नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
ડૉ. જનક દવે | દિલ્હી
કોરોના કાળમાં જ્યારે બધી શાળાઓ બંધ હતી અને બાળકોને ઘરની બહાર જઇ રમવાની અનુમતિ પણ નહોતી ત્યારે મોબાઇલ પર વ્યર્થ સમય બગાડવાના બદલે સમયનો સદુપયોગ કરવાનો માર્ગ દિલ્હીના બાળકોએ શોધ્યો. લોકડાઉનના સમયમાં સેવા ભારતી દિલ્હી, દ્વારા શરુ કરવામાં આવેલા Each one teach one કાર્યક્રમથી ડીપીએસ, જીડી ગોયંકા, મોડર્ન સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત શાળાઓના 1200 થી વધુ બાળકોને જોડી આંબેડકર બસ્તી, વાલ્મિકી બસ્તી, રવિદાસ કેમ્પ, કાલકાજી સંજય કેમ્પના બાળકોને ઑનલાઇન ભણાવ્યા. સુંદરવાર્તાઓ કહી, નૃત્ય શીખવ્યું, Art & Craft માં કાગળના ગુલદસ્તા, પેનનું સ્ટેંડ જેવી સુંદર વસ્તુઓ બનાવતા શીખવી.
આ સેવાયાત્રાથી ભદ્ર પરિવારોના સર્વ સુવિધા સંપન્ન બાળકોને ઝુંપડીઓમાં રહેતા અભાવગ્રસ્ત બાળકો સાથે જોડ્યા. જેથી તેમની વચ્ચેનું અંતર ઘટાડી બન્નેના જીવનને અદભુત દિશા આપવામાં આવી. દિલ્હી સેવા ભારતીના પ્રાંત પ્રચાર મંત્રી ભૂપેન્દ્રજી બતાવે છે કે, કોરોના કાળ વીત્યા પછી Each one teach one કાર્યક્રમે Teen sewa નું સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સેવાની સાથે રાષ્ટ્રભાવ પણ જોડાઇ ચુક્યું છે.
આ વાત છે માર્ચ 2020માં જ્યારે કોરોનાએ ભારતમાં ટકોરા માર્યા બધી શાળાઓ અનિશ્ચિત કાળ માટે બંધ થઇ ગઇ, ત્યારે દિલ્હી સેવા ભારતીના પ્રાંત સંપર્ક પ્રમુખ નિધિ આહુજા પર આ 50 બાળકો એ ફોન કરી સેવાના કામમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી, જે પહેલાથી સેવા ભારતી દ્વારા આયોજીત સમર અને વિંટર કેમ્પોમાં સેવાબસ્તીના બાળકોની સાથે જોડાયા છે. આ તે સમય હતો, કે જ્યારે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો, વડીલોને ઘરની બહાર ન જવા માટે આહ્વાન કરી રહ્યા હતા. માતા-પિતા ડરી રહ્યા હતા અને કાર્યક્ર્તાઓ હતા કે કેવી રીતે આ બાળકોને આ ઉમદા કામ સાથે જોડવામાં આવે.
ત્યારે નિધિજીએ Each one teach one કાર્યક્રમના ઉપક્રમે ગુગલફૉર્મ દ્વારા બાળકોના આવેદન મંગાવવામાં આવ્યાં, જેથી નિશ્ચિત થયેલ બાળકો કઇ સેવાબસ્તીના બાળકોને કોણ ભણાવશે. 1000થી વધુ બાળકો સ્વેચ્છાએ કામ કરવા માટે રાજી થયા હોય. હવે સેવા ભારતીએ સંસ્કાર કેન્દ્રની નિરીક્ષકાઓ અને શિક્ષિકાઓના સહયોગથી બસ્તીમાં રહેતા લોકોના એન્ડ્રોઇડ ફોન યુજ કરી બસ્તીના એક બાળકને એક ભદ્ર બાળક સાથે ઑનલાઇન જોડવામાં આવ્યા. શીખવાડવા વાળાને વોલન્ટીયર (volunteer) અને શીખવા વાળાને બડી (Budy) નામ આપવામાં આવે છે. અઠવાડીયામાં એક વાર ચાલતા આ ક્લાસમાં બાળકો એવા સાચા મિત્રો બન્યા કે જેથી બધા ભેદ મટી ગયા.
હવે આ કાર્યક્રમનું સંચાલન સંભાળતી દીપ્તિ દીદી બતાવે છે, કે આ સત્ર ચાર ચરણોમાં ચાલ્યું. બડી (Budy), કથા કથન, શોખ અને બુક બેંક. બડી એટલે પરસ્પર મિત્રતા કેળવવી. કથા કથનમાં વોલન્ટીયર બાળકો કેટલીક નૈતિક અને વિજ્ઞાન કથા પોતાના બડીને સંભળાવે છે. હોબી (શોખ)ના સત્રમાં ચિત્ર, રંગપૂરણી, ભરત ગુંથણ જેવી અનેક વિવિધ કળાઓ ઑનલાઇન શીખવવામાં આવી અને બુક બેંકમાં બાળકોને સારી પુસ્તકો પહોંચાડવામાં આવી. આ અભિયાનમાં 11 થી 19 વર્ષના આ અઢી હજાર બાળકોનું મનોબળ વધારવા ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી, પ્રસિદ્ધ બેટ્સ મેન શિખર ધવન, મોટિવેશનલ વક્તા શિવ ખેડા સહિત કેટલાય જાણીતા વ્યક્તિમત્વોએ વીડિયો બનાવી તેમને શુભકામનાઓ આપી.
કોરોના કાળમાં શરુ થયેલું દિલ્હી સેવા ભારતી આ શિક્ષણ અભિયાન હવે આ બાળકો માટે જીવનભરનો સંગાથ થઇ ગયો છે. ડીસેમ્બરમાં જ્યારે પહેલી વાર આ બાળકોને પહેલી વાર પ્રત્યક્ષ મળવાનું થયું ત્યારે રામ-ભરત મિલનની જેમ બધા ભાવવિભોર બનાવી ગયા. આર.કે પુરમ સેવાબસ્તીના નીરજનું વાક્ય હજુ સુધી પણ સેવા ભારતીના કાર્યકર્તાઓના મનમાં ગુંજી રહ્યું છે, તેણે કહ્યું કે હવે અમારો સાથ LIC ની જેમ છે, “जिंदगी के साथ भी व जिंदगी के बाद भी”
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।