીઓને શિક્ષણથી જોડવાવાળા મેજર જનરલ પી કે સહગલ અને શ્રી શ્રી રવિશંકર જેવા રાષ્ટ્રવાદી વ્યક્તિઓના અનુભવ વિદ્યાર્થીઓને દેશ પ્રત્યે જવાબદાર બનવા પ્રેરણા આપે છે. સંસ્થાના સંસ્થાપક સંતોષજીના કહેવા પ્રમાણે 1986માં સંકલ્પની સ્થાપના દેશ માટે રાષ્ટ્રવાદી પ્રશાસનિક અધિકારી નિર્માણના ઉદ્દેશ્યથી કરવામાં આવી. સંકલ્પે 2015માં સફળતાનો ઇતિહાસ રચ્યો. સિવિલ સર્વિસમાં સફળ થયેલા કુલ 1250 વિદ્યાર્થીઓમાંથી 670 સંકલ્પમાંથી હતા.


સંસ્થા દ્વારા પ્રતિવર્ષ આયોજિત થતા ગુરુ સન્માન સમારોહમાં ગુરુઓની સાથે નિયુક્ત વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવે છે. એટલું જ નહીં દર વર્ષે ઝિંઝોલીમાં થતા દિશાબોધ શિબિરમાં આખા દેશમાંથી 200 સ્નાતક વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા પહેલા તેમને શિક્ષણનું માર્ગદર્શન અને દેશ પ્રત્યે જવાબદારી શીખવાડાવામાં આવે છે. આ શિબિરમાં સહ સરકાર્યવાહ કૃષ્ણગોપાલજી સાથે સંઘના વરિષ્ઠ અધિકારીઓનું માર્ગદર્શન પણ પ્રતિભાગીઓને મળે છે.

શિખા સુરેન્દ્રનના કહેવા પ્રમાણે સંકલ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે દિલ્હી જેવા મહાનગરમાં સ્વજન જેવું વાતાવરણ મળવાના કારણે પરિવારની ખોટ સાલતી નથી. સરકારી અધિકારીઓને રાષ્ટ્રવાદી વૈચારિક ભૂમિકાથી જોડવા દર વર્ષે ત્રીદિવસીય વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાજના પ્રબુદ્ધ વિચારકો જુદા જુદા રાષ્ટ્રીય વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. 

સંપર્ક : સંતોષ તનેજાજી       સંપર્ક સૂત્ર 9711262285

1273 Views
अगली कहानी