सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

4 mins read

મમતાનો છાંયડો-સુરમન

રાજસ્થાન

Play podcast
parivartan-img

આમતો કુંગફૂ અને ક્રિકેટને કોઇ મેળ નહીં પણ પૂજા, રાહુલ, અમન અને ગુડ્ડુમાં છે. પૂજાએ ભલે જુનિયર ઓલમ્પિયાડમાં કુંગફૂમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય અને રાહુલ, અમન અને ગુડ્ડુએ ચેન્નઇમાં રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધામાં પોતાનું નામ કમાવ્યું હોય. આ જુદી જુદી રમતોના ઉભરતા તારલાઓને એક તાંતણે એક બીજાને બાંધે છે તે છે – સુરમન. સાંભળવામાં મધુર સંગીત જેવું લાગતું કેટલાય અનાથ અને નિરાધાર બાળકોનું પોતાનું ઘર એટલે સુરમન. ગુલાબી શહેર જયપુરમાં છેલ્લા 18 કરતાં વધુ વર્ષોથી ચાલતી આ સંસ્થાએ કેટલાય કુમળાં બાળકોના મોં પર હાસ્ય આપ્યું છે. સંઘના સ્વયંસેવક સુરેન્દ્ર ચતુર્વેદી અને તેમના પત્ની મનનના પ્રયત્નોથી 1998માં બે બાળકોથી આ બાલાશ્રમ ચાલુ થયું. આજે સુરમનમાં 110 બાળકો અને 8 બહેનો છે.

બાળકોની કહાણી સમજતાં પહેલા મનનની કહાણી સમજીશું. ફેશનની ચમકતી દુનિયા જ્યાં બધું જ જીવન કરતા અગત્યનું હોય છે ત્યાં મનન ફેશન ડિઝાઇનીંગમાં ટૉપ કરી આ દુનિયામાં નામ કમાવવા એકદમ તૈયાર હતી. અમેરિકા અને લંડનના આગળ નામ ધરાવતી કંપનીઓના ઑફર લેટર તેના હાથમાં હતાં. પરંતુ મનન ભાવુક મનની હતી આથી સ્વયંસેવક અને પત્રકાર સુરેન્દ્ર ચતુર્વેદીની સાથે લગ્ન થયાં બાદ સમાજ અને દેશ માટે પોતાની ભૂમિકા વિશે તે વિચારવા માંડી. ત્યારે તે ગૌરીને મળી અને તેનું બધું જ બદલાઇ ગયું. ઘાયલ ગૌરીની પાટાપીંડી કરી જ્યારે તેને તેની બસ્તીમાં મુકવા ગઇ ત્યારે તેને ખબર પડી કે ભીખ મળી શકે તે માટે જ તેની વ્યસની માતાએ જ તેને ઘાયલ કરી હતી. ગૌરીને પાછી લાવતી વખતે તે બસ્તીની દુર્દશા જોઇ મનને એક જીવન જાણે જીવી લીધું. 


લંડન જવાનો વિચાર માંડી વાળી આ અભાવગ્રસ્ત બાળકોના જીવનનો પુનરોદ્ધાર કરવા લાગી ગઇ. આ માર્ગ એટલો સરળ નહોતો, જ્યારે બાળકો મોટા થયાં ત્યારે તેમનો ખર્ચ ઉપાડવા મનને ચિત્રો બનાવવા, લેખન અને થિયેટરના માધ્યમથી ધન કમાવ્યું. દેશ વિદેશમાં 24 કલાક સતત ચિત્રોના શો કર્યા. વર્ષ 2000માં સંસ્થાની નોંધણી પછી સમાજ પણ મદદ માટે આગળ આવ્યો. પહેલા બાલાશ્રમ ગૃહથી શરુ થયેલી સંસ્થા કોશિશ નામથી ત્યક્તા બહેનોને પણ સહારો આપવાનું શરુ કર્યું. આ બહેનો પણ આ બાળકો સાથે સંબંધના તાંતણે બંધાઇ ગઇ. નિર્ધન મેધાવી 78 બાળકોને સંસ્થા છાત્રવૃત્તિ આપે છે. ક્યારેક પાંચજન્યના રજસ્થાનના સંવાદદાતા રહેલા સુરેન્દ્ર હવે પોતાનો પૂરો સમય સુરમનને આપે છે.

યોગ, સંસ્કાર, અનુશાસન અને દેશભક્તિ સંઘની શિક્ષણ પ્રણાલીને સુરમને આત્મસાત કરી છે. ભણતરની સાથે ચિત્રકલા, સંગીત, નાટ્ય, ગાયન આમ બધી પ્રવૃત્તિઓ બાળકોને તેના રસ પ્રમાણે શીખવવામાં આવે છે. સુરમનના માધ્યમથી જયપુરના ચિત્રકૂટ સ્ટેડિયમમાં દર વર્ષે લાગતાં દશેરાના મેળામાં હજારો લોકો વચ્ચે બાળકો બાળરામાયણની સંગીતમય પ્રસ્તુતિ કરે છે. આપ સંસ્થાની પત્રિકા બોગનવેલિયામાં બાળકોની લખેલી કવિતાઓ અને વાર્તાઓ વાંચી શકો છો. 

હવે સુરમનનું ઘર મોટું થઇ રહ્યું છે, જે સીકર રોડ પર સરકારથી વાજબી ભાવે મળેલી જમીન પર આનંદલોકના નામથી 1500 બાળકો માટે સેલ્ટર હોમ બનશે. 

અહીં મુલાકાતીના રૂપે આવેલા અને પૂરુ જીવન અહીં જ સમર્પિત કરનાર સંઘના સ્વયંસેવક નરેન્દ્ર શેખાવત (નંદ) બતાવે છે કે સુરમન એક સંપૂર્ણ પરિવારની અવધારણા છે. ટ્યુશન, ગૃહકાર્ય, રમત-ગમત બધું અહીં ઘર જેવું જ છે. મનન અને સુરેન્દ્રજીના ત્રણ બાળકો પણ આ બાળકોની સાથે જ રહે છે. વર્તમાનમાં મનન ચતુર્વેદી રાહસ્થાન બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષા છે અને આખા પ્રદેશના બાળકોની ચિંતા કરે છે.  

સંપર્ક સૂત્ર : નરેન્દ્ર શેખાવત (નંદ)

મો. નં – 9829322232

1019 Views
अगली कहानी