મીઠારામનું ગળું
ભરાઇ આવ્યું જ્યારે તે ભૂતકાળના અંધકારમાં પોતાના નિરાશ બાળપણને સંભળાવી રહ્યો
હતો. મહેસાણામાં, 8 વર્ષનો મોટો ભાઈ, તેના 6 વર્ષીય નાના ભાઈ પિન્ટુ અને માતા સાથે, રસ્તાની બાજુમાં
સંકોચાઈ, ફૂટપાથની પથારી અને
આકાશરુપી ચાદર ઓઢીને આખી રાત વણ ઉકલ્યા પ્રશ્નોના જવાબો શોધતો હતો. દરરોજ સવારના
પહેલા કિરણથી જ નશા અને ગુનાના જીવનથી
બચીને તે પોતાના ભાઈ સાથે નાનકડા હાથની વાટકી બનાવીને કયાંક ગાળો, ઠપકો અને કેટલાક સિક્કાઓથી ભરી દેતો. ભીખ માંગતા બંન્ને હાથ, ભીલવાડાની દેવ નારાયણ હોટલમાં આજે પણ સ્વાદિષ્ટ ભોજન
બનાવીને દરેકનું પેટ ભરી રહ્યા છે તે વાત આજે પણ તેઓ માનતા નથી.
જીવનમાં આવેલા આ
અદ્ભુત પરિવર્તન માટે, તેઓ આજે પણ સંઘના સ્વયંસેવક 66 વર્ષીય શ્રી
જયંતિભાઈ અને તેમના પત્ની અરુણાબેનના
ગુણગાન ગાય છે. સમગ્ર દેશમાં પૂર, ભૂકંપ, કોરોના જેવી અનેક આપત્તિઓમાં આગળ આવીને આપત્તિગ્રસ્ત
વિસ્તારોમાં ઘણા દિવસો સુધી સેવા આપનાર ગુજરાતનું આ વૃદ્ધ દંપતી દરેક માટે
પ્રેરણાસ્રોત છે. જે ઉંમરમાં લોકો પોતાના
માટે સહારો શોધે છે, એ ઉંમરે આ વૃદ્ધ
દંપતી "બાળ ભિક્ષુક રહિત શિક્ષિત
સમાજ" નું અભિયાન મહેસાણામાં ચલાવી રહ્યા છે.
જયંતિભાઈ કહે છે
કે મહેસાણામાં વર્ષ 2000થી ચાલી રહેલા આ
કાર્યક્રમ અંતર્ગત આજે 245 જેટલા ટેન્ટ
બનાવવામાં આવ્યા છે. જેમાં એક સમયે ભીખ માંગતા બાળકો, સમાજના સહયોગથી આ ટેન્ટમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યા છે. તેમના
રહેવા અને ભોજન માટે કોઈ ફી લેવામાં આવતી નથી. અહીં રહેતા બાળકો ગુનાહિત પ્રવૃત્તિ
અને ભીખ માંગવાના ચક્રવ્યૂહથી જોજનો દૂર તેમના જીવનને નવી દિશા આપી રહ્યા છે અને
આત્મનિર્ભર પણ બની રહ્યા છે.
ગુજરાતના પ્રાંત
સહ સેવાપ્રમુખ અશ્વિનભાઇ કડેચા કહે છે કે, શ્રી જયંતિભાઈ
પટેલ, જેઓ 1984 થી 1992 સુધી પાલનપુરમાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાહ હતા, તેમણે 2000 સુધી લઘુ ઉદ્યોગ ભારતીની
વિભાગમાં જવાબદારી નીભાવી. પાલનપુરમાં જ
વિવિધ લક્ષી વિદ્યામંદિરના પ્રમુખ હોવાથી તેઓ બાળકો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતા.
અરવલ્લી પર્વતમાળાની તળેટીમાં વસતા વનવાસી બાળકોને, તીર-કમાન લઇને નગ્ન અવસ્થામાં ફરતા જોઈને આ સેવાભાવી યુગલનું હૃદય ભરાઈ
આવ્યું.
અરુણાબેન જણાવે
છે કે તે સમયે દરેક બહેન પાસેથી મહિને 10 રૂ. લઈને લગભગ 500 બહેનોનું એક સમૂહ બનાવ્યું અને ઝૂંપડપટ્ટીમાં બાળસંસ્કાર
કેન્દ્ર શરૂ કર્યું. આજે તે કેન્દ્ર
પાલનપુરમાં ઉત્તર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટ તરીકે ઓળખાય છે, હાલમાં અહીં છાત્રાલયમાં 250 જેટલા બનવાસી
બાળકો વિનામૂલ્યે સર્વાંગી વિકાસનો લાભ મેળવી રહ્યાં છે.
સાચા સ્વયંસેવકની
આંખો હંમેશા સેવાકાર્યને શોધતી હોય છે. વર્ષ 2000માં મહેસાણામાં સ્થળાંતર કર્યા બાદ જયંતિભાઈએ જ્યારે રસ્તાની બાજુમાં ફૂટપાથ
પર બાળકોને ભીખ માંગતા જોયા ત્યારે તેમનું મન વિચલિત થઈ જતું. પેટની ભૂખ હાથ
પસારવા મજબૂર કરે છે, નહીંતર ભીખ માંગવામાં
કોને આનંદ આવે??? આવા જ કેટલાક સવાલો ઉઠાવતા જયંતિભાઈએ વર્ષ 2000માં તેમની આસપાસના વિવિધ શહેરો અને રાજ્યોમાંથી 18 બાળકો સાથે પરામર્શ કરીને જિલ્લા કલેક્ટરની મંજુરીથી સરકારી જમીન પર 16 ટેન્ટ બાંધ્યા હતા, જ્યાં 45 બાળકો તેમના માતાપિતા
સાથે રહેવા લાગ્યા હતા. રહેઠાણ, ખાવા-પીવાની અને
કપડાંની સગવડો સરળ થતાં બાળકોનું મન સર્જનાત્મક બનવા લાગ્યું. તેઓને શિક્ષણ
પ્રત્યે જાગૃત કરવા માટે, તે બાળકોને યોગ્ય
શાળાઓમાં પ્રવેશ કરાવ્યો. આજે, આ તંબુઓમાંથી 300 થી વધુ બાળકો
ભિક્ષાવૃત્તિ છોડીને શાળાએ જાય છે,
તેમના માટે દર વર્ષે નવા સ્કૂલડ્રેસ, પગરખાં, સ્કૂલ બેગ,
નોટબુક
અને પુસ્તકોની વ્યવસ્થા જયંતિભાઈ અને અરુણાબેન પોતે ખૂબ જ ઉત્સાહથી કરે છે,
તેમજ વર્ષમાં એકવાર શૈક્ષણિક પ્રવાસ પણ કરાવે
છે.
છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલી આ યોજનાએ મીઠારામ જેવા છોકરા-છોકરીઓ
સહિત 200 યુવાનોને રસોઈયા, ડ્રાઇવર, પ્લમ્બર કામ શીખવીને
વિવિધ કારખાનાઓમાં કામે લગાડીને પોતાના
પગભર થવાની પ્રેરણા અને હિંમત આપી છે. જેઓ
આજે આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવવાની સાથે બીજાને પણ મદદ કરી રહ્યા છે. આજે
10 થી વધુ પરિવારો તેમના મકાનોમાં રહેવા લાગ્યા
છે અને 22 પરિવારો આ દિશામાં આગળ વધી રહ્યા છે.
સેવાભાવી વ્યક્તિ
માટે દરેક ક્ષેત્ર પ્રેરણાદાયી છે, શરૂઆતથી જ
વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરી, જાહેર સ્થળોએ દર
વર્ષે 20,000 થી વધુ વૃક્ષો વાવવા બદલ,
2016માં ગુજરાત સરકારે શ્રી જયંતિભાઈ પટેલને ગ્રીન
બ્રિગેડિયર એવોર્ડથી સન્માનિત કર્યા. ભોજનનું મહત્વ સમજતા અરુણાબહેને પોતાના
પરિચિતના લગ્ન સ્થળે બચેલો સ્વચ્છ ખોરાક જોઈને એક નવા વિચારને જન્મ આપ્યો અને 2015થી અક્ષયરથની શરૂઆત કરી.
જે અંતર્ગત કોઈ પણ મોટા પ્રસંગે વધેલા સ્વચ્છ ખોરાકને એકત્રિત કરવામાં આવે છે અને એક ગાડી
દ્વારા 2 કલાકમાં જરૂરિયાતમંદ અને ઝૂંપડપટ્ટીની વસ્તીમાં ખોરાક પહોંચાડવામાં આવે છે. અક્ષયરથ દ્વારા
વિવિધ વિસ્તારોમાં રોજના 500 થી 5000 લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવે છે. અક્ષયરથના હેલ્પલાઈન
નંબરની ખ્યાતિનું પરિણામ છે કે આસપાસના 5 થી 6 શહેરોમાં ખાદ્યપદાર્થ સંબંધિત તમામ સંસ્થાઓ અને લોકો એક જ
લાઈનમાં કામ કરી રહ્યા છે. સેવાથી સેવાની
પ્રેરણા મળે છે, એટલે જ આજે મહેસાણામાં
જયંતિભાઈને જોઈને 60 જેટલા લોકો નિઃસ્વાર્થ
ભાવે સેવામાં મદદ કરી રહ્યા છે.
‘ભીખ ન માંગવી
જોઈએ’ એવું કહેનારા હજારો લોકો છે, પણ જેઓ તંબુ બાંધે છે અને આશ્રય આપે છે, હાથ પકડીને સ્વાભિમાન અને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવે અને
મજબૂરીઓને મૂળમાંથી ખતમ કરી નાખે તેવા દેશભક્ત અને સમાજસેવક કોઈ વિરલ જ વ્યક્તિ
હોય છે.મીઠારામનું ગળું ભરાઇ આવ્યું જ્યારે તે ભૂતકાળના અંધકારમાં પોતાના નિરાશ બાળપણને સંભળાવી રહ્યો હતો. મહેસાણામાં, 8 વર્ષનો મોટો ભાઈ, તેના 6 વર્ષીય નાના ભાઈ પિન્ટુ અને માતા સાથે, રસ્તાની બાજુમાં સંકોચાઈ, ફૂટપાથની પથારી અને આકાશરુપી ચાદર ઓઢીને આખી રાત વણ ઉકલ્યા પ્રશ્નોના જવાબો શોધતો હતો. દરરોજ સવારના પહેલા કિરણથી જ નશા અને ગુનાના જીવનથી બચીને તે પોતાના ભાઈ સાથે નાનકડા હાથની વાટકી બનાવીને કયાંક ગાળો, ઠપકો અને કેટલાક સિક્કાઓથી ભરી દેતો. ભીખ માંગતા બંન્ને હાથ, ભીલવાડાની દેવ નારાયણ હોટલમાં આજે પણ સ્વાદિષ્ટ ભોજન બનાવીને દરેકનું પેટ ભરી રહ્યા છે તે વાત આજે પણ તેઓ માનતા નથી.
જીવનમાં આવેલા આ અદ્ભુત પરિવર્તન માટે, તેઓ આજે પણ સંઘના સ્વયંસેવક 66 વર્ષીય શ્રી જયંતિભાઈ અને તેમના પત્ની અરુણાબેનના ગુણગાન ગાય છે. સમગ્ર દેશમાં પૂર, ભૂકંપ, કોરોના જેવી અનેક આપત્તિઓમાં આગળ આવીને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં ઘણા દિવસો સુધી સેવા આપનાર ગુજરાતનું આ વૃદ્ધ દંપતી દરેક માટે પ્રેરણાસ્રોત છે. જે ઉંમરમાં લોકો પોતાના માટે સહારો શોધે છે, એ ઉંમરે આ વૃદ્ધ દંપતી "બાળ ભિક્ષુક રહિત શિક્ષિત સમાજ" નું અભિયાન મહેસાણામાં ચલાવી રહ્યા છે.
જયંતિભાઈ કહે છે કે મહેસાણામાં વર્ષ 2000થી ચાલી રહેલા આ કાર્યક્રમ અંતર્ગત આજે 245 જેટલા ટેન્ટ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સમયે ભીખ માંગતા બાળકો, સમાજના સહયોગથી આ ટેન્ટમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યા છે. તેમના રહેવા અને ભોજન માટે કોઈ ફી લેવામાં આવતી નથી. અહીં રહેતા બાળકો ગુનાહિત પ્રવૃત્તિ અને ભીખ માંગવાના ચક્રવ્યૂહથી જોજનો દૂર તેમના જીવનને નવી દિશા આપી રહ્યા છે અને આત્મનિર્ભર પણ બની રહ્યા છે.
ગુજરાતના પ્રાંત સહ સેવાપ્રમુખ અશ્વિનભાઇ કડેચા કહે છે કે, શ્રી જયંતિભાઈ પટેલ, જેઓ 1984 થી 1992 સુધી પાલનપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર કાર્યવાહ હતા, તેમણે 2000 સુધી વ્યાપાર અને લઘુ ઉદ્યોગ કર્યો. પાલનપુરમાં વિદ્યામંદિરના વાલી મંડળના પ્રમુખના રુએ તેઓ બાળકો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતા. અરવલ્લી પર્વતમાળાની તળેટીમાં શ્રી અમીરગઢની આજુબાજુ ના બાળકો માટે ઉતર ગુજરાત લોકકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ચાલતા વનવાસી કુમાર છાત્રાવાસ માટે આ સેવાભાવી દંપતિએ સમાજથી ધનસંગ્રહ અને વિવિધ સાધનો મેળવ્યા.
અરુણાબેન જણાવે છે કે તે સમયે દરેક બહેન પાસેથી મહિને 10 રૂ. લઈને લગભગ 500 બહેનોનું એક સમૂહ બનાવ્યું અને ઝૂંપડપટ્ટીમાં બાળસંસ્કાર કેન્દ્ર શરૂ કર્યું. જે સરસ્વતિ શિશુમંદિરના નામે ઓળખાય છે.
સાચા સ્વયંસેવકની આંખો હંમેશા સેવાકાર્યને શોધતી હોય છે. વર્ષ 2000માં મહેસાણામાં સ્થળાંતર કર્યા બાદ જયંતિભાઈએ જ્યારે રસ્તાની બાજુમાં ફૂટપાથ પર બાળકોને ભીખ માંગતા જોયા ત્યારે તેમનું મન વિચલિત થઈ જતું. પેટની ભૂખ હાથ પસારવા મજબૂર કરે છે, નહીંતર ભીખ માંગવામાં કોને આનંદ આવે??? આવા જ કેટલાક સવાલો ઉઠાવતા જયંતિભાઈએ વર્ષ 2000માં તેમની આસપાસના વિવિધ શહેરો અને રાજ્યોમાંથી 18 બાળકો સાથે પરામર્શ કરીને જિલ્લા કલેક્ટરની મંજુરીથી સરકારી જમીન પર 16 ટેન્ટ બાંધ્યા હતા, જ્યાં 45 બાળકો તેમના માતાપિતા સાથે રહેવા લાગ્યા હતા. રહેઠાણ, ખાવા-પીવાની અને કપડાંની સગવડો સરળ થતાં બાળકોનું મન સર્જનાત્મક બનવા લાગ્યું. તેઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે, તે બાળકોને યોગ્ય શાળાઓમાં પ્રવેશ કરાવ્યો. આજે, આ તંબુઓમાંથી 300 થી વધુ બાળકો ભિક્ષાવૃત્તિ છોડીને શાળાએ જાય છે, તેમના માટે દર વર્ષે નવા સ્કૂલડ્રેસ, પગરખાં, સ્કૂલ બેગ, નોટબુક અને પુસ્તકોની વ્યવસ્થા જયંતિભાઈ અને અરુણાબેન પોતે ખૂબ જ ઉત્સાહથી કરે છે, તેમજ વર્ષમાં એકવાર શૈક્ષણિક પ્રવાસ પણ કરાવે છે.
છેલ્લા 20 વર્ષથી ચાલી રહેલી આ યોજનાએ મીઠારામ જેવા છોકરા-છોકરીઓ સહિત 200 યુવાનોને રસોઈયા, ડ્રાઇવર, પ્લમ્બર કામ શીખવીને વિવિધ કારખાનાઓમાં કામે લગાડીને પોતાના પગભર થવાની પ્રેરણા અને હિંમત આપી છે. જેઓ આજે આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવવાની સાથે બીજાને પણ મદદ કરી રહ્યા છે. આજે 10 થી વધુ પરિવારો તેમના મકાનોમાં રહેવા લાગ્યા છે અને 22 પરિવારો આ દિશામાં આગળ વધી રહ્યા છે.
સેવાભાવી વ્યક્તિ માટે દરેક ક્ષેત્ર પ્રેરણાદાયી છે, શરૂઆતથી જ વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરી, જાહેર સ્થળોએ દર વર્ષે 20,000 થી વધુ વૃક્ષો વાવવા બદલ, 2016માં ગુજરાત સરકારે શ્રી જયંતિભાઈ પટેલને ગ્રીન બ્રિગેડિયર એવોર્ડથી સન્માનિત કર્યા. ભોજનનું મહત્વ સમજતા અરુણાબહેને પોતાના પરિચિતના લગ્ન સ્થળે બચેલો સ્વચ્છ ખોરાક જોઈને એક નવા વિચારને જન્મ આપ્યો અને 2015થી અક્ષયરથની શરૂઆત કરી. જે અંતર્ગત કોઈ પણ મોટા પ્રસંગે વધેલા સ્વચ્છ ખોરાકને એકત્રિત કરવામાં આવે છે અને એક ગાડી દ્વારા 2 કલાકમાં જરૂરિયાતમંદ અને ઝૂંપડપટ્ટીની વસ્તીમાં ખોરાક પહોંચાડવામાં આવે છે. અક્ષયરથ દ્વારા વિવિધ વિસ્તારોમાં રોજના 500 થી 5000 લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવે છે. અક્ષયરથના હેલ્પલાઈન નંબરની ખ્યાતિનું પરિણામ છે કે આસપાસના 5 થી 6 શહેરોમાં ખાદ્યપદાર્થ સંબંધિત તમામ સંસ્થાઓ અને લોકો એક જ લાઈનમાં કામ કરી રહ્યા છે. સેવાથી સેવાની પ્રેરણા મળે છે, એટલે જ આજે મહેસાણામાં જયંતિભાઈને જોઈને 60 જેટલા લોકો નિઃસ્વાર્થ ભાવે સેવામાં મદદ કરી રહ્યા છે.
‘ભીખ ન માંગવી જોઈએ’ એવું કહેનારા હજારો લોકો છે, પણ જેઓ તંબુ બાંધે છે અને આશ્રય આપે છે, હાથ પકડીને સ્વાભિમાન અને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવે અને મજબૂરીઓને મૂળમાંથી ખતમ કરી નાખે તેવા દેશભક્ત અને સમાજસેવક કોઈ વિરલ જ વ્યક્તિ હોય છે.