नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
4 mins read
પરેશભાઈ રાજગોર | હિમાચલ પ્રદેશ
પર્વતીય ક્ષેત્રમાં જ્યાં પર્યટક હરવા-ફરવા માટે આવેલા યાત્રીઓને બરફ વર્ષા જ્યાં અલૌકિક આનંદ આપે છે, ત્યાં હૉટ ટુરિસ્ટ સ્પોટની થોડે દૂર પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો માટે એવુ સંકટ છે જે તમામ જરૂરિયાતની ચીજ-વસ્તુથી વંચિત રાખે છે. હિમાચલ પ્રદેશના પાંગી અને વ્યારા બે ગામનો સંપર્ક હિમપાતના ૯ મહિના તુટેલો રહે છે. પાંગી ચંબા જિલ્લાથી 20 માઇલ દૂર છે. વ્યારા શિમલાથી 50 કોસ દૂર છે. ત્યાં કોઇ પર્યટક નથી આવતા કે નથી સ્થાનિક વ્યવસ્થા તંત્રને ચિંતા!
ભારે હિમપાત વાળા વિસ્તારમાં શિક્ષા- સ્વાસ્થ્ય- અને રોજગારની ઉપલબ્ધતા નહિવત્ છે. વર્ષો જુના નિષ્ઠુર બરફના મોટા પડની નીચે આ બધું કેવી રીતે દબાઇને જડ થયેલ છે તેની આ વ્યથા બે કિશોર પાંગી ગામના બજીરુરામ અને વ્યારા ગામના આદર્શથી વિશેષ કોણ જાણી શકે ? આ બન્ને કિશોરોએ ત્યાં સુઘી શાળા નહતી જોઇ કે ૨૦૧૨માં જ્યાં હિમાચલના સેવાભારતીએ વિવેકાનંદ છાત્રાલય નહોતું બનાવ્યુ. આ પહેલા તેઓના જીવન અંઘકારમય રહેતુ. છાત્રાલયમાં આવ્યાં પછી બન્નેના સપનાઓને જાણે પાંખો લાગી ગઇ. બજીરુરામે મેટ્રિકમાં ૯૦% મેળવ્યા. આજે બન્ને કિશોરો ગ્રેજ્યુએશન કરી રહ્યાં છે. નજીકના જ ગામ લુધવાડાની રિમ્પિ અને તેની નાની બહેનના માતા-પિતાનું અકાળે અવસાન થયુ. આ અનાથ બહેનો વિશે જ્યારે નગર અઘ્યક્ષ વિનોદ અગ્રવાલ અને અશોકજીને જાણકારી મળી તેમના પ્રયત્ને સેવાભારતીએ તેમને દતક લીઘા. આજે બન્ને બહનો અભ્યાસ પૂર્ણ કરી સ્વમાનભેર જીવી રહી છે.
માણસની અપંગ બનાવી દે તેવો રોગ ફિઝિકલ ડીસ્ટ્રાફીથી પીડિત એવી પવના અને તેના ચાર સંતાનોની દયનીય સ્થિતિ જોઇ સેવાભારતીના કાર્યકર્તા ડૉ. તિલકરાજ અને જોગિંન્દર સિંહ રાણાએ તેમની સારવાર ડો.રાજેન્દ્રપ્રસાદ મેડિકલ કોલેજના દવાખાનામાં દાખલ કરાવીને કરી.
૧૯૯૮માં કાંગડામાં એક ભયંકર બસ અકસ્માત થયો, ત્યારે તાત્કાલિક સારવાર ન મળતા માનવ જીવનની ભારે ખુવારી થઇ. તેનાથી ઉત્પન્ન પીડાના કારણે કાંગડા સેવાભારતીને વિચાર કરવું આવશ્યક થઇ પડ્યું. અનુભવી તત્કાલિન સેવાભારતી અઘ્યક્ષ રામસુખ ગુપ્તજીના અથાક પ્રયત્ને ૨૦૦૫ આવતાની સાથે બે એંબ્યુલેંસ ખરીદી લીઘી. અને આજે તે ઓક્સીજન સિલિંડર સાથે સજ્જ થઇ ગઇ છે. તમે જ્યારે મેડિકલ કોલેજ જાવ ત્યારે “MAY I HELP YOU” ના ટેબલ પાસે સેવાભારતીના કાર્યકર્તા હશે. ત્યાં પ્રતિદિન ર બ્રેડ સાથે ૧ કપ ચાનું વિતરણ થાય છે. દર્દીઓના સગાઓ માટે રાત્રે સૂવા માટે ગાદલાં અને કામળાની મફત વ્યવસ્થા હોય છે.
દર્દીઓ માટે વ્હીલચેર અને વૉકર પણ. આવા દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સેવાભારતીની પ્રવૃત્તિઓ અને સેવા સમર્પણ ને જો માનવીય સંવેદના દ્વારા સમજવું હોય તો ક્રોશિયાઇ પ્રયટક જોરીકા કાહા(JORICA KAHA)ના ઉદાહરણથી સમજાશે કે તેઓ પ્રવાસમાં આવ્યા હતા અને અચાનક ધર્મશાળામાં બિમાર પડ્યા. અને સેવાભારતીના કાર્યકર્તાએ તમની જિંદગી બચાવી તો ના શક્યા પરંતુ તેમના પાર્થીવ દેહને પુરા સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરી તેમની અસ્થિ કળશને ક્રોશિયાઇ દુતાવાસના અઘિકારીને સોંપી.
સેવાભારતી આવા દુર્ગમ પર્વતીય વિસ્તારમાં સંસ્કાર કેન્દ્ર અને સિલાઇ કેન્દ્ર ચાલાવી ત્યાં શિક્ષા અને રોજગાર પર જામેલા બરફ્ને હટાવી રહ્યાં છે. સેવાભાવની અવિરલ શક્તિ પર્વતીય વિસ્તારમાં જામેલા નિરાશાના બરફને પિંગળાવી રહી છે. સેવા-કાર્યકર્તાના સેવા-સંકલ્પની ઉષ્માથી ત્યાના સ્થાનિક નિવાસીઓના જીવન બાકી સમાજ સાથે પગથી પગ મેળવવાની સ્થિતિમાં આવી રહ્યાં છે.
સેવાભારતી અઘ્યક્ષ
વિનોદ અગ્રવાલ - ૯૮૧૬૦૪૩૩૯૮
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।